કોવીડ હોસ્પિટલમાં લાગી આગ ગુજરાતની પાંચમી કોવીડ હોસ્પિટલમાં લાગી આગ રાત્રે ૧ વાગ્યાની આસપાસ લાગી આગ ગુજરાત: રાજકોટનાં આનંદ બંગલા ચોક વિસ્તારમાં આવેલ ઉદય શિવાનંદ કોવીડ હોસ્પિટલ મોડી રાત્રે આગ લાગી હતી. જેમાં ત્રણ લોકો ૩:૩૦ની આસપાસ મૃત્યુ પામ્યા હતા. અત્યારે કુલ ૫ જણનાં મૃત્યુ થયા છે એવું હોસ્પિટલનાં તંત્રનું કહેવું છે. આગ લાગેલ આ હોસ્પિટલ પર ફરજ પર હાજર પોલીસનાં જણાવ્યા મુજબ નજીકની ગોકુલ હોસ્પિટલમાં મૃત્યુ પામેલ દર્દીઓને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.સાથે એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામનાર લોકોની ઉમર ૬૦-૭૦ આસપાસ હતી. હોસ્પિટલમાં…
સમાચાર
ભારતનાં બંધારણની અમુક એવી વાતો જેનાથી તમે અજાણ છો!
બંધારણ, આ શબ્દ સાંભળતા જ આપણી સામે એક દળદાર પુસ્તકનું ચિત્ર આવી જાય. કોર્ટ અને એનાથી સહેજ આગળ વધીએ તો બાબા સાહેબ આંબેડકરનો ચહેરો યાદ આવી જાય. આજે 26 નવેમ્બર એટલે કે આજથી લગભગ 71 વર્ષ પહેલા ભારતનું સંવિધાન એ સંવિધાન સભામાંથી પસાર કરવામાં આવ્યું. આ એ ક્રાંતિકારી પરિવર્તન હતું, જેમાં રાજા અને પ્રજાને એક જ સમાન દોરામાં પરોવીને માળા બનાવવામાં આવી અને એક સમાન કાયદો એક સમાન રક્ષણની નીતિ દાખલ થઈ. આપણે બધા ભારતનાં બંધારણ વિશે અમુક વસ્તુઓ તો જાણીએ જ છીએ કે વિશ્વનું સૌથી લાબું લેખિત સ્વરૂપનું બંધારણ…
ઈકબાલગઢમાં તસ્કરોનો પોલીસને ખુલ્લો પડકાર…
અમીરગઢ તાલુકાનાં ઈકબાલગઢ ગામે આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનની નજીક રાત્રીનાં સમયે તસ્કરોએ ચોરીનાં શ્રી ગણેશ કર્યા. જાણવા મળતી માહિતી મુજબ ઈકબાલગઢ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનની નજીક એક રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. શિયાળાની શરુઆતમાં તસ્કરો હાથ ફેરાનાં શ્રી ગણેશ કરતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો રહેણાંક મકાનમાંથી તસ્કરો બે સિલાઇ મશીન લઇ ગયાનું જાણવા મળેલ છે. જેની અદાજીત કિંમત 15000 હજાર ગણાય છે. જયારે પંચવટી વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાંથી બાઇકની ઉઠાંતરી કરવામાં આવી હતી. જયારે શુભમ સોસાયટીમાં આવેલ એક રહેણાંક મકાનમાં તસ્કરો ઘુસ્યા હતા. પરંતુ મકાન માલિક જાગી જતા તસ્કરો…
ન્યૂઝીલેન્ડમાં 6 પાકિસ્તાની ક્રિકેટર્સનો COVID-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો
પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં 6 પ્લેયર કોવિડ-19 પોઝિટિવ આવ્યા છે. હોસ્ટ ન્યુઝીલેન્ડ ક્રિકેટે ગુરુવારે જણાવ્યુ હતું કે તેઓએ પાંચ મેચની શ્રેણી તૈયાર કરી હતી. ટેસ્ટ પોઝિટિવ આવતા ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડને મુસીબતમાં વધારો થયો છે, કારણ એ છે કે ન્યૂઝીલેન્ડ એક કોવિડ ફ્રી દેશ છે અને ત્યાં આ રીતે કોવિડ પોઝિટિવ આવતા દેશમાં સવાલો ઉઠ્યા છે. ક્રિકેટ બોર્ડે જણાવ્યુ હતું કે ટીમનાં પ્લેયર્સને ઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. ન્યુઝીલેન્ડના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે ટીમના 53 સભ્યો લાહોરથી(પાકિસ્તાન) આવતાં પહેલા covid-19ટેસ્ટમાંથી પસાર કરવામાં આવ્યા હતા. આ બાબતે ICCએ સોશિયલ મીડિયા પોસ્ટ કરી અને જાણ…
કોંગ્રેસનાં મુંજાલનો અરુણ અસ્ત, ભરુચથી દિલ્હીનાં સલાહકાર સુધીની સફર
ચારે’ય બાજુ હરાવવાની જંગ – પટેલ એકલા આ વાત 2017ની ચૂંટણીની છે. અહેમદ પટેલને હરાવવા ચારે’ય બાજુ રાજકારણનું ગણિત રમાતું રહ્યું અને આ વખત ભાજપ પણ એના ગણિતમાં રમતું રહ્યુ. 176 વિધાયકોનાં મત, ભાજપમાંથી ઉભા રહેલ ત્રણ દાવેદાર અમિત શાહ, સ્મૃતિ ઈરાની અને બળવંતસિંહ રાજપૂત અને કોંગ્રેસનાં ઉમેદવાર અહેમદ પટેલને મળવાનાં હતા. 46-46 મત અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીએ મેળવી લીધા. આ બાદ ભાજપનાં ત્રીજા ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતને 38 મત મળ્યા અને અહેમદ પટેલને 44 મત મળ્યા. જીતવા માટે મહત્તમ 45 મતની આવશ્યકતા અને એવે વખતે કોંગ્રેસનાં બે મતદાર એક-રાઘવજી…
એવું તો શું કર્યું સ્કોટલેન્ડે કે તે બધા માટે ચર્ચાનો વિષય બની ગયો..?
સ્કોટલેન્ડમાં તમામ ઉંમરની સ્ત્રીઓને નિ:શુલ્ક સેનિટરી ઉત્પાદનો આપવામાં આવશે મંગળવારે સર્વાનુમતે કાયદો પસાર કર્યો હતો સરકાર પીરિયડ પ્રોડક્ટ્સ (ફ્રી પ્રોવિઝન) (સ્કોટલેન્ડ) એક્ટ હેઠળ રાષ્ટ્રીય અભિયાન શરૂ કરશે તમામ સ્થાનિક વહીવટીયતંત્ર પર કાયદાકીય જવાબદારી રહેશે કે તે સ્ત્રીઓ માટે ટેમ્પોન અને પેડ સહિતની વસ્તુઓ નિ:શુલ્ક અને સ્વચ્છ ઉત્પાદન પ્રદાન કરે. ચાર વર્ષથી આ કાયદા માટે અભિયાન ચાલી રહ્યું હતું, મંગળવારે થયો કાયદો પસાર આ પગલા બાદ સ્કોટલેન્ડનાં તમામ સમુદાય કેન્દ્રો, યુથ ક્લબ અને ફાર્મસી સહિત જાહેર સ્થળોએ સેનિટરી પેડ્સ અને ટેમ્પોન મફતમાં ઉપલબ્ધ થશે. મળતી માહિતી મુજબ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં…
“લાલુ પ્રસાદ યાદવ અમારા MLAને ફોન કરી સરકાર તોડવા પ્રયત્નો કરે છે” – સુશીલ મોદી
બિહાર:સુશીલ કુમાર મોદી, બિહાર BJPનાં મોટા નેતા અને બિહારનાં પૂર્વ ડેપ્યુટી CM. સુશીલે RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ પર ગંભીર આરોપ લગાવ્યો છે. સુશીલ મોદીએ દાવો કર્યો છે કે, લાલુ NDAનાં MLAને ફોન કરી તેઓને ફોડવાની કોશિશ કરી રહ્યા છે. લાલુ અમારા MLAને મંત્રી પદનું પ્રલોભન આપી અને RJD તરફ જોડાઈ જવાની ઓફર કરે છે. આ બાબતે સુશીલ મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, “લાલુ યાદવ રાંચીનાં NDA ધારાસભ્યોને ટેલિફોન કરી મંત્રી પદ આપવાનું વચન આપી રહ્યા છે. મેં જ્યારે તે જ નંબર પર ફોન કર્યો ત્યારે લાલુએ સીધો ફોન…
શું તમે ક્યારેય એકલા પડી ગયા છો??
શું તમે ક્યારેય એકલા પડી ગયા છો?? કોણ જાણે હતી કેવી વર્ષો જૂની, જિંદગીમાં અસર એક તન્હાઈની, કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું, ‘કેમ છો?’, એને આખી કહાણી સુણાવી દીધી : બેફામ ઘણીવાર માણસ બહુ એકલો થઇ જતો હોય છે અને જાણતા અજાણતાં એ લોકો ને કહેતો પણ હોય છે કે કોઈ સાંભળો.. કોઈ વાત કરો… પૃથ્વી પરની મોટા ભાગની સમસ્યા વાત ન થઈ શકવાથી ઊભી થઈ છે એટલે વાત થવી ખૂબ જરૂરી છે. આવો એકલો માણસ કોઈપણની સાથે પ્રેમ કરી બેસે છે, કોઈપણની સાથે મિત્રતા કરી બેસે છે પછી એ કોઈપણ…
ભારતની અખંડિતતા અને સાર્વભૌમત્વ માટે સરકારે વધુ 43 મોબાઇલ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો
વધુ 43 ચાઇનાની એપ્સ બેન કરાઈ AppAlibaba Workbench, AliExpress પણ બેન કરવામાં આવી છે જૂનના અંતમાં ટિકટોક, હેલો સહિતની 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો નેશનલ: ભારત સરકારે 43 વધુ મોબાઇલ એપ્લિકેશન્સ (ચાઇના એપ્સ બેન ઇન ઇન્ડિયા) પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે આ એપ્સને આઈટી એક્ટની કલમ 69 A હેઠળ બ્લોક કરી દીધી છે, જેનો અર્થ એ કે ભારતમાં વપરાશકર્તાઓ હવે આ એપ્લિકેશનોનો ઉપયોગ કરી શકશે નહીં. આ અગાઉ જૂન, જુલાઈ અને સપ્ટેમ્બરમાં પણ ભારતે ચાઇનીઝ મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારે હવે જે 43 એપ્લિકેશનો પર પ્રતિબંધ…
મિઝોરમ સરકારે ક્રિસમસ અને ન્યુ યરનાં ફટાકડા ફોડવા પર મુક્યો પ્રતિબંધ
કોરોનાએ ક્રિસમસને કરી ફિક્કી કોરોનાએ ક્રિસમસ પણ બગાડી મિઝોરમ સરકારે ફટાકડા ફોડવા પર મુક્યો પ્રતિબંધ નેશનલ: મિઝોરમ સરકારે હવા દુષિત થતા અટકાવવા અને પ્રદૂષણને રોકવા માટે ક્રિસમસ અને નવા વર્ષ પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય કોવિડ -19 દર્દીઓ અને અન્ય લોકોને વાયુ પ્રદૂષણથી થતી શ્વસન સમસ્યાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. મંગળવારે આ માહિતી એક અધિકારીએ આપી. તેમણે કહ્યું કે ગૃહમંત્રી લાછામલિયાનાની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી ઉચ્ચ-સ્તરીય બેઠક દરમિયાન આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યું હતું કે ફટાકડા ઉપરાંત અવકાશી ફાનસ અને બંદૂકો…
