ટેલિવિઝન અભિનેત્રીએ કાસ્ટીંગ ડાયરેક્ટર ‘આયુષ તિવારી’ પર મુક્યો બળાત્કારનો આરોપ

  • પોલીસ દ્વારા આયુષ તિવારી વિરુદ્ધ આઈ.પી.સી. ધારા 376નાં આધારે કેસ નોંધવામાં આવ્યો છે
  • આયુષ તિવારીએ લગ્ન કરવાનું વચન આપીને તેની ઉપર ઘણી વખત બળાત્કાર ગુજાર્યો હતો
  • અભિનેત્રીએ એમ પણ કહ્યું છે કે, આરોપી તેને માર મારતો હતો

મનોરંજન: ટીવી અને વેબસીરીઝની એક અભિનેત્રીએ બોલિવૂડનાં એક કાસ્ટીંગ ડાયરેક્ટર પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. અભિનેત્રીએ મુંબઈનાં વર્સોવા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં કાસ્ટિંગ ડાયરેક્ટર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી અને ન તો હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી છે. પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી છેલ્લા કેટલાક દિવસોથી તેને અશ્લીલ વીડિયો મોકલીને હેરાન કરી રહ્યો છે. પોલીસ દ્વારા આયુષ તિવારી વિરુદ્ધ આઈ.પી.સી. ધારા 376નાં આધારે કેસ નોંધવામાં આવ્યો છે.

લગ્ન કરવાનું વચન આપીને, આરોપીએ બળાત્કાર કર્યો:


અભિનેત્રી છેલ્લા બે વર્ષથી આરોપીને ઓળખતી હતી.
વર્સોવા પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરીને અભિનેત્રીનું નિવેદન નોંધ્યું છે. પોલીસે આયુષને આવતા અઠવાડિયે પૂછપરછ માટે બોલાવ્યો છે. અભિનેત્રીએ આરોપ લગાવ્યો છે કે, આયુષ તિવારીએ લગ્ન કરવાનું વચન આપીને તેની ઉપર ઘણી વખત બળાત્કાર ગુજાર્યો હતો. આ અભિનેત્રીને આયુષ તિવારીએ એક વેબ સિરીઝ માટે કાસ્ટ કરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે,પીડિતા છેલ્લા બે વર્ષથી આરોપીને ઓળખતી હતી.

પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, “આયુષ તેને અશ્લીલ વીડિયો બતાવીને તેની પર બળાત્કાર ગુજારતો હતો. થોડા સમય પહેલા તેને આયુષ સાથે રહેવાનું છોડી દીધું હતું. સાથે રહેવાનું છોડી દીધું હોવા છતાં, તે મોબાઇલ ફોનથી અશ્લીલ વીડિયો મોકલી રહ્યો છે.” અભિનેત્રીએ એમ પણ કહ્યું છે કે, આરોપી તેને માર મારતો હતો.

સમજાવાનો પ્રયાસ કરવા છતાં, આયુષ તિવારી ન માનતા આખરે પોલીસ ફરિયાદ નોંધાવી:


આરોપીનાં ઘરેથી નીકળ્યા બાદ પીડિતાએ તેના ભાઈને આ વાતની જાણ કરી હતી. તેણે પણ આયુષ તિવારીને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે માન્યો નહીં. આખરે પીડિતાએ વર્સોવા પોલીસ સ્ટેશન પહોંચી અને ફરિયાદ નોંધાવી.

Related posts

Leave a Comment