“રાજુ શ્રીવાસ્તવએ ડ્રગ્સ કેસમાં ભારતી વિરુદ્ધ બોલીને બધા સાથે સબંધો ખરાબ કરી લીધા છે”: કૃષ્ણા અભિષેક

  • પ્રખ્યાત કૉમેડીયન ‘ભારતી સિંહ’ અને તેમના પતિ ‘હર્ષ લીંબાચીયા’નાં ઘરે 21, નવેમ્બરનાં રોજ NCB દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં
  • આ બધું કરવાની જરૂર શું છે? એવું નથી કે ડ્રગ્સ લેવાથી તમે સારા કોમેડિયન બનશો અથવા તે તમને ઉર્જા આપશે. હું ખુબ ઉદાસ છું.”: રાજુ શ્રીવાસ્તવ
  • કૃષ્ણા અભિષેક’ મિત્ર ‘ભારતી સિંહ’નાં સપોર્ટમાં ઊભા રહ્યાં છે

મનોરંજન: પ્રખ્યાત કૉમેડીયન ‘ભારતી સિંહ’ અને તેમના પતિ ‘હર્ષ લીંબાચીયા’નાં ઘરે 21, નવેમ્બરનાં રોજ NCB(Narcotics control Bureau) દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં અને આ તપાસમાં NCBને તેમના ઘરમાંથી 86.5 ગ્રામ ‘માદક દ્રવ્ય’ પણ મળી આવ્યું હતું. ત્યારબાદ બંનેની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે બંને પતિ-પત્નીને 14 દિવસની ન્યાયિક કસ્ટડી માટે મોકલ્યા છે. ત્યારબાદથી આ બંનેનાં જાણીતા-નજીકનાં લોકો સતત આ અંગે પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે. ભારતી સિંહની સાથે તાજેતરમાં ‘ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ શોમાં ભાગ લેનારા હાસ્ય કલાકાર ‘રાજુ શ્રીવાસ્તવ’ એ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે.

‘રાજુ શ્રીવાસ્તવ’ દ્વારા આપવામાં આવેલ પ્રતિસાદ:


‘રાજુ શ્રીવાસ્તવે’ એક ટેલિવિઝન શોમાં તેનો પ્રતિસાદ આપ્યો છે. તેમણે પણ આ મામલે દુ:ખ વ્યક્ત કર્યું છે. રાજુ શ્રીવાસ્તવે કહ્યું, “શું ભારતી અથવા તેનો પતિ હર્ષ આવું કંઈ કરી શકે છે? મારું હૃદય તે સ્વીકારવા તૈયાર નથી. આ શું છે? લોકો તમને ખૂબ પ્રેમ કરે છે, લાખો લોકો તમને પોતાનાં આઇડલ માને છે, તેમનાં ફોટા તેમનાં મોબાઈલમાં લગાવે છે, ફોટા તેમનાં ઘરે લગાવે છે. આ બધું કરવાની જરૂર શું છે? એવું નથી કે ડ્રગ્સ લેવાથી તમે સારા કોમેડિયન બનશો અથવા તે તમને ઉર્જા આપશે. હું ખુબ ઉદાસ છું.”

‘રાજુ શ્રીવાસ્તવ’ના પ્રતિસાદ પર ‘કૃષ્ણા અભિષેક’ની પ્રતિક્રિયા:


‘કૃષ્ણા અભિષેક’ મિત્ર ‘ભારતી સિંહ’નાં સપોર્ટમાં ઊભા રહ્યાં છે. પ્રખ્યાત હાસ્ય કલાકાર ‘રાજુ શ્રીવાસ્તવે’ ભારતી પર ટિપ્પણી કરી હતી, તેના પર વાત કરતાં કૃષ્ણાએ કહ્યું, “રાજુ શ્રીવાસ્તવે ઘણો બકવાસ કર્યો છે. તેણે કહ્યું તે બધું ખૂબ જ આઘાતજનક હતું. રાજુએ ભારતી વિરુદ્ધ બોલીને બધા સાથે સબંધો ખરાબ કરી લીધા છે. તેમની આ ટિપ્પણી બદલ અમારી આખી ટીમ તેમનાથી ગુસ્સે છે.”

 

Leave a Comment