“કોરોનાની વેક્સિન હવે આગામી એકાદ-બે માહિનામાં બની જશે” -સૌમ્યા સ્વામીનાથ

  • વેક્સિન હવે દૂર નથી
  • માર્ચ-એપ્રિલ સુધીમાં લોકોને મળી જશે વેક્સિન

ઇન્ટરનેશનલ: વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)નાં મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કોવિડ માટેની રસી આગામી એકાદ-બે મહિનામાં તૈયાર થશે. ફેસબુક લાઈવ દ્વારા સ્વામી રામાનંદ તીર્થનાં વ્યાખ્યાન માળામાં બોલતા તેમણે કહ્યું હતું કે, કેટલીક કંપનીઓનાં કોવિડની વેક્સિનનાં પરિક્ષણો અંતિમ તબક્કામાં છે અને આગામી 1-2 મહિનામાં વેક્સિન જો તૈયાર થાય તો આગામી માર્ચ અથવા એપ્રિલ સુધીમાં તે બધા જ નાગરિકોને મળવા લાગશે. તેમણે કોવિડનાં સંક્રમણને રોકવા માસ્ક પહેરવા, યોગ્ય અંતરની જાળવણી જેવા પાયાનાં નિયમોનું પાલન કરવા લોકોને અપીલ કરી હતી.

Related posts

Leave a Comment