ગુજરાતમાં કોરોનાનો RT-PCR ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં 800 રૂપિયામાં થશે

  • ખાનગી લેબોરેટરીમાં લેબ પર જઈને કરવવામાં આવતા RT-PCR ટેસ્ટની કિમત 800રૂપિયા
  • કોઈ અન્ય સ્થળે કે ઘરે બોલાવી કરવવામાં આવતા ટેસ્ટનો ભાવ 1100 રૂપિયા
  • આ જાહેરાત રાજ્યનાં નાયબ મુખ્યમંત્રીએ કરી છે

ગુજરાત: ગુજરાતમાં કોરોનાનો RT-PCR ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં હવે 800 રૂપિયામાં થઈ શકશે, જ્યારે દર્દી જ્યાં હોય તે સ્થળ ઉપરથી સૅમ્પલ લઈ રૂપિયા 1100માં ટેસ્ટ કરી આપવામાં આવશે.

covid 19 test

નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે આ જાહેરાત કરી છે. તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લઈ આમ આદમીની આર્થિક હિતમાં આ નિર્ણય રૂપાણી સરકારે લીધો છે. ઘટાડેલા ભાવનો અમલ આજથી જ લાગુ થશે તેવી ચોખવટ પણ કરી છે. અત્યારે 11 જેટલી ખાનગી લેબોરેટોરીને કોરોનાનો RT-PCR ટેસ્ટ કરવાની પરવાનગી રાજ્ય સરકારે આપી છે.

અગાઉ કોરોના ટેસ્ટ માટે લેબ ઉપર આવેલ દર્દી પાસેથી 1500 રૂપિયા વસૂલ કરતાં હતા જ્યારે દર્દી ત્યાં હોય ત્યાં જઈ સેમ્પલ લઈને ટેસ્ટ કરી આપવાનો ચાર્જ રૂપિયા 2000 હતો. તેમણે કહ્યું હતું કે ટેસ્ટિંગમાં વપરાતી કીટનાં ઉત્પાદનમાં વધારા સાથે તેના ભાવમાં ઘટાડો નોંધાતા આવો લોક હિતનો નિર્ણય સંભવ બન્યો છે.

 

Related posts

Leave a Comment