“પુત્ર આદિત્યનાં રિસેપ્શનમાં હાજર રહેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિતાભ બચ્ચનને પણ નિમંત્રણ મોકલ્યું છે”: સિંગર ઉદિત નારાયણ

Aditya Naryan and his family
  • સિંગર અને ટીવી હોસ્ટ ‘આદિત્ય નારાયણ’ ગર્લફ્રેન્ડ ‘શ્વેતા અગ્રવાલ’ સાથે 1 ડિસેમ્બરએ લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યા છે.
  • 50 થી વધુ લોકો લગ્નમાં ભાગ લેશે નહીં.
  • 1 ડિસેમ્બર 2020નાં રોજ મંદિરમાં લગ્ન થશે અને ત્યારબાદ 2 ડિસેમ્બરએ રિસેપ્શન રાખવામાં આવ્યું છે.

મનોરંજન: આ વર્ષે ઓક્ટોબરમાં આદિત્યએ ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથેના પ્રેમસંબંધોને જાહેર કર્યા હતા. આ પછી બંનેએ તેઓનાં લગ્નનાં નિર્ણય અંગે પણ માહિતી આપી હતી. બંનેની મુલાકાત 2010 માં તેમની પહેલી ફિલ્મ ‘શાપિત’ દરમિયાન થઈ હતી.

સિંગર અને ટીવી હોસ્ટ ‘આદિત્ય નારાયણ’ ગર્લફ્રેન્ડ ‘શ્વેતા અગ્રવાલ’ સાથે લગ્નનાં બંધનમાં બંધાવા જઇ રહ્યા છે. મળતી માહિતી મુજબ, 1 ડિસેમ્બરે બંને મંદિરમા સાત ફેરા ફરશે.

આદિત્ય અને શ્વેતાનો લગ્ન સમારોહ કેવો હશે ?


આદિત્ય નારાયણનાં જણાવ્યા મુજબ, તેમના લગ્નનું ફંક્શન ખૂબ જ સરળ બનશે. કોરોનાને કારણે, 1 ડિસેમ્બરના રોજ ફક્ત ખૂબ જ નજીકના લોકોને લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. 50 થી વધુ લોકો લગ્નમાં ભાગ લેશે નહીં. એક નાનું રિસેપ્શન પણ આપવામાં આવી રહ્યું છે, જેમાં ઘરનાં લોકો, મિત્રો અને સંબંધીઓ હશે.

એક એન્ટરટેન્મેન્ટ પોર્ટલ સાથેની વાતચીત દરમિયાન સિંગર ‘ઉદિત નારાયણ’એ પુત્ર આદિત્ય અને શ્વેતા અગ્રવાલના લગ્ન અંગે કહ્યું કે તેઓના 1 ડિસેમ્બર 2020નાં રોજ મંદિરમાં લગ્ન થશે અને ત્યારબાદ 2 ડિસેમ્બરએ રિસેપ્શન રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, “તે લોકોએ તેમનાં તરફથી તૈયારીઓ અને આમંત્રણમાં કોઈ કસર બાકી રાખવામાં આવી નથી… અમે પ્રધાનમંત્રી ‘નરેન્દ્ર મોદી’ અને ‘અમિતાભ બચ્ચન’ને પણ નિમંત્રણ મોકલ્યું છે.”

Leave a Comment