ન્યૂઝીલેન્ડમાં 6 પાકિસ્તાની ક્રિકેટર્સનો COVID-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો

પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં 6 પ્લેયર કોવિડ-19 પોઝિટિવ આવ્યા છે. હોસ્ટ ન્યુઝીલેન્ડ ક્રિકેટે ગુરુવારે જણાવ્યુ હતું કે તેઓએ પાંચ મેચની શ્રેણી તૈયાર કરી હતી. ટેસ્ટ પોઝિટિવ આવતા ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડને મુસીબતમાં વધારો થયો છે, કારણ એ છે કે ન્યૂઝીલેન્ડ એક કોવિડ ફ્રી દેશ છે અને ત્યાં આ રીતે કોવિડ પોઝિટિવ આવતા દેશમાં સવાલો ઉઠ્યા છે. ક્રિકેટ બોર્ડે જણાવ્યુ હતું કે ટીમનાં પ્લેયર્સને ઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. ન્યુઝીલેન્ડના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે ટીમના 53 સભ્યો લાહોરથી(પાકિસ્તાન) આવતાં પહેલા covid-19ટેસ્ટમાંથી પસાર કરવામાં આવ્યા હતા. આ બાબતે ICCએ સોશિયલ મીડિયા પોસ્ટ કરી અને જાણ કરી હતી.

Related posts

Leave a Comment