એવું તો શું કર્યું સ્કોટલેન્ડે કે તે બધા માટે ચર્ચાનો વિષય બની ગયો..?

  • સ્કોટલેન્ડમાં તમામ ઉંમરની સ્ત્રીઓને નિ:શુલ્ક સેનિટરી ઉત્પાદનો આપવામાં આવશે
  • મંગળવારે સર્વાનુમતે કાયદો પસાર કર્યો હતો
  • સરકાર પીરિયડ પ્રોડક્ટ્સ (ફ્રી પ્રોવિઝન) (સ્કોટલેન્ડ) એક્ટ હેઠળ રાષ્ટ્રીય અભિયાન શરૂ કરશે

તમામ સ્થાનિક વહીવટીયતંત્ર પર કાયદાકીય જવાબદારી રહેશે કે તે સ્ત્રીઓ માટે ટેમ્પોન અને પેડ સહિતની વસ્તુઓ નિ:શુલ્ક અને સ્વચ્છ ઉત્પાદન પ્રદાન કરે.

ચાર વર્ષથી આ કાયદા માટે અભિયાન ચાલી રહ્યું હતું, મંગળવારે થયો કાયદો પસાર


આ પગલા બાદ સ્કોટલેન્ડનાં તમામ સમુદાય કેન્દ્રો, યુથ ક્લબ અને ફાર્મસી સહિત જાહેર સ્થળોએ સેનિટરી પેડ્સ અને ટેમ્પોન મફતમાં ઉપલબ્ધ થશે. મળતી માહિતી મુજબ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીનીઓને મફત સેનિટરી ઉત્પાદનો આપવાની વ્યવસ્થા કરવામાં આવશે.

આપને જણાવી દઈએ કે સ્કોટલેન્ડમાં છેલ્લા ચાર વર્ષથી આ કાયદા માટે સતત ઝુંબેશ ચાલી રહી હતી. આ અંતર્ગત અનેક જગ્યાએ દેખાવો પણ યોજાયા હતા.

સ્કોટલેન્ડે એક ઉદાહરણ રજૂ કર્યું


મહિલા સંગઠનો અને નેતાઓ સ્કોટલેન્ડમાં આ કાયદાની ખુલ્લેઆમ પ્રશંસા કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ ઘણાખરા દેશોમાં હજી પણ પિરિયડ સાથે સંકળાયેલી ઘણી ગેરસમજો અને રૂઢિચુસ્ત પરંપરાઓ છે અને તેના વિશે કોઈ ખુલ્લીને વાત કરતું નથી, એવામાં સ્કોટલેન્ડએ આ મામલે એક દાખલો બેસાડ્યો છે.

2018 ની શરૂઆતમાં સ્કોટલેન્ડે એક એવું જ પગલું ભર્યું હતું, ત્યારે શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં મફતમાં મહિલા હાઇઝીન પ્રોડકટસ ઉપલબ્ધ કરાવ્યા હતા.

Related posts

Leave a Comment