“લાલુ પ્રસાદ યાદવ અમારા MLAને ફોન કરી સરકાર તોડવા પ્રયત્નો કરે છે” – સુશીલ મોદી

બિહાર:સુશીલ કુમાર મોદી, બિહાર BJPનાં મોટા નેતા અને બિહારનાં પૂર્વ ડેપ્યુટી CM. સુશીલે RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ પર ગંભીર આરોપ લગાવ્યો છે. સુશીલ મોદીએ દાવો કર્યો છે કે, લાલુ NDAનાં MLAને ફોન કરી તેઓને ફોડવાની કોશિશ કરી રહ્યા છે. લાલુ અમારા MLAને મંત્રી પદનું પ્રલોભન આપી અને RJD તરફ જોડાઈ જવાની ઓફર કરે છે. આ બાબતે સુશીલ મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે,

“લાલુ યાદવ રાંચીનાં NDA ધારાસભ્યોને ટેલિફોન કરી મંત્રી પદ આપવાનું વચન આપી રહ્યા છે. મેં જ્યારે તે જ નંબર પર ફોન કર્યો ત્યારે લાલુએ સીધો ફોન ઉપાડ્યો. મેં કહ્યું જેલથી આ ગંદા કામ ન કરો, તમે સફળ થશો નહીં. “

લાલુ યાદવનો કથિત ઓડિયો વાયરલ થયો છે


લાલુ યાદવ જેવા અવાજમાં ઓડિયો વાઇરલ થયો છે. આમાં તેઓ ભાજપનાં ધારાસભ્ય લલન પાસવાન સાથે ફોન પર વાત કરતા સાંભળવામાં આવે છે. આ કથિત ઓડિઓમાં લાલુ પ્રસાદ તેઓને સ્પીકરની ચૂંટણીમાં ગેરહાજર રહેવાનું કહે છે. RJDએ આ ઓડિયોને બનાવટી ગણાવ્યો છે. ‘પ્રત્યક્ષ સમાચાર’ પણ તેની સચ્ચાઈની પુષ્ટિ કરતું નથી. પરંતુ આ કથિત ઓડિઓમાં વાતચીત શું છે, અમે તમને નીચે જણાવીએ છીએ.

લાલુનો કથિત અવાજ – અમે તમને આગળ લઈ જઈશું. જો આવતીકાલે સ્પીકર ચૂંટાય, તો તમે તેમાં અમારું સમર્થન કરો. જેથી, અમે તમને પ્રધાન બનાવીશું. તમે સમજો છો?

ધારાસભ્યનો કથિત અવાજ – અમે પાર્ટીમાં છીએ સાહેબ

લાલુનો કથિત અવાજ – જો તમે પાર્ટીમાં છો, તો ગેરહાજર રહેવાનું, કોરોના થયો છે. જો સ્પીકર આપણાં બને છે તો આપણે તેને બાદમાં જોશું.

ધારાસભ્યનો કથિત અવાજ – સારું, સારું, પાર્ટીમાં છે સાહેબ, ઠીક છે સાહેબ

લાલુનો કથિત અવાજ – અરે એમજ બેકારમાં ગેરહાજર રહેજો તમે પાસવાન જી

ધારાસભ્યનો કથિત અવાજ – તમારી નજરમાં હશે જ ચહેરો તો, અમે વાત કરીશું સાહેબ.

Related posts

Leave a Comment