‘વરૂણ ધવન’ અને ‘રણવીર સિંહ’ સાથેની ફિલ્મોમાં ઓછો સ્ક્રીન ટાઇમ મળવા પર સારા અલી ખાન: “આવી તુલના કરવા માટેની તમારી સ્થિતિ(ઔકાત) નથી હોતી.”

  • ‘સારા અલી ખાન’ નિર્માતા ‘ડેવિડ ધવન’ની કૉમેડી ફિલ્મ ‘Coolie No 1’ માં ‘વરુણ ધવન’ સાથે દર્શકોને જોવા મળશે
  • “હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મારા સહ-કલાકારો સાથે ‘સ્પર્ધા’ કરવા માટે નથી.”: સારા અલી ખાન
  • “તમે ફક્ત આભારી છો કે, રોહિત શેટ્ટી, ડેવિડ સર, રણવીર અને વરૂણ જેવા લોકો તમારી સાથે કામ કરી રહ્યા છે.”: સારા અલી ખાન

મનોરંજન: અભિનેતા ‘સૈફ અલી ખાન’ અને ‘અમૃતા સિંહ’ની પુત્રી ‘સારા અલી ખાન’ એ 2018માં ‘અભિષેક કપૂર’ દ્વારા દિગ્દર્શિત કરવામાં આવેલી ફિલ્મ ‘કેદારનાથ’ થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તરત જ ‘રોહિત શેટ્ટી’ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી બિગ-બજેટ ફિલ્મ ‘સિમ્બા’ માં પણ તે ‘રણવીર સિંહ’ સાથે જોવા મળી હતી. સારા છેલ્લે ‘ઈમ્તિયાઝ અલી’ની રોમેન્ટિક-ડ્રામા ફિલ્મ ‘લવ આજ કાલ 2’ માં જોવા મળી હતી અને હવે તે નિર્માતા ‘ડેવિડ ધવન’ની કૉમેડી ફિલ્મ ‘Coolie No 1’ માં ‘વરુણ ધવન’ સાથે દર્શકોને જોવા મળશે.

Sara Khan & VArun Dhawan

“હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મારા સહ-કલાકારો સાથે ‘સ્પર્ધા’ કરવા માટે નથી.”:  સારા અલી ખાન
સારા અલી ખાનનું કહેવું છે કે,

“ફિલ્મમાં સ્ક્રીન ટાઈમ વધારે હોવા કરતા, એક સારી વાર્તા(Good Story) નો ભાગ બનવું એ મારા માટે મહત્વપૂર્ણ છે. હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મારા સહ-કલાકારો સાથે ‘સ્પર્ધા’ કરવા માટે નથી.”

“સ્ક્રીનનો સમય કેટલો છે તે ફરક પડતો નથી, કારણ કે આ લોકો તમને ઘણું શીખવે છે અને પ્રેરણા આપે છે.”: સારા અલી ખાન

સારા અલી ખાને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “જ્યારે તમે રણવીર અને વરૂણ જેવા લોકો સાથે કામ કરો છો, ત્યારે આવી તુલના કરવા માટેની તમારી સ્થિતિ(ઔકાત) નથી હોતી. તમે ફક્ત આભારી છો કે, રોહિત શેટ્ટી, ડેવિડ સર, રણવીર અને વરૂણ જેવા લોકો તમારી સાથે કામ કરી રહ્યા છે.તેથી, હું આ વસ્તુઓની તુલના કરવા માંગતી નથી. સ્ક્રીનનો સમય કેટલો છે તેનાથી ફરક નથી પડતો, કારણ કે આ લોકો તમને ઘણું શીખવે છે અને પ્રેરણા આપે છે. તમે એક સારી વાર્તા(story)નો ભાગ છો અને દર્શકોનું મનોરંજન કરી રહ્યા છો, તે મહત્વનું છે તેથી, ફિલ્મમાં જૉક કોણે કહ્યો અને કોને વધારે સમય મળ્યો તેવી લડાઈમાં મારે સામેલ થવું નથી.”

1995માં આવેલ, ‘ગોવિંદા અને કરિશ્મા કપૂર અભિનિત’ સુપરહિટ ફિલ્મ ‘Coolie No 1’ નામનું અનુકૂલન કરતી આ ફિલ્મ 25, ડિસેમ્બરે ‘એમેઝોન પ્રાઇમ વિડિઓ’ પર રીલિઝ થવાની છે.

Related posts

Leave a Comment