યુરોપિયન યુનિયનનાં નવ દેશોએ ભારતની કોવિશિલ્ડ રસી લીધેલા પ્રવાસીઓને આપી લીલી ઝંડી

ઇન્ટરનેશનલ: કોવિશિલ્ડ અને કોવાક્સિન રસી લેનારા ભારતીયોને યુરોપમાં પ્રવાસ કરવા દેવામાં આવે તેવી ભારત સરકારની વિનંતીને પગલે યુરોપના નવ દેશોએ કોવિશિલ્ડ રસી લેનારાઓને તેમના દેશમાં પ્રવાસ કરવાની પરવાનગી આપી છે. ઓસ્ટ્રિયા, જર્મની, સ્લોવેનિયા, ગ્રીસ, આઇસલેન્ડ, આર્યલેન્ડ અને સ્પેને કોવિશિલ્ડ રસી લેનારાઓને તેમના દેશમાં પ્રવાસ કરવાની છૂટ આપી છે. શેંઝેન સ્ટેટ તરીકે સ્વિત્ઝરલેન્ડ પણ કોવિશિલ્ડ રસીન માન્યતા આપી છે. ઇસ્ટોનિયાએ તો ભારત સરકારે મંજૂરી આપેલી તમામ રસીઆ લેનારાઓેને પ્રવાસ કરવાની માન્યતા આપી છે. યુરોપિયન યુનિયનના ડિજિટલ કોવિડ સર્ટિફિકેટ અથવા ગ્રીન પાસ ધરાવનારાઓ હવે કોરોના મહામારી દરમ્યાન યુરાપમાં મુક્ત અવરજવર કરી શકશે.…

રાક્ષસી શૂઝ, માણસના લોહીથી બનેલા શૂઝના વિવાદો બાદ સમાધાન માટે તૈયાર નાઈકી

ઇન્ટરનેશનલ: યુએસ કંપની નાઇકી દ્વારા રાક્ષસી શુઝ તૈયાર કરવા માટે મુકદ્દમો દાખલ કર્યા બાદ બ્રુકલિનની ફૂટવેર કંપની એમએસસીએચએફએ સમાધાન કરવાનો નિર્ણય લીધો છે. શુક્રવારે જારી કરેલા ઇમેઇલમાં, કંપનીએ રાક્ષસી શુઝ અથવા તેના અગાઉ લોન્ચ કરેલા જીસસ શૂઝ ખરીદનારા ગ્રાહકોને સંપૂર્ણ રિટેલ કિંમત અને શિપિંગ ખર્ચ પાછા આપવાની ઓફર કરી હતી. એમએસસીએચએફે શુક્રવારે કહ્યું, “અમે કેસનું સમાધાન કરવા સંમત છીએ.” એક સમાધાન તરીકે, નાઇકી અમને રાક્ષસી શુઝને બજારમાં ફરતા ચલણમાંથી દૂર કરવા કહ્યું અને અમે તેના માટે સંમત થયા. નોંધપાત્ર રીતે, એમએસસીએચએફ દ્વારા ઉત્પાદિત રાક્ષસી શૂઝ ગયા મહિનાના અંતમાં એટલે કે…

હ્યુન્ડાઇએ IONIQ 5 ઇલેક્ટ્રિક કાર કરી લોન્ચ, એક જ વખત ચાર્જ કરવા પર ચાલશે 430 કિલોમીટર

ટેકનોલોજી: IONIQ 5 બે વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. એક જે 72.6 kilowatt-hour (kWh)ની બેટરી અને બીજી જે 58 kilowatt-hour (kWh)ની બેટરી સાથેનું સ્ટાન્ડર્ડ મોડેલ મળશે. કંપનીનાં જણાવ્યું અનુસાર, The long-range version એક જ ચાર્જ પર 430 કિમી સુધીની મુસાફરી કરી શકે છે અને 18 મિનિટની અંદર બેટરીને 80 ટકા ચાર્જ કરી શકાશે. દક્ષિણ કોરિયન ઓટો જાયન્ટ હ્યુન્ડાઇ મોટરએ મંગળવારે તેના પોતાના ઇલેક્ટ્રિક વાહન (ઇ.વી.) પ્લેટફોર્મનું પ્રથમ મોડેલ IONIQ 5 નું લોન્ચ કર્યું, હવે આ કંપની ભવિષ્યની ટેક્નોલોજી ઉપર કામ કરી રહી છે. હ્યુન્ડાઇએ કહ્યું કે તે આવતા મહિને યુરોપમાં, બીજા ક્વાર્ટરમાં…

ફિલ્મ જેમ્સ બોન્ડ અને હેરી પોર્ટર ફિલ્મમાં વીઝર્ડ એલ્ડરેડ વોપલેનું કિરદાર નિભાવનાર પોલ રીટરનું નિધન

મનોરંજન: હોલીવુડમાં જાણીતા ફિલ્મ જેમ્સ બોન્ડ અને હેરી પોર્ટર ફિલ્મમાં વીઝર્ડ એલ્ડરેડ વોપલેનું કિરદાર નિભાવનાર પોલ રીટરનું નિધન થયું છે. 54 વર્ષની ઉંમરે સોમવારે પોલે અંતિમ શ્વાસ લીધા છે. પોલના નિધનથી હોલીવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. તેઓ છેલ્લા અમુક વર્ષોથી બ્રેન ટ્યુમરથી પીડાતા હતા. તેમને કોરમ બોય પ્લે માટે વર્ષ 2006માં ઓલિવર એવોર્ડ માટે નોમીનેશન મળ્યું હતું.

LGએ મોબાઈલ ઇન્ડસ્ટ્રીમાંથી લીધી EXIT

ભારે ખોટનાં કારણે લેવાયો નિર્ણય દુનિયાભરમાં હવે નહીં મળે LGનાં સ્માર્ટ ફોન ટેકનોલોજી: દક્ષિણ કોરિયાનાં LG ઇલેક્ટ્રોનિક્સએ સોમવારે જણાવ્યું હતું કે તે તેના ખોટ કરતાં મોબાઇલ સેગમેન્ટને બંધ કરવા જય રહ્યું છે. આ એક એવું પગલું જેથી તે બજારમાંથી સંપૂર્ણપણે ખસી જવા વાળી પ્રથમ સ્માર્ટફોન બ્રાન્ડ બનાવવાની તૈયારીમાં છે. તેનાં આ નિર્ણયથી તે ઉત્તર અમેરિકામાં પોતાનો 10 ટકા માર્કેટ શેર ગુમાવશે, જ્યાં તે નંબર 3 સ્માર્ટફોન બ્રાન્ડ છે, એલજી સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રી છેલ્લા 6 વર્ષથી સતત ખોટ કરી હતી તેને આ છેલ્લા વર્ષોમાં અંદાજે 4.5 billion ડોલર (આશરે રૂ. 33,010 કરોડ)ની…

આતંકવાદની સમસ્યાનો કોઈ ઉકેલ નથી?

ભારતે અત્યાર સુધી લગભગ 34 દેશો સાથે આતંકવાદી પ્રવૃત્તિ અટકાવવા અંતર્ગત કાનૂની સંધી કરી છે. તાજેતરમાં જ ત્રણ-ચાર દિવસ પહેલાં જ શ્રીનગરમાં આંતકીઓએ નિઃશસ્ત્ર પોલીસ જવાનો પર હુમલો કર્યો અને તેમાં બે પોલીસ જવાનો શહીદ થયાં. અને જે જગ્યા પર હુમલો થયો તે જગ્યા હાઈ સિક્યુરિટી એરપોર્ટ રોડ પર આવેલી છે. ભારે સુરક્ષા વ્યવસ્થા, અગણિત સૈન્ય અભિયાનો દ્વારા આંતિકીઓનો ખાત્મો બલાવવાની ધરખમ કોશિશ બાદ ય આતંકી હુમલાની ઘટનાઓ બનતી જ રહે છે. આતંકવાદ એટલે મોટા ભાગે નિર્દોષ, નિઃશસ્ત્ર અને સરકાર વિરુદ્ધ આયોજનબદ્ધ રીતે ડર ફેલાવવા માટે પોતાનાં રાજકીય, સૈદ્ધાન્તિક અથવા…

“MAN VS WILD” ઇન સાસણ ગીર, ગ્રીલ્સ સાથે દેખાશે અમિતાભ બચ્ચન

ડિસ્કવરી ચેનલનાં પ્રખ્યાત શો ‘MAN VS WILD’નાં હોસ્ટ બેર ગ્રીલ્સ ફરી એકવાર ભારતનાં જંગલોમાં ટ્રેકિંગ કરતા જોવા મળી શકે તેમ છે. આ વખતે, તેમનું સ્થાન એશિયાઇ સિંહો માટે જાણીતા ગુજરાતનું ગીર જંગલ હોઈ શકે છે. ખાસ વાત એ છે કે અમિતાભ બચ્ચન આ એપિસોડમાં ગ્રીલ્સ સાથે જોવા મળી શકે છે. ભારતમાં ગ્રીલ્સે અત્યારસુધીનાં ત્રણ એપિસોડ ટાઈગર રિઝર્વમાં શૂટ કર્યા છે. અને જેમાં તેની સાથે પીએમ નરેન્દ્ર મોદી, રજનીકાંત અને અક્ષય કુમાર નજરે પડ્યા હતા. અને ચોથો એપિસોડ ગીરમાં અમિતાભ બચ્ચન સાથે પૂર્ણ થાય તેવી શક્યતાઓ છે. ગ્રીલ્સનો આ શો વિશ્વભરમાં…

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ સ્પર્ધામાં ભારત ડબલ્સની પ્રથમ મેચ હારી જતા સ્પર્ધામાંથી બહાર

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ સ્પર્ધામાં ભારતનાં દ્વિજ શરણ અને અંકિતા રૈના તેમનાં સાથીદારો સાથે ડબલ્સની પ્રથમ મેચોમાં હારી જતા તેઓ સ્પર્ધામાંથી બહાર થયા છે. આજે સવારે રમાયેલી ડબલ્સની પ્રથમ રાઉન્ડની મેચમાં દ્વિજ શરણ અને આઈ. ઝેલેનાયની જોડીનો કે. કાવીઝ અને હન્ફમાનની જોડી સામે સીધા બે સેટોમાં પરાજ્ય થયો હતો. એવી જ રીતે મહિલાની ડબલ્સની મેચમાં અંકિતા રૈના તેમની સાથી એમ. બુઝનેરસ્કુની જોડી વૂલકોક અને ગડેસ્કીની જોડી સામે 6-3, 6-0થી હારી જતા સ્પર્ધામાંથી બહાર થઈ છે. ગઈકાલે ભારતનાં રોહન બોપન્ના અને બેન મેકલાચલાનની જોડી હારી જતા સ્પર્ધમાંથી બહાર થઈ છે.

ભારતને સંયુક્ત રાષ્ટ્ર સંઘની સુરક્ષા પરિષદમાં સ્થાયી/કાયમી સભ્ય પદ મળવું જોઈએ?

ઓપન વિન્ડો: યુરોપિયન રાષ્ટ્રોની સ્વાર્થી નીતિને લીધે થયેલાં વિશ્વ યુદ્ધોએ માનવતાથી લઈને સામાજિક-રાજકીય સુરક્ષાનો છેદ ઉડાડી દીધો. પરિણામે દ્વિતીય વિશ્વયુધ્ધ બાદ સામૂહિક સુરક્ષાની જરૂરિયાત અનુભવાયી. જેનાં પરિણામે વર્ષ,૧૯૪૫માં સંયુક્ત રાષ્ટ્ર સંઘનું નિર્માણ થયું અને તેનાં એક પ્રમુખ અંગ તરીકે સંયુક્ત રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (UNSC)ની સ્થાપના કરવામાં આવી. સંયુક્ત રાષ્ટ્રસંઘનું કાર્યાલય અને તેનાં કર્મચારીઓનાં નિવાસસ્થાન અમેરિકાની આર્થિક રાજધાની ગણાતાં ન્યુયોર્ક શહેરમાં આવેલા છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘનું બંધારણ ઘડાયું ત્યારે અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીન આ પાંચ દેશો સુરક્ષા પરિષદનાં કાયમી સભાસદો બન્યાં. જ્યારે જર્મની, ઈટલી કે જાપાન દુશ્મન દેશો હોવાથી…

UKનાં વડાપ્રધાન, ગણતંત્ર દિવસે ભારતનાં મુખ્ય મહેમાન બનશે

પ્રજાસતાક દિવસ નિમિતે યોજાનાર કાર્યક્રમના મુખ્ય અતિથિ બોરિસ જોનસન હશે બ્રિટનનાં વિદેશ મંત્રી ડોમિનિક રાબે મંત્રી એસ જયશંકર સાથે મંગળવારે વાતચીતમાં આ માહિતી આપી નેશનલ: બ્રિટનનાં પ્રધાનમંત્રી બોરિસ જોનસન આ વર્ષે પ્રજાસતાક દિવસ નિમિતે યોજાનાર કાર્યક્રમના મુખ્ય અતિથિ હશે. તેમણે આ માટે ભારતના આમંત્રણનો સ્વીકાર કર્યો છે. બ્રિટનનાં વિદેશ મંત્રી ડોમિનિક રાબે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મંગળવારે પ્રતિનિધિ સ્તરની વાતચીતમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે મને ખુશી છે કે ભારત તરફથી ગણતંત્ર દિવસ સમારોહમાં ભાગ લેવા મોકલવામાં આવેલા આમંત્રણને PM જોનસનને સ્વીકાર્યું છે. આ અમારા માટે…