ભરૂચની કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ, મૃતકોના વારસને 4 લાખ રૂપિયાની સહાય

70 બેડની ડેઝિગનેટેડ કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા અનેક દર્દીઓ મોતને ભેટ્યાં 12 દર્દી, 2 સ્ટાફ કર્મી સહિત 15ના મોતનુ પ્રાથમિક અનુમાન ભરૂચ જંબુસર બાયપાસ રોડ પર આવેલી વેલ્ફેર હોસ્પિટલની ડેઝિગનેટેડ કોવિડ હોસ્પિટલમાં ઘણા દિવસથી કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યાં હતા. ત્યારે શુક્રવારની મધ્યરાત્રીએ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં અચાનક આગ લાગતા 12 દર્દી, 2 સ્ટાફ કર્મી સહિત 15ના મોતનુ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હોસ્પિટલમાં આગ લાગી હોવાની વાતની જણ થતાં ભરૂચના પશ્ચિમ વિસ્તારના લોકો હૉસ્પિટલ બહાર દોડી આવ્યાં હતા. આશરે 40 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે ઊભી થઈ ગયેલી અને સ્થાનિક…

ગુજરાતી સુપરસ્ટારે કહ્યું ‘કોઈ પણ ‘પોલિટિકલ એષણા’ વગરની મારી આ પોસ્ટને સમજવાના પ્રયત્નો કરશો તો સારું.’

ગુજરાતી સુપરસ્ટાર હિતેનકુમારે કોરોના સંદર્ભે ગુજરાતમાં ચાલી રહેલ વાતાવરણ અંગે ફેસબુક પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે નિરાશા સાથે જણાવ્યું હતું કે આ જે ચાલી રહ્યું છે એ પરિસ્થિતિ ખરાબ છે અને ઉમેર્યું હતું કે હું ભલે અત્યારે મુંબઇમાં રહેતો હોઉ પરંતુ મારા મૂળિયાં મૂળ ગુજરાત એટલે કે સુરતના છે. સાથે એમને પીડા સાથે એ પણ જણાવ્યું હતું કે “ઘણા એવા ‘સેલિબ્રિટી મિત્રો’ જે આંખ આડા કાન કરી શકતા હશે,પણ મારાથી એ નથી શકતું એ હકીકત છે.” હિતેન કુમારે  ફેસબુક વોલ પર કરેલ પોસ્ટ નમષ્કાર મિત્રો, કોઈ પણ ‘પોલિટિકલ એષણા’…

FHWનો પગાર ૧૮,૯૭૬ અને MPHWનો પગાર ૧૮,૦૪૩? કલેક્ટરને અપાયું આવેદનપત્ર : ગોધરા

ગુજરાત: તારીખ ૧૨ જાન્યુઆરીનાં રોજ ગોધરા કલેકટર કચેરી ખાતે આરોગ્યકર્મીઓએ પગારમાં થતા કાપને અનુલક્ષીને કલેક્ટરને આવેદનપત્રમાં જણાવાયું હતું કે.. “આરોગ્ય વિભાગમાં આઉટસોર્સિગ તરીકે ફરજ બજાવતા ફિમેલ હેલ્થ વર્કર (FHW) તેમજ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) ને સરકાર દ્રારા અપાતો પગાર જે-તે એજન્સીને પુરતો ચુકવવામાં આવતો હોય છે પરંતુ તે પગાર કોન્ટ્રાક કંપની દ્વારા પગાર કાપીને આપવામાં આવે છે.” FHWનો માસીક પગાર રૂ.૧૮,૯૭૬ એજન્સીને મળે છે અને એમને રૂ.૧૦,૦૦૦ અપાય છે.તેમજ MPHW ને રૂ.૧૮,૦૪૩ એજન્સીને મળે તેમાંથી રૂ. ૮,૭૮૮ રૂપીયા અપાય છે. આમ એક FHWનાં કર્મચારી પાછળ રૂ. ૮,૯૪૫ અને MPHWનો રૂ.…

બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટીનાં પ્રથમ કુલપતિ તરીકે ડો.મધુકરભાઇ પાડવીની નિમણૂક

સુરતની એમ.ટી.બી આર્ટસ કોલેજનાં આચાર્ય તરીકે સેવા આપી છે ગુજરાતી તેમજ હિન્દી ભાષામાં અનેક પુસ્તકો પણ લખ્યા છે ગુજરાત: રાજય સરકારનાં આદિવાસી વિકાસ વિભાગ દ્વારા સંચાલિત નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે બિરસા મુંડા યુનિવર્સિટીનાં પ્રથમ કુલપતિ તરીકે એમ.ટી.બી. આર્ટસ કોલેજ, સુરતનાં આચાર્ય ડો.મધુકરભાઇ પાડવીની નિમણૂક કરવામાં આવી છે. ડો.મધુકર પાડવીનો જન્મ.03-03-1961નાં રોજ તાપી જિલ્લાનાં નિઝર અને કુકરમુંડા તાલુકાનાં મેણપુર ખાતે સામાન્ય આદિવાસી પરીવારમાં થયેલ છે. તેઓએ વીર નર્મદ યુનિવર્સિટી, સુરતમાં હિન્દી વિષય સાથે પ્રથમ વર્ગમાં યુનિ. પ્રથમ ક્રમે સ્નાતકની ડિગ્રી મેળવેલ છે. તેઓએ એમ.એ., એમ.ફીલ અને પી.એચ.ડી, સુધીનો અભ્યાસ નર્મદ યુનિવર્સિટી,…

પોલીસે કોરોના ગાઇડલાઇનનાં ભંગ બદલ રાજ્યનાં પૂર્વ મંત્રી કાંતિ ગામિત અને પુત્ર સહિત 18 વ્યક્તિઓની ધરપકડ કરી

રાજ્યનાં સોનગઢ પોલીસે કોરોના ગાઇડલાઇનનાં ભંગ બદલ રાજ્યનાં પૂર્વ મંત્રી કાંતિ ગામિત અને તેમના પુત્ર સહિત 18 વ્યક્તિઓની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ સોનગઢમાં પૂર્વમંત્રી કાંતિભાઇ ગામિતની પૌત્રીની સગાઇનો વિડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. જેમાં કોવિડ ગાઇડલાઇનનો ભંગ થતો હતો. જેથી સોનગઢ પોલીસે એપેડેમિક એક્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને રાજ્યના પૂર્વ મંત્રી કાંતિ ગામિત સહિત 18 વ્યક્તિની ધરપકડ કરી છે.

સુરતની ટ્રાઈસ્ટાર હોસ્પીટલમાં લાગી આગ… ગુજરાતમાં ફરી એક હોસ્પીટલમાં આગ!

સુરત: શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલી ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં આગ ફાટી નીકળી હતી, જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને દર્દીઓ અને ડોક્ટરોમાં નાસભાગ મચી ગઈ હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ત્રણ ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હોસ્પિટલમાં રહેલા દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં આગ લાગી હોવાની જાણ થતાં નજીકમાં પોઈન્ટ પર ફરજ બજાવતા ટીઆરબી જવાન પણ દોડી આવ્યા હતા. આગની જાણ થતાં ફાયર કાફલો પણ પહોંચી ગયો હતો. પ્રથમ ફાયર વિભાગે દર્દીઓનું રેસ્કયૂ હાથ ધર્યું હતું, જેમાં ટીઆરબી જવાન, રાહદારીઓ, નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરોની મદદથી ફાયરના જવાનોએ દર્દીઓને બહાર…

ગુજરાતમાં એક જ દિવસમાં વડોદરા અને સુરેન્દ્રનગમાં અકસ્માત જેમાં 14 લોકો એ જીવ ગુમાવ્યાં..

રાજયમાં એક જ દિવસમાં 2 મોટા અકસ્માત વડોદરા અને સુરેન્દ્રનગરમાં બની ઘટના 14લોકોએ જીવ ગુમાવ્યા ગુજરાત: સામાન્ય રીતે લોકોનાં કાનમાં એક્સિડેંટ શબ્દ શંભળતા જ ચોંકી જાય છે. એમાં પણ રોડ અકસ્માત (એક્સિડેંટ) આપણાં દેશમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. વાત કરીએ આજનાં દિવસની તો આજનાં જ દિવસમાં ગુજરતમાં વડોદરા અને સુરેન્દ્રનગરમાં ભયંકર રોડ એક્સિડેંટ થયા છે જેમાં 14 જેટલા લોકો એ પોતાનો જીવ ગુમાવ્યો છે. વડોદરા એક્સિડેંટ: આજે વહેલી સવારે વડોદરાનાં વાઘોડિયા નજીક એક મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેમ્પો અને ડમ્પર આથડયાં હતા, 10 લોકોના દૂ:ખદ મોત થયા છે.…

છેતરપિંડીનાં કેસ બાદ ભાજપનાં નેતાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો

શર્મા સામે પોલીસ કેસ નોંધાતા આ પગલું ભર્યાની આશંકા સુરત BJPના અગ્રણી શર્મા નિવૃત IT ઓફિસર છે સુરત: ગુજરાતનું સુરત અહીં ભાજપના જિલ્લા પૂર્વ ઉપ પ્રમુખ પી.વી.એસ. શર્મા વિરુદ્ધ છેતરપિંડી અને બનાવટીનો કેસ નોંધવામાં આવ્યો હતો. કેસ રજિસ્ટર થયાનાં બે દિવસ બાદ શર્માએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.  શર્માએ નવસારીમાં તેના મિત્રના ઘરે લટકીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર શર્માના ડ્રાઇવર વેંકટેશે તેને લટકાતા જોયા હતાં, અને તરત જ તેને હોસ્પિટલમાં લઈ ગયો. ડોકટરોના જણાવ્યા પ્રમાણે, શર્મા હાલ જોખમની બહાર છે.