કોવિડ સામે લાંબી લડાઈ બાદ થયું નિધન ચેન્નઈની હોસ્પીટલમાં લીધા અંતિમ શ્વાસ PM મોદીએ ટ્વીટ કરીને શોક કર્યો વ્યક્ત ગુજરાત: રાજ્યસભાનાં સાંસદ અભય ભારદ્વાજનું કોરોનાની સારવારનાં 40 દિવસ બાદ થયું નિધન. ભારદ્વાજે 31 ઓગસ્ટનાં રોજ રાજકોટ ખાતે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો. ત્યારે રાજકોટની પંડિત દીનદયાલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ઑક્સીજનનું સ્તર ઘટ્યું હતું જેથી 15 સપ્ટેમ્બરથી તમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા. તબિયતમાં સુધારો ન દેખાતા એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નઈ લઈ જવામાં આવ્યા હતા. hardvaj na
સમાચાર
અનુષ્કા શર્માએ પ્રૅગનન્સિ દરમિયાન પતિ વિરાટ કોહલીની મદદથી કર્યું શીર્ષાસન
ગર્ભવતી હોવા છતાં અનુષ્કા શર્મા યોગ કરી રહી છે “યોગ એ મારા જીવનનો સૌથી મોટો ભાગ છે” -અનુષ્કા શર્મા પોસ્ટ સોશિયલ મીડિયામાં થઈ રહી છે વાઇરલ મનોરંજન: ફેમસ કપલ ‘વિરાટ & અનુષ્કા’એ આ વર્ષનાં ઑગસ્ટ મહિનામાં તેઓ માતા-પિતા બનવાના છે, તેની જાણ પોતાના ચાહકોને કરી હતી. અનુષ્કા આ માટે હમણાં ખૂબ ચર્ચામાં છે. અનુષ્કા શર્મા ઘણીવાર પોતાના બેબી બમ્પને ફલાન્ટ કરતી જોવા મળે છે અને આ કપલ હંમેશા પોતાના અવનવા ફોટો તેમજ સેલ્ફી સોશિઅલ મીડિયા અકાઉન્ટસ પર પોસ્ટ કરીને પોતાના ચાહકોનું દિલ જીતે છે. તાજેતરમાં જ અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ…
દ્વારકા-જામનગર હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત 4 લોકોનું દુ:ખદ મોત
દ્વારકા-જામનગર હાઇવે નજીક ધ્રેવાડ ગામ પાસે કાર અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત અકસ્માતમાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત ગુજરાત: ઘટનાની મળતી માહિતી અનુસાર જામનગર દ્વારકા હાઇવે ઉપર આજે ધ્રેવાડ ગામ નજીક એક મોટર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દ્વારકાથી દર્શન કરી પરત ફરી રહેલા ત્રણ પુરૂષ અને એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. આ ઘટનાની જાણ ધ્રેવાડ ગામનાં લોકોને થતાં ગ્રામજનો એકઠા થઇ ગયા હતા. ગ્રામજનો દ્વારા આ ઘટનાની પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.અને હાઇવે પરથી ટ્રાફિક દૂર કરવાની કાર્યવાહી…
ગુજરાતમાં કોરોનાનો RT-PCR ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં 800 રૂપિયામાં થશે
ખાનગી લેબોરેટરીમાં લેબ પર જઈને કરવવામાં આવતા RT-PCR ટેસ્ટની કિમત 800રૂપિયા કોઈ અન્ય સ્થળે કે ઘરે બોલાવી કરવવામાં આવતા ટેસ્ટનો ભાવ 1100 રૂપિયા આ જાહેરાત રાજ્યનાં નાયબ મુખ્યમંત્રીએ કરી છે ગુજરાત: ગુજરાતમાં કોરોનાનો RT-PCR ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં હવે 800 રૂપિયામાં થઈ શકશે, જ્યારે દર્દી જ્યાં હોય તે સ્થળ ઉપરથી સૅમ્પલ લઈ રૂપિયા 1100માં ટેસ્ટ કરી આપવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે આ જાહેરાત કરી છે. તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લઈ આમ આદમીની આર્થિક હિતમાં આ નિર્ણય રૂપાણી સરકારે લીધો છે. ઘટાડેલા ભાવનો અમલ આજથી જ…
‘વરૂણ ધવન’ અને ‘રણવીર સિંહ’ સાથેની ફિલ્મોમાં ઓછો સ્ક્રીન ટાઇમ મળવા પર સારા અલી ખાન: “આવી તુલના કરવા માટેની તમારી સ્થિતિ(ઔકાત) નથી હોતી.”
‘સારા અલી ખાન’ નિર્માતા ‘ડેવિડ ધવન’ની કૉમેડી ફિલ્મ ‘Coolie No 1’ માં ‘વરુણ ધવન’ સાથે દર્શકોને જોવા મળશે “હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મારા સહ-કલાકારો સાથે ‘સ્પર્ધા’ કરવા માટે નથી.”: સારા અલી ખાન “તમે ફક્ત આભારી છો કે, રોહિત શેટ્ટી, ડેવિડ સર, રણવીર અને વરૂણ જેવા લોકો તમારી સાથે કામ કરી રહ્યા છે.”: સારા અલી ખાન મનોરંજન: અભિનેતા ‘સૈફ અલી ખાન’ અને ‘અમૃતા સિંહ’ની પુત્રી ‘સારા અલી ખાન’ એ 2018માં ‘અભિષેક કપૂર’ દ્વારા દિગ્દર્શિત કરવામાં આવેલી ફિલ્મ ‘કેદારનાથ’ થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તરત જ ‘રોહિત શેટ્ટી’ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી…
ટેલિવિઝન અભિનેત્રીએ કાસ્ટીંગ ડાયરેક્ટર ‘આયુષ તિવારી’ પર મુક્યો બળાત્કારનો આરોપ
પોલીસ દ્વારા આયુષ તિવારી વિરુદ્ધ આઈ.પી.સી. ધારા 376નાં આધારે કેસ નોંધવામાં આવ્યો છે આયુષ તિવારીએ લગ્ન કરવાનું વચન આપીને તેની ઉપર ઘણી વખત બળાત્કાર ગુજાર્યો હતો અભિનેત્રીએ એમ પણ કહ્યું છે કે, આરોપી તેને માર મારતો હતો મનોરંજન: ટીવી અને વેબસીરીઝની એક અભિનેત્રીએ બોલિવૂડનાં એક કાસ્ટીંગ ડાયરેક્ટર પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. અભિનેત્રીએ મુંબઈનાં વર્સોવા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં કાસ્ટિંગ ડાયરેક્ટર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી અને ન તો હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી છે. પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી છેલ્લા કેટલાક દિવસોથી…
“રાજુ શ્રીવાસ્તવએ ડ્રગ્સ કેસમાં ભારતી વિરુદ્ધ બોલીને બધા સાથે સબંધો ખરાબ કરી લીધા છે”: કૃષ્ણા અભિષેક
પ્રખ્યાત કૉમેડીયન ‘ભારતી સિંહ’ અને તેમના પતિ ‘હર્ષ લીંબાચીયા’નાં ઘરે 21, નવેમ્બરનાં રોજ NCB દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં આ બધું કરવાની જરૂર શું છે? એવું નથી કે ડ્રગ્સ લેવાથી તમે સારા કોમેડિયન બનશો અથવા તે તમને ઉર્જા આપશે. હું ખુબ ઉદાસ છું.”: રાજુ શ્રીવાસ્તવ કૃષ્ણા અભિષેક’ મિત્ર ‘ભારતી સિંહ’નાં સપોર્ટમાં ઊભા રહ્યાં છે મનોરંજન: પ્રખ્યાત કૉમેડીયન ‘ભારતી સિંહ’ અને તેમના પતિ ‘હર્ષ લીંબાચીયા’નાં ઘરે 21, નવેમ્બરનાં રોજ NCB(Narcotics control Bureau) દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં અને આ તપાસમાં NCBને તેમના ઘરમાંથી 86.5 ગ્રામ ‘માદક દ્રવ્ય’ પણ મળી આવ્યું હતું.…
ફિલ્મ ‘તમાશા’નાં પાંચ વર્ષ: એકટ્રેસ ‘દીપિકા પાદુકોણ’ એ ‘રણબીર કપૂર’ સાથે શૂટિંગ દરમિયાનનાં ફોટો શેર કર્યા
ફિલ્મ ‘તમાશા’નાં 5 વર્ષ પૂરા થતાં ફિલ્મની મુખ્ય અભિનેત્રી દીપિકા પાદુકોણે પોતાનાં અને રણબીરનાં પિક્ચર્સ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કર્યા દીપિકા અને રણબીરની જોડી ઓનસ્ક્રીન સુપરહિટ રહી છે દીપિકાએ આ પોસ્ટ માટે #5YEARSOFTAMASHA, #5YEARSOFTARA અને #RANBIRKAPOOR જેવા હેશટૅગ્સનો ઉપયોગ કર્યો છે. મનોરંજન: આજકાલ બોલિવૂડમાં બનેલી ફિલ્મોનાં એક-બે કે તેથી વધુ વર્ષ પૂર્ણ થતા, તેની ઉજવણીનાં ભાગરૂપે કલાકારો દ્વારા તે ફિલ્મનાં ફોટો કૅપ્શન સાથે પોતાનાં સોશિઅલ મીડિયા અકાઉન્ટસ પર મુકવાનો ટ્રેન્ડ બની ગયો છે. તેમજ ફિલ્મ ‘તમાશા’નાં 5 વર્ષ પૂરા થતાં ફિલ્મની મુખ્ય અભિનેત્રી દીપિકા પાદુકોણએ તે ફિલ્મનાં શૂટિંગ દરમિયાનનાં સહ-અભિનેતા…
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં આવતીકાલે 71 કરોડનાં ખર્ચે તૈયાર થયેલા બે ફ્લાય ઓવરનું ઇ-લોકાર્પણ કરશે
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદમાં નિર્માણ પામેલા 71 કરોડ રૂપિયાનાં બે ફ્લાય ઓવરનું આવતીકાલે ઇ-લોકાર્પણ કરશે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ આ અવસરે ઉપસ્થિત રહેશે ગુજરાત: નેશનલ હાઇવે 147 પર સરખેજ-ગાંધીનગર-ચિલોડાનાં કુલ 44 કિલોમીટરનાં માર્ગને 4 લેનમાંથી 6 લેનમાં રૂપાંતરિત કરવાનાં તથા આ માર્ગ પર આવતા ચાર રસ્તાઓ પર અગિયાર જેટલા ફ્લાય ઓવર બનાવવાની કામગીરી કેન્દ્ર અને રાજ્ય સરકારનાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. તદાનુસાર 28 મીટરનો સિંઘુભવન ચાર રસ્તા ફ્લાય ઓવર 25 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે તેમજ સાણંદ જંકસન…
“કોરોનાની વેક્સિન હવે આગામી એકાદ-બે માહિનામાં બની જશે” -સૌમ્યા સ્વામીનાથ
વેક્સિન હવે દૂર નથી માર્ચ-એપ્રિલ સુધીમાં લોકોને મળી જશે વેક્સિન ઇન્ટરનેશનલ: વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)નાં મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કોવિડ માટેની રસી આગામી એકાદ-બે મહિનામાં તૈયાર થશે. ફેસબુક લાઈવ દ્વારા સ્વામી રામાનંદ તીર્થનાં વ્યાખ્યાન માળામાં બોલતા તેમણે કહ્યું હતું કે, કેટલીક કંપનીઓનાં કોવિડની વેક્સિનનાં પરિક્ષણો અંતિમ તબક્કામાં છે અને આગામી 1-2 મહિનામાં વેક્સિન જો તૈયાર થાય તો આગામી માર્ચ અથવા એપ્રિલ સુધીમાં તે બધા જ નાગરિકોને મળવા લાગશે. તેમણે કોવિડનાં સંક્રમણને રોકવા માસ્ક પહેરવા, યોગ્ય અંતરની જાળવણી જેવા પાયાનાં નિયમોનું પાલન કરવા લોકોને અપીલ કરી હતી.