ફિલ્મ ‘તમાશા’નાં પાંચ વર્ષ: એકટ્રેસ ‘દીપિકા પાદુકોણ’ એ ‘રણબીર કપૂર’ સાથે શૂટિંગ દરમિયાનનાં ફોટો શેર કર્યા

Ranbir Deepika Tamasha
  • ફિલ્મ ‘તમાશા’નાં 5 વર્ષ પૂરા થતાં ફિલ્મની મુખ્ય અભિનેત્રી દીપિકા પાદુકોણે પોતાનાં અને રણબીરનાં પિક્ચર્સ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કર્યા
  • દીપિકા અને રણબીરની જોડી ઓનસ્ક્રીન સુપરહિટ રહી છે
  • દીપિકાએ આ પોસ્ટ માટે #5YEARSOFTAMASHA, #5YEARSOFTARA અને #RANBIRKAPOOR જેવા હેશટૅગ્સનો ઉપયોગ કર્યો છે.

મનોરંજન: આજકાલ બોલિવૂડમાં બનેલી ફિલ્મોનાં એક-બે કે તેથી વધુ વર્ષ પૂર્ણ થતા, તેની ઉજવણીનાં ભાગરૂપે કલાકારો દ્વારા તે ફિલ્મનાં ફોટો કૅપ્શન સાથે પોતાનાં સોશિઅલ મીડિયા અકાઉન્ટસ પર મુકવાનો ટ્રેન્ડ બની ગયો છે. તેમજ ફિલ્મ ‘તમાશા’નાં 5 વર્ષ પૂરા થતાં ફિલ્મની મુખ્ય અભિનેત્રી દીપિકા પાદુકોણએ તે ફિલ્મનાં શૂટિંગ દરમિયાનનાં સહ-અભિનેતા રણબીર કપૂર સાથેનાં ફોટો પોતાનાં ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યા છે.

બોલિવૂડમાં કેટલીય ઓનસ્ક્રીન જોડી ફેમસ છે. જેમાંથી દીપિકા અને રણબીરની જોડી ચાહકોમાં પ્રિય ઓનસ્ક્રીન કપલ્સમાંથી એક છે. આ જોડીએ ‘યે જવાની હે દીવાની’ ‘બચના એ હસીનો’ અને ‘તમાશા’ જેવી ફિલ્મોમાં સાથે કામ કરીને અને પોતાની એકટિંગથી ફિલ્મોને સુપરહિટ બનાવી દીધી હતી.

દીપિકા પાદુકોણ તેની ફિલ્મ ‘તમાશા’નાં પાંચ વર્ષનું સેલિબ્રેશન કરી રહી છે. તેનું ડાઇરેક્શન ઈમ્તિયાઝ અલીએ કર્યું હતું. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ રણબીર કપૂરે ભજવી હતી. જ્યારે તેણે તારાની ભૂમિકા ભજવી હતી. ત્યારે રણબીરે ફિલ્મમાં વેદની ભૂમિકા ભજવી હતી. તેનું શૂટિંગ કોર્સિકા, સિમલા, દિલ્હી, ગુડગાંવ, કોલકાતા અને ટોક્યો સહિત અનેક સ્થળોએ થયું હતું. ફિલ્મે ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર મધ્યમ પ્રકારનાં પ્રતીભાવ સાથે લગભગ 67 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

દીપિકા પાદુકોણે ફિલ્મ ‘તમાશા’નાં બી.ટી.એસ(Behind The Scene) ફોટા શેર કર્યા:


‘ઈમ્તિયાઝ અલી’ દ્વારા દિગ્દર્શિત કરેલ આ ફિલ્મે 5 વર્ષ પૂર્ણ કર્યા છે. આ વિશેષ પ્રસંગે દીપિકા પાદુકોણે આ ફિલ્મની શૂટિંગ સાથે જોડાયેલ, કેટલાક પહેલાં કોઈએ ના જોયેલા ફોટો પોતાનાં ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. જેમાં પહેલા ફોટામાં દીપિકા, રણબીર સાથે સીન શૂટ કરતી જોવા મળી રહી છે અને એક વ્યક્તિ સામે માઇક લઈને ઉભેલો જોવા મળે છે. બીજા ફોટામાં ફક્ત દીપિકા જ દેખાઈ રહી છે જેમાં તે દિવાલ સાથે આંખો બંધ કરીને ઉભેલી છે અને દીપિકાથી આગળની બાજુએ ક્લેપિંગબોર્ડ છે. તેમજ આ ફોટામાં તે થાકેલી હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લે દીપિકાએ તે દ્રશ્યનો ફોટો શેર કર્યો છે, જેમાં તે જોકર અને રણબીર કપૂર રોબોટ્ બનીને દર્શકો માટે તમાશો કરતા નજરે પડે છે. આ ફોટાઓ શેર કરતી વખતે દીપિકાએ કૅપ્શનમાં કંઇ લખ્યું નથી. પરંતુ તેમણે #5YEARSOFTAMASHA, #5YEARSOFTARA અને #RANBIRKAPOOR જેવા હેશટૅગ્સનો ઉપયોગ કર્યો છે અને તેની સાથે ફિલ્મ નિર્માતા ‘ઈમ્તિયાઝ અલી’ને પણ દીપિકાએ ટેગ કર્યા છે.

Leave a Comment