રિઝર્વ બેન્કે રેપો રેટ 4% અને રિવર્સ રેપો રેટ 3.5% સહિત વ્યાજદર યથાવત રાખ્યા

રેપો રેટ માટે ચાર ટકા વ્યાજદર રિવર્સ રેપો રેટ માટે સાડા ત્રણ ટકા વ્યાજદર નેશનલ: રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે આજે મુંબઈમાં પત્રકારોને જણાવ્યું હતું કે, નાણાંકીય વર્ષ 2023નું પહેલી નાણાંનીતિની સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, નાણાનીતિ સમિતિમાં છેલ્લી 10 બેઠકોમાં વ્યાજદર યથાવત રાખવામાં આવ્યા છે. શ્રી દાસે જણાવ્યું હતું કે, નાણાંકીય વર્ષ 2023 માટે જીડીપીનો વિકાસદર અગાઉ 7.8 ટકા રહેવાનું અનુમાન હતું પણ નવા અંદાજ પ્રમાણે જીડીપીનો વિકાસદર 7.3 ટકા રહેશે. વિવિધ ભૌગોલિક અને રાજકીય તણાવના લીધે ભારતના વિકાસદર ઉપર અસર થવાની સંભાવના છે. RBIએ…