ચાલ્યા જતા પ્રસંગની એકાદ ક્ષણ રહે, તોપણ પૂરા પ્રસંગનું વાતાવરણ રહે. – જવાહર બક્ષી

ચાલ્યા જતા પ્રસંગની એકાદ ક્ષણ રહે તોપણ પૂરા પ્રસંગનું વાતાવરણ રહે. જો દ્રષ્ટિ સ્થિર થાશે તો જોઈશ ધરાઈને પણ ત્યાં સુધી એ રૂપ ઉપર આવરણ રહે. મારી ક્ષિતિજ લઈને હું ફરતો રહ્યાં કરું મર્યાદા એની એ રહે ને વિસ્તરણ રહે. મન થાય ત્યારે યાદ નિરાંતે કરું નહીં ? એ શું કે વાતવાતમાં તારું સ્મરણ રહે ! સ્વપ્નાંય બહુ તો ઓગળી ઝાકળ થઈ ગયાં જીવનમા તો પછી ‘ફના’ ક્યાંથી ઝરણ રહે ? – જવાહર બક્ષી