પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સંક્રમણ નિયંત્રણ અંગે આઠ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી સમીક્ષા કરી

નેશનલ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સંક્રમણ નિયંત્રણ અને સારવાર સુવિધા અંગે આઠ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ સાથે વિડીયોકોન્ફરન્સ યોજી સમીક્ષા કરી. PM નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના સંક્રમણના વધતા વ્યાપ તેમજ રાજ્યો દ્વારા સંક્રમણ નિયંત્રણ અને સારવાર સુવિધા અંગે માર્ગદર્શન આપવા 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

CM વિજય રૂપાણીએ આ બેઠકમાં ગાંધીનગરથી સહભાગી થતાં ગુજરાતમાં દિવાળીના તહેવારો પછી કોરોના સંક્રમણ કેસોમાં થયેલા વધારા સામે રાજ્ય સરકારની આરોગ્ય સુવિધા અને સારવાર વ્યવસ્થાની વિસ્તૃત જાણકારી આપી હતી. CM વિજય રૂપાણીએ જણાવ્યું કે, કોરોનાના આ વધેલા કેસોને ધ્યાને લઇને રાજ્ય સરકારે અમદાવાદ તેમજ અન્યશહેરોમાં કોવિડ બેડની સંખ્યા વધારી દીધી છે.

સમગ્ર રાજ્યમાં અંદાજે પપ હજાર આઇસોલેશન બેડ ઉપલબ્ધ છે. આ બેડમાંથી 82 ટકા એટલે કે 45 હજાર જેટલા બેડ હજુ પણ ખાલી એટલે કે સંક્રમિતો માટે સરળતાથી ઉપલબ્ધ છે. CM વિજય રૂપાણીએ ગુજરાત 104 ફિવર હેલ્પલાઇનનો જે પ્રયોગ સફળતાપૂર્વક અપનાવ્યો છે તેની વિગતો પણ આ વિડીયોકોન્ફરન્સમાં આપી હતી. CM વિજય રૂપાણીએ કહ્યું કે, એક જ દિવસમાં એક લાખ બાવન હજાર લોકોએ આ ધનવંતરી રથ સેવાનો લાભ મેળવ્યોછે. ટેસ્ટિંગ પ્રક્રિયાને પણ વધુ સઘન બનાવવાની વિગતો આપતાં જણાવ્યું કે, RCPTR અને એન્ટિજન ટેસ્ટિંગનો વ્યાપ વધારવામાં આવ્યો છે.

એક જ દિવસમાં રાજ્યમાં 70 હજાર ટેસ્ટ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં અત્યાર સુધી 11 લાખ જેટલા ટેસ્ટ આ બધા જ માધ્યમોના ઉપયોગથી કરવામાં આવ્યા છે એમ તેમણે ઉમેર્યુ હતું. રાજય સરકારે કોરોના કેસોમાં અચાનક થયેલા વધારા સામે ‘સતર્કતા રાખીને અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત મહાનગરમાં રાત્રિ કરફયુનો અમલ શરૂ કર્યો છે તેની પણ જાણકારી આપી હતી. PM નરેન્દ્ર મોદીને વિશ્વાસ આપ્યો કે, વધતા સંક્રમણને રોકવા રાજ્ય સરકાર સંપૂર્ણ સજ્જ છે. આ વિડીયો કોન્ફરન્સમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કૈલાસનાથન સહિત વરિષ્ઠ અધિક મુખ્ય સચિવો, સચિવો પણ જોડાયા હતા.

Related posts

Leave a Comment