મિઝોરમ સરકારે ક્રિસમસ અને ન્યુ યરનાં ફટાકડા ફોડવા પર મુક્યો પ્રતિબંધ

  • કોરોનાએ ક્રિસમસને કરી ફિક્કી
  • કોરોનાએ ક્રિસમસ પણ બગાડી
  • મિઝોરમ સરકારે ફટાકડા ફોડવા પર મુક્યો પ્રતિબંધ

નેશનલ: મિઝોરમ સરકારે હવા દુષિત થતા અટકાવવા અને પ્રદૂષણને રોકવા માટે ક્રિસમસ અને નવા વર્ષ પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.

આ નિર્ણય કોવિડ -19 દર્દીઓ અને અન્ય લોકોને વાયુ પ્રદૂષણથી થતી શ્વસન સમસ્યાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. મંગળવારે આ માહિતી એક અધિકારીએ આપી.

તેમણે કહ્યું કે ગૃહમંત્રી લાછામલિયાનાની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી ઉચ્ચ-સ્તરીય બેઠક દરમિયાન આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અધિકારીએ જણાવ્યું હતું કે

ફટાકડા ઉપરાંત અવકાશી ફાનસ અને બંદૂકો જેવી અન્ય રમકડાની ચીજો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે.

મિઝોરમ રાજ્યમાં કોવિડ -19નાં કુલ 3,710 કેસ છે જેમાંથી 452 લોકોની સારવાર ચાલી રહી છે.

Leave a Comment