ગુજરાત યુનિવર્સિટીની એડમિશન પ્રક્રિયામાં ગોટાળો, કે પછી કોલેજની ભૂલ? વિધાર્થીઓ ઉમટયા

ગુજરાત યુનિવર્સિટીની એડમિશન પ્રક્રિયામાં છબરડા યુનિવર્સિટીએ જાહેર કરી ઓનલાઈન પ્રક્રિયા, કોલેજે કરી ઓફલાઇન પ્રક્રિયા ગુજરાત યુનિવર્સિટીનાં એડમિશનની પ્રક્રિયાનો અંતિમ રાઉન્ડ (7મો રાઉન્ડ) ચાલી રહ્યો છે સાથે વિધાર્થીઓ એમને ફાળવેલી કોલેજમાં એડમિશન મેળવી રહ્યા છે. પરંતું અમુક કોલેજોએ એમને ઓનલાઇન પ્રક્રિયામાં ભાગ લીધેલ હોવા છતાં અને યુનિવર્સિટીએ ફાળવેલ ઓનલાઇન એડમિશનની જાણ હોવા છતા ઓફલાઇન એડમિશન આપ્યાની માહિતી બહાર આવી છે. આજ રોજ ભારત બંધનાં એલાન અને કોરોનાની મહામારી વચ્ચે સવારથી વિધાર્થીઓની લાંબી ભીડ જોવા મળી હતી. ઘણા વિધાર્થી ઓનલાઇન લેક્ચર પણ ભરી રહ્યાં હોવા છતાંય વિધાર્થીઓએ આજરોજ જાણ થઈ હતી કે…

દિવ્ય ભાસ્કરનાં પત્રકારો સામે રાજકોટનાં હેડકોન્સ્ટેબલે કરી FIR, કોણ સાચુ પત્રકારો કે પોલીસ?

દિવ્ય ભાસ્કરનાં ૪ પત્રકારો સામે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન, કાલાવડ રોડ, રાજકોટ શહેર ખાતે FIR નોંધવામાં આવી છે અને FIR કરનાર છે ત્યાંનાં જ હેડ પોલીસ કોન્સ્ટેબલ. હવે વાતમાં તો એવું શું બન્યું કે પત્રકાર સામે ત્યાંનાં જ પોલીસકર્મીને FIR કરવી પડી! કેમકે ઘણી વાર સત્યને બહાર લાવવા પોલીસ અને પત્રકાર ભેગા મળીને, મિત્રતા ભાવ રાખીને સત્યતાને બહાર લાવે છે.દિવ્ય ભાસ્કરનાં તંત્રી દેવેન્દ્ર ભટનાગર કહે છે કે.. ” અમે ‘ગુનો’ કર્યો છે, સાડી સત્તરવાર ‘ગુનો’ કર્યો છે. જેમના માથા પર કોરોનાના પાંચ દર્દીઓના મોતનું કલંક છે એવા હોસ્પિટલનાં માલેતુજાર સંચાલકો…

રાજકોટની ઉદય શિવાનંદ કોવીડ હોસ્પિટલનાં ICUમાં લાગી આગ- ૩૩ દર્દીઓ હતા દાખલ

કોવીડ હોસ્પિટલમાં લાગી આગ ગુજરાતની પાંચમી કોવીડ હોસ્પિટલમાં લાગી આગ રાત્રે ૧ વાગ્યાની આસપાસ લાગી આગ ગુજરાત: રાજકોટનાં આનંદ બંગલા ચોક વિસ્તારમાં આવેલ ઉદય શિવાનંદ કોવીડ હોસ્પિટલ મોડી રાત્રે આગ લાગી હતી. જેમાં ત્રણ લોકો ૩:૩૦ની આસપાસ મૃત્યુ પામ્યા હતા. અત્યારે કુલ ૫ જણનાં મૃત્યુ થયા છે એવું હોસ્પિટલનાં તંત્રનું કહેવું છે. આગ લાગેલ આ હોસ્પિટલ પર ફરજ પર હાજર પોલીસનાં જણાવ્યા મુજબ નજીકની ગોકુલ હોસ્પિટલમાં મૃત્યુ પામેલ દર્દીઓને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.સાથે એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામનાર લોકોની ઉમર ૬૦-૭૦ આસપાસ હતી. હોસ્પિટલમાં…

કોંગ્રેસનાં મુંજાલનો અરુણ અસ્ત, ભરુચથી દિલ્હીનાં સલાહકાર સુધીની સફર

ચારે’ય બાજુ હરાવવાની જંગ – પટેલ એકલા આ વાત 2017ની ચૂંટણીની છે. અહેમદ પટેલને હરાવવા ચારે’ય બાજુ રાજકારણનું ગણિત રમાતું રહ્યું અને આ વખત ભાજપ પણ એના ગણિતમાં રમતું રહ્યુ. 176 વિધાયકોનાં મત, ભાજપમાંથી ઉભા રહેલ ત્રણ દાવેદાર અમિત શાહ, સ્મૃતિ ઈરાની અને બળવંતસિંહ રાજપૂત અને કોંગ્રેસનાં ઉમેદવાર અહેમદ પટેલને મળવાનાં હતા. 46-46 મત અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીએ મેળવી લીધા. આ બાદ ભાજપનાં ત્રીજા ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતને 38 મત મળ્યા અને અહેમદ પટેલને 44 મત મળ્યા. જીતવા માટે મહત્તમ 45 મતની આવશ્યકતા અને એવે વખતે કોંગ્રેસનાં બે મતદાર એક-રાઘવજી…