- ગર્ભવતી હોવા છતાં અનુષ્કા શર્મા યોગ કરી રહી છે
- “યોગ એ મારા જીવનનો સૌથી મોટો ભાગ છે” -અનુષ્કા શર્મા
- પોસ્ટ સોશિયલ મીડિયામાં થઈ રહી છે વાઇરલ
મનોરંજન: ફેમસ કપલ ‘વિરાટ & અનુષ્કા’એ આ વર્ષનાં ઑગસ્ટ મહિનામાં તેઓ માતા-પિતા બનવાના છે, તેની જાણ પોતાના ચાહકોને કરી હતી. અનુષ્કા આ માટે હમણાં ખૂબ ચર્ચામાં છે. અનુષ્કા શર્મા ઘણીવાર પોતાના બેબી બમ્પને ફલાન્ટ કરતી જોવા મળે છે અને આ કપલ હંમેશા પોતાના અવનવા ફોટો તેમજ સેલ્ફી સોશિઅલ મીડિયા અકાઉન્ટસ પર પોસ્ટ કરીને પોતાના ચાહકોનું દિલ જીતે છે. તાજેતરમાં જ અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કર્યો છે. આ ફોટામાં અભિનેત્રી ‘શીર્ષાસન’ કરતી જોવા મળી રહી છે. ગર્ભવતી હોવા છતાં અનુષ્કા શર્મા યોગ કરી રહી છે પણ સાથે પતિ વિરાટ કોહલી આ આસન કરવામાં તેમને મદદ કરી રહ્યા છે.
“યોગ એ મારા જીવનનો સૌથી મોટો ભાગ છે”
આ ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરતા તેની સાથે કૅપ્શનમાં લખ્યું છે કે, “આ એક્સરસાઇઝમાં હાથ નીચે અને પગ ઉપર, આ સૌથી મુશ્કેલ છે. કારણ કે યોગ એ મારા જીવનનો સૌથી મોટો ભાગ છે, તેથી ડૉક્ટર દ્વારા મને સલાહ આપવામાં આવી કે, હું ગર્ભવતી હતી તે પહેલાં જે આસનો કરતી હતી તે બધા આસન કરી શકું છું, પરંતુ હવે યોગ્ય અને જરૂરી સમર્થન સાથે. શીર્ષાસન, જે હું છેલ્લા ઘણા વર્ષોથી કરી રહી છું. મને લાગ્યું કે હું દિવાલના ટેકાથી શીર્ષાસન કરી લઈશ પણ મારા પતિએ પણ મને સંપૂર્ણ ટેકો આપ્યો. જો કે, તે મારા યોગ શિક્ષકની દેખરેખ હેઠળ થયું. જે આ સેશન દરમિયાન વર્ચ્યુઅલી મારી સાથે હતાં. મને ખુશી છે કે હું મારી પ્રેગ્નેન્સીમાં પણ મારી પ્રેક્ટિસ ચાલુ રાખી શકું છું.”
જોકે આ હમણાંનો નહીં પણ જૂનો ફોટો છે, તેમ અનુષ્કાએ પોતાની પોસ્ટમાં #throwback લખીને જણાવ્યું છે. ‘અનુષ્કા શર્મા’નો આ ફોટો બહુ વાઇરલ થઈ રહ્યો છે અને લોકો એના પર કેમેન્ટસ પણ કરી રહ્યાં છે.