તો આપણે કવિયિત્રીવિશ્વનાં પહેલાં અંકમાં ભારતની અલગ- અલગ કવયિત્રીઓની કવિતાઓનો આસ્વાદ માણ્યો. બીજા અંકમાં અલગ-અલગ દેશની કવયિત્રીઓની કવિતાઓનો આસ્વાદ માણ્યો. હવે ત્રીજા અને છેલ્લાં આ અંકમાં એને જ આગળ વધારીએ. ઉરુગ્વેની કવયિત્રી ડેલમિરા અગુસ્તીની લખે છે: વિરલ અંધકાર બનાવે મારા વિશ્વને અંધારિયું, તારક સમો આત્મા જેની સાથે ચડું ઊંચે, પડે નીચે; આપો મને તમારો પ્રકાશ આપો! વિશ્વને છુપાવી દો મારાથી! (અનુ: શશી મહેતા) એલિઝાબેથ રીડેલ નામની ઓસ્ટ્રેલિયન કવયિત્રી કહે છે: મને ક્યારેક એવું લાગે છે કે મારું હૃદય સૂઝી ગયું છે લોહી વહે છે તારા નામના લાવણ્યહીન અક્ષરો તરફ એ…
Day: July 13, 2021
મુસ્લિમ યુવક સાથે હિંદુ યુવતીના લગ્નની કંકોત્રી થઈ વાઇરલ
સમાજના બીજાના લોકોએ લવ જેહાદ બતાવ્યું લગ્ન લોકલ કોર્ટમાં પહેલા જ થઈ ચૂક્યા હતા નેશનલ: મહારાષ્ટ્રના નાસિકમાં એક હિંદુ યુવતી અને એક મુસ્લિમ યુવક પોતાની મરજીથી લગ્ન કરવા માંગતા હતા. જેના માટે બન્ને પરિવારોની અનુમતિ પણ સામેલ હતી. પણ બે પ્રેમીઓની આ પ્રેમ કહાણીમાં વિઘ્ન ત્યારે પડ્યો જ્યારે આસપાસના અને સમાજના લોકોને આ સંબંધ ન ગમ્યો. લગ્નની કંકોત્રી વાઇરલ થતાં જ આસપાસના લોકો તેને લવ જેહાદ ગણાવી તેનો વિરોધ કરવા લાગ્યા. જેના કારણે યુવતીના પરિવારને આ લગ્નનો કાર્યક્રમ રોકવો પડ્યો. સમાજના દબાણ હેઠળ આ લગ્નના પ્રોગ્રામને સ્થગિત કરવામાં આવ્યો હોય…
હળવદમાં આવેલ કૃષ્ણનગર રામદેવપીર મંદિર ખાતે અષાઢી બીજના દિવસે ઉકળતા દૂધની ધરાઈ ડેગ..
અષાઢી બીજના દિવસે પૂરી અને અમદાવાદમાં નગરના નાથ જગન્નાથજીની રથયાત્રા નિકળે છે તો એજ દિવસે કચ્છીઓનું નવું વર્ષ પણ શરૂ થતું હોય છે. ગુજરાત: મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલ રામદેવપીર મંદિર ઘણું પ્રખ્યાત છે. લોકવાયકાઓ મુજબ રામદેવપીરના અનેક પરચાઓની કથાઓ પ્રચલિત છે. શૂન્યમાંથી સર્જન કરતા હળવદના રામદેવપીર યુવક મંડળ દ્વારા અષાઢી બીજ નિમિત્તે ઉકળતા દુધની 251 કિલોની ડેગ પ્રસાદી કરવામાં આવે છે. આશરે 30 વર્ષ પહેલાં 50 મિત્રો સાથે મળીને રામદેવપીર યુવક મંડળ બનાવવામાં આવ્યું, ત્યારબાદ 1999માં કૃષ્ણનગરમાં રામદેવપીર મંદિરની સ્થાપના કરવામાં આવી. આજે હજારોની સંખ્યામાં રામદેવપીર મંદિરના દર્શનાર્થીઓ દર્શનનો…