ઈકબાલગઢમાં તસ્કરોનો પોલીસને ખુલ્લો પડકાર…

અમીરગઢ તાલુકાનાં ઈકબાલગઢ ગામે આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનની નજીક રાત્રીનાં સમયે તસ્કરોએ ચોરીનાં શ્રી ગણેશ કર્યા. જાણવા મળતી માહિતી મુજબ ઈકબાલગઢ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનની નજીક એક રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા.

શિયાળાની શરુઆતમાં તસ્કરો હાથ ફેરાનાં શ્રી ગણેશ કરતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો રહેણાંક મકાનમાંથી તસ્કરો બે સિલાઇ મશીન લઇ ગયાનું જાણવા મળેલ છે. જેની અદાજીત કિંમત 15000 હજાર ગણાય છે. જયારે પંચવટી વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાંથી બાઇકની ઉઠાંતરી કરવામાં આવી હતી. જયારે શુભમ સોસાયટીમાં આવેલ એક રહેણાંક મકાનમાં તસ્કરો ઘુસ્યા હતા. પરંતુ મકાન માલિક જાગી જતા તસ્કરો ભાગી ગયા હતા.

અમીરગઢ તાલુકામાં આવેલ નવીન પી.એસ.આઇ. શ્રી દ્વારા સઘન પેટ્રોલીંગ કરવા છતાં તસ્કરો પોતાનાં કરતબ અજમાવવામાં સફળ થયા હતા. જયારે ઈકબાલગઢ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનની નજીક ચોરીનાં બનતા બનાવથી લોકો માં ભય જોવા મળ્યો છે.

Related posts

Leave a Comment