CMએ મુકેશ અંબાણી પાસે કોવિડ હોસ્પિટલ માટેની કરી માંગણી, જામનગરને મળશે કોવિડ હોસ્પિટલ

મુખ્યમંત્રીએ જામનગરમાં 1000 બેડની ક્ષમતા સાથે ઓક્સિજન વ્યવસ્થા ધરાવતી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા અનુરોધ કર્યો. મુકેશ અંબાણીએ ઓક્સિજન સુવિધાઓ સહિતની હોસ્પિટલ બનાવવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધિકારીઓને સૂચનાઓ આપી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સાથે વાતચીત કરીને જામનગરમાં 1000 બેડની ક્ષમતા સાથે ઓક્સિજન વ્યવસ્થા ધરાવતી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા અનુરોધ કર્યો હતો. જેનો ત્વરિત પ્રતિસાદ આપતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સામાજિક ઉત્તરદાયિત્વ રૂપે જામનગરમાં 1000 બેડની ક્ષમતા સાથેની ઓક્સિજન સુવિધાઓ સહિતની હોસ્પિટલ બનાવવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધિકારીઓને સૂચનાઓ પણ આપી છે. મુકેશ અંબાણીએ મુખ્યમંત્રીશ્રીને એમ પણ…

કોવિડ-19 કર્ફ્યુનું ઉલ્લંઘન કરતા લગ્નમાં વિક્ષેપ કર્યા બાદ અગરતાલાનાં અધિકારીએ માફી કેમ માંગી?

પશ્ચિમ ત્રિપુરાના જિલ્લા મેજિસ્ટ્રેટ શૈલેષ કુમાર યાદવે કોવિડ-19ની પરિસ્થિતિને પગલે રાત્રિના કર્ફ્યુનું ઉલ્લંઘન કરી રહેલા અગરતલા શહેરમાં એક લગ્ન સમારોહમાં વિક્ષેપ પાડતા વીડિયો બાદ માફી માંગી છે. આ ઘટના સોમવારે રાત્રે 11 વાગ્યા પછી અગરતલાના એક વેડિંગ હોલમાં બની હતી, જ્યારે લગ્નનું કાર્ય હજી ચાલુ હતું, જે રાત્રે 10 થી 5 વાગ્યા ની વચ્ચે નાઇટ કર્ફ્યુનું ઉલ્લંઘન કરી રહ્યું હતું. શું હતી ઘટના ? વાયરલ થયેલા વીડિયોમાં જિલ્લા મેજિસ્ટ્રેટ શૈલેષ કુમાર યાદવે મેરેજ હોલમાં દરોડા પાડતા અને કોવિડના નિયમોનું ઉલ્લંઘન કરી રહેલા લગ્નમાં હાજર તમામને બહાર કાઢ્યા હતા. જ્યારે લગ્ન…

પેટભેર સુવાથી ફેફસાંમાં ઑક્સીજન ઝડપથી મળે છે! જાણો શું છે પ્રોનિંગ ?

કોવિડ-19ના હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓ માટે પ્રોનિંગ ખુબ જ ફાયદાકારક છે. દર્દીને જ્યારે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે અને SpO2 લેવલ 94  થી નીચે જાય માત્ર ત્યારે જ પ્રોનિંગ જરૂરી હોય છે. કોવિડ-19 ની મહામારીમાં દર્દીના પ્રાણ બચાવવા સૌથી વધુ જરૂર પ્રાણવાયુ (O2)ની છે. આ મહામારી સામે આજે આખો દેશ ટીમ ઇન્ડિયા બનીને લડત આપી રહ્યો છે ત્યારે કોવિડ-19ની સેલ્ફ-કૅરમાં અતિ ઉપયોગી એવી પ્રોનિંગ પ્રક્રિયા વિશે વિસ્તૃત જાણકારી આજની ઘડીની તાતી જરૂરિયાત બની છે. જે માટે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રોનિંગ ટેકનીક રજૂ કરવામાં આવી છે.…