દ્વારકા-જામનગર હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત 4 લોકોનું દુ:ખદ મોત

dwarka accident
  • દ્વારકા-જામનગર હાઇવે નજીક ધ્રેવાડ ગામ પાસે કાર અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત
  • અકસ્માતમાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત

ગુજરાત: ઘટનાની મળતી માહિતી અનુસાર જામનગર દ્વારકા હાઇવે ઉપર આજે ધ્રેવાડ ગામ નજીક એક મોટર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દ્વારકાથી દર્શન કરી પરત ફરી રહેલા ત્રણ પુરૂષ અને એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું.

dwarka-jamnagar acciednet

આ ઘટનાની જાણ ધ્રેવાડ ગામનાં લોકોને થતાં ગ્રામજનો એકઠા થઇ ગયા હતા. ગ્રામજનો દ્વારા આ ઘટનાની પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.અને હાઇવે પરથી ટ્રાફિક દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

Leave a Comment