તમે ક્યારેય ભૂલા પડ્યા છો??

તમે ક્યારેય ભૂલા પડ્યા છો?? હવે તમે કહેશો કે હા… આતો કૈ પૂછવાનો વિષય છે. બધા ભૂલા પડતા જ હોય છે અથવા પડેલા જ હોય છે, આપણી ગુજરાતી ભાષાના કવિ ભાવિન ગોપાણી લખે છે કે “અજાણી છોકરી પુછી ગઈ સરનામું આવીને પછી શું? છોકરો ભૂલો પડ્યો રસ્તો બતાવીને” તો હા ભુલું પડવું માનવનો સહજ સ્વભાવ છે પણ અહીયાં જે વાત છે જે જરા અલગ સ્વભાવની છે Englishમાં કહીએ તો Grey shaded . જરા ધ્યાનથી .. સાચવીને સમજવાં જેવી વાત. સત્યનાં 2 પ્રકાર છે, એક સામાન્ય સત્ય અને એક મહાસત્ય. સામાન્ય…

ભારતનાં બંધારણની અમુક એવી વાતો જેનાથી તમે અજાણ છો!

બંધારણ, આ શબ્દ સાંભળતા જ આપણી સામે એક દળદાર પુસ્તકનું ચિત્ર આવી જાય. કોર્ટ અને એનાથી સહેજ આગળ વધીએ તો બાબા સાહેબ આંબેડકરનો ચહેરો યાદ આવી જાય. આજે 26 નવેમ્બર એટલે કે આજથી લગભગ 71 વર્ષ પહેલા ભારતનું સંવિધાન એ સંવિધાન સભામાંથી પસાર કરવામાં આવ્યું. આ એ ક્રાંતિકારી પરિવર્તન હતું, જેમાં રાજા અને પ્રજાને એક જ સમાન દોરામાં પરોવીને માળા બનાવવામાં આવી અને એક સમાન કાયદો એક સમાન રક્ષણની નીતિ દાખલ થઈ. આપણે બધા ભારતનાં બંધારણ વિશે અમુક વસ્તુઓ તો જાણીએ જ છીએ કે વિશ્વનું સૌથી લાબું લેખિત સ્વરૂપનું બંધારણ…

શું તમે ક્યારેય એકલા પડી ગયા છો??

શું તમે ક્યારેય એકલા પડી ગયા છો?? કોણ જાણે હતી કેવી વર્ષો જૂની, જિંદગીમાં અસર એક તન્હાઈની, કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું, ‘કેમ છો?’, એને આખી કહાણી સુણાવી દીધી : બેફામ ઘણીવાર માણસ બહુ એકલો થઇ જતો હોય છે અને જાણતા અજાણતાં એ લોકો ને કહેતો પણ હોય છે કે કોઈ સાંભળો.. કોઈ વાત કરો… પૃથ્વી પરની મોટા ભાગની સમસ્યા વાત ન થઈ શકવાથી ઊભી થઈ છે એટલે વાત થવી ખૂબ જરૂરી છે. આવો એકલો માણસ કોઈપણની સાથે પ્રેમ કરી બેસે છે, કોઈપણની સાથે મિત્રતા કરી બેસે છે પછી એ કોઈપણ…

ડોલ

“ડોલ” મારા બાપા એક મોંઘીદાટ ડોલ લઈ આવ્યા પછી…… ઘરમાં કકળાટ ……ડોલ માટે… પછી નક્કી થયું કે ; ડોલને મહત્ત્વના ; કામ માં જ વાપરવી ડોલને પેપરનાં વાઘા પહેરાવી માળીએ મૂકવામાં આવી ; પણ પછી…… મારા બાપાનાં બારમાં નિમિત્તે બનાવેલા બટાકા ના રસાવાળા શાકને પીરસવામાં તેનો ઉપયોગ થયો બીજીવાર મારી માનું નાહી લેવાં માટે એ જ ડોલ……… અને જ્યારે મોટી બેને પોતાને ઘાસલેટ છાંટીને પ્રગટાવી ત્યારે આગ ઓલવવા…..ય….એજ..ડોલ . . . મારા બાપા મારી માં અને મારી મોટી બેન બધા અંદર સમાઈ ગયા ખરેખર ડોલ બહુ ઊંડી હતી…. એટલે મોંઘી…

બીડી

“બીડી” અચાનક બાજુનો કાગળ બળ્યો ને એને યાદ આવી ગડીની છેલ્લી બીડી; રંધો છુટ્યો ; ગાળ બોલાઇ; બીડી પકડાઈ ; ને જોયું તો બીડીમાં બાકી હતો છેલ્લો કસ; એને થ્યું કે લાવ ખેંચી લઉં; ઘડીવાર માટે ધુમાડાને આપી દઉં ફેફસાનું સ્વામિત્વ ; નસમાં વર્તાતી ખેંચનું એક જ ઝાટકે કાસળ કાઢી નાખું, હૃદયનાં ધબકારા ને કપાળ પરનો પરસેવો ઠંડાં પડે એ પહેલા જ કરી નાખું બન્નેને ગરમ લાહ્ય; એમ વિચારી બીડીને હોઠ પર મુકી ને; ત્યાં તો બીજી સ્ત્રીની જેમ જ હારે જ રહેતી ઉધરસે ધામાં નાખ્યાં માંડ કરી એને રવાના;…

ભેદ

ભેદ આંખ સામે ભેદ થાતો હોય છે એ પછી પડદો પડાતો હોય છે દોસ્ત,વેશ્યાગારમાં પણ સાંજના સૌ પ્રથમ દિવો કરાતો હોય છે રાતના અવશેષ ત્યાં રહી જાય તો? એ બીકે રસ્તો વળાતો હોય છે સૌ પ્રથમ તો ગાંઠ પડતી હોય છે એ પછી છેડો ફડાતો હોય છે બાળકીની લાશ પણ ક્યાંથી મળી! જે જગા રાવણ બળાતો હોય છે સુર્ય ત્યાં પ્હોંચી શકે કેવી રીતે? જ્યાં ઘુવડ રાજા મનાતો હોય છે ઋષિ