કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં આવતીકાલે 71 કરોડનાં ખર્ચે તૈયાર થયેલા બે ફ્લાય ઓવરનું ઇ-લોકાર્પણ કરશે

Amit Shah
  • કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદમાં નિર્માણ પામેલા 71 કરોડ રૂપિયાનાં બે ફ્લાય ઓવરનું આવતીકાલે ઇ-લોકાર્પણ કરશે
  • મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ આ અવસરે ઉપસ્થિત રહેશે

ગુજરાત: નેશનલ હાઇવે 147 પર સરખેજ-ગાંધીનગર-ચિલોડાનાં કુલ 44 કિલોમીટરનાં માર્ગને 4 લેનમાંથી 6 લેનમાં રૂપાંતરિત કરવાનાં તથા આ માર્ગ પર આવતા ચાર રસ્તાઓ પર અગિયાર જેટલા ફ્લાય ઓવર બનાવવાની કામગીરી કેન્દ્ર અને રાજ્ય સરકારનાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

flyover ahmedabad
પ્રતિકાત્મક તસવીર

તદાનુસાર 28 મીટરનો સિંઘુભવન ચાર રસ્તા ફ્લાય ઓવર 25 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે તેમજ સાણંદ જંકસન ફ્લાય ઓવર બ્રિજ પણ 28 મીટરની લંબાઇ સાથે 36 કરોડ રૂપિયાનાં ખર્ચે પૂર્ણ થયો છે.

આ બંને ફ્લાય ઓવરના લોકાર્પણ આવતી કાલે સિંધુભવન ચાર રસ્તા પાસે યોજાશે.

Related posts

Leave a Comment