ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ ચાલુ પણ, ઓનલાઇન પરીક્ષા પસંદગીની વેબસાઇટ બંધ પરીક્ષા વિકલ્પ પસંદગીની છેલ્લી તારીખ નજીક કેટલાય વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરવાથી વંચિત ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન અને ઓફલાઈન એમ બંને રીતે પરીક્ષા આપવા માટેની વ્યવસ્થા પુરી પાડવામાં આવી છે. કોરોના મહામારીનાં કારણે જે વિદ્યાર્થીઓ ઓફલાઇન પરીક્ષા આપવા માટે સક્ષમ નથી તેના માટે 8 ડિસેમ્બરના રોજ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં જે વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા આપવામાં માગતા હોય તેમની માટે “ઓનલાઇન પરીક્ષા આપવા માટેનો વિકલ્પ” પસંદ કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને ઓનલાઈન પરીક્ષાની પસંદગી ન કરનારા…
Category: મધ્ય ગુજરાત
એસ.આર.મહેતા કોલેજે કર્યા હાથ ઉંચા કહ્યું: એડમિશન નહીં આપીએ : વિધાર્થી સંગઠન ABVP વિધાર્થીઓ સાથે
ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન છે એસ.આર.મહેતા કોલેજ ABVP નાં કાર્યકરોએ કરી વાઈસ ચાન્સેલરને રજૂઆત ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન એડમિશન પ્રક્રિયા ચાલી રહ્યી છે અને વિધાર્થીઓ એડમિશન મેળવી રહ્યા છે.પરંતુ એસ. આર. મહેતા આર્ટસ કોલેજે વિધાર્થી સંગઠન ‘અખિલ ભારતીય વિધાર્થી પરીષદ’ને પરિપત્ર મોકલી આપ્યો હતો. જેમાં કોલેજનાં સત્તાધીશો દ્રારા કોલેજમાં ચાલતા રિનોવેશનને કારણે માત્ર 266 વિધાર્થીઓને જ પ્રવેશ આપ્યો છે અને બીજા વિધાર્થીઓને પ્રવેશ આપ્યો નથી. આપને જણાવી દઈએ કે કુલ સીટ 480 છે. એસ.આર.મહેતા કોલેજે ABVPને લખેલ પરિપત્ર “અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ, વિદ્યાભવન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એસ.આર.મહેતા આર્ટસ કોલેજના પ્રથમ વર્ષ બી.એ.…
ગુજરાત યુનિવર્સિટીનાં વિધાર્થીઓ માટે ખુશ ખબર : ઘરે બેઠા પરીક્ષા આપી શકાશે
ઓનલાઇન પરીક્ષા આપવા માંગતા વિધાર્થીઓ 15ડિસેમ્બર સુધી આપી શકશે પસંદગી પસંદગી ન આપનાર વિધાર્થીઓને ઓફલાઇન પરીક્ષા માટે મંજુર ગણવામાં આવશે ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા અંતર્ગત પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં નીચે મુજબ વિગતવાર જણાવેલ છે. ઓનલાઇન પરીક્ષા વિકલ્પ પસંદગી આપવા અંગે મહત્વની સૂચનાઓ પરીપત્ર તા. 08/12/2020 1. ગુજરાત યુનિવર્સિટી દ્વારા BSc Sem-3, B.Ed Sem-3, MA Sem-3, MSc Sem-3, M.Com Sem-3, B.Com Sem-5, BA Sem-5, BBA Sem-5, BCA Sem-5, ની લેવાનાર આગામી ઓફલાઈન પરીક્ષાનાં વિકલ્પમાં ઓનલાઇન પરીક્ષાઓ અંગે આ વિકલ્પ માંગવામાં આવે છે. 2. વિદ્યાર્થીને ઓનલાઇન પરીક્ષા આપવા અંગેનો આ વિકલ્પ પસંદ…
ગુજરાત યુનિવર્સિટીની એડમિશન પ્રક્રિયામાં ગોટાળો, કે પછી કોલેજની ભૂલ? વિધાર્થીઓ ઉમટયા
ગુજરાત યુનિવર્સિટીની એડમિશન પ્રક્રિયામાં છબરડા યુનિવર્સિટીએ જાહેર કરી ઓનલાઈન પ્રક્રિયા, કોલેજે કરી ઓફલાઇન પ્રક્રિયા ગુજરાત યુનિવર્સિટીનાં એડમિશનની પ્રક્રિયાનો અંતિમ રાઉન્ડ (7મો રાઉન્ડ) ચાલી રહ્યો છે સાથે વિધાર્થીઓ એમને ફાળવેલી કોલેજમાં એડમિશન મેળવી રહ્યા છે. પરંતું અમુક કોલેજોએ એમને ઓનલાઇન પ્રક્રિયામાં ભાગ લીધેલ હોવા છતાં અને યુનિવર્સિટીએ ફાળવેલ ઓનલાઇન એડમિશનની જાણ હોવા છતા ઓફલાઇન એડમિશન આપ્યાની માહિતી બહાર આવી છે. આજ રોજ ભારત બંધનાં એલાન અને કોરોનાની મહામારી વચ્ચે સવારથી વિધાર્થીઓની લાંબી ભીડ જોવા મળી હતી. ઘણા વિધાર્થી ઓનલાઇન લેક્ચર પણ ભરી રહ્યાં હોવા છતાંય વિધાર્થીઓએ આજરોજ જાણ થઈ હતી કે…
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં આવતીકાલે 71 કરોડનાં ખર્ચે તૈયાર થયેલા બે ફ્લાય ઓવરનું ઇ-લોકાર્પણ કરશે
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદમાં નિર્માણ પામેલા 71 કરોડ રૂપિયાનાં બે ફ્લાય ઓવરનું આવતીકાલે ઇ-લોકાર્પણ કરશે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ આ અવસરે ઉપસ્થિત રહેશે ગુજરાત: નેશનલ હાઇવે 147 પર સરખેજ-ગાંધીનગર-ચિલોડાનાં કુલ 44 કિલોમીટરનાં માર્ગને 4 લેનમાંથી 6 લેનમાં રૂપાંતરિત કરવાનાં તથા આ માર્ગ પર આવતા ચાર રસ્તાઓ પર અગિયાર જેટલા ફ્લાય ઓવર બનાવવાની કામગીરી કેન્દ્ર અને રાજ્ય સરકારનાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. તદાનુસાર 28 મીટરનો સિંઘુભવન ચાર રસ્તા ફ્લાય ઓવર 25 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે તેમજ સાણંદ જંકસન…
નહેરુબ્રિજ પર કારની અડફેટે આવતા સાઇકલ ચાલકનું ઘટના સ્થળે જ મોત
અમદાવાદમાં રોડ એક્સિડેંટનાં બે બનાવ નહેરુબ્રિજ પર કારની અડફેટે સાઇકલ ભાણાનું બાઇક સ્લીપ થવાથી મોત નિપજતા મામાએ યોગ્ય પોલીસ તાપસની કરી માંગ અમદાવાદ: નહેરુબ્રિજ પરથી સાયકલ લઈને પસાર થતા સાયકલ ચાલકને એક અજાણ્યા કાર ચાલકે પોતાની કાર બેદરકારી અને પુરઝડપે ચલાવી આવી ટક્કર મારતા સાયકલ ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બી. ટ્રાફિક પોલીસે અજાણ્યા કાર ચાલક સામે એમ. વી. એક્ટ અંતર્ગત ગુનો નોંથી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે હાસોલનાં કડીયાકામ કરતા મામાએ પોતાના ભાણાનું બાઇક સ્લીપ થવાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હોય તેની યોગ્ય પોલીસ તપાસની માંગની…
અમદાવાદમાં 20મી નવેમ્બર રાત્રિના 9 થી સોમવાર સવારનાં 6 વાગ્યા સુધી કફર્યુ લાગુ
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતાં કરફ્યુ જાહેર રાત્રિ કરફ્યુની જાહેરતનાં થોડા સમય બાદ બે દિવસનાં કરફ્યુની કરી જાહેરાત ગુજરાત: અમદાવાદ મહાનગરપાલિકાના કમિશ્નર ડોકટર રાજીવ કુમાર ગુપ્તાએ જણાવ્યું છે કે, અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે અમદાવાદ શહેરમાં આવતીકાલ 20મી નવેમ્બરથી દરરોજ રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારનાં 6 વાગ્યા સુધી કરફ્યુ લાગુ કરવામાંઆવ્યું છે. રાજીવ ગુપ્તાએ વધુમાં જણાવ્યું છે કે, અમદાવાદ શહેરમાં સરકારી હોસ્પિટલોમાં કુલ 900વધુ પથારીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ખાનગી હોસ્પિટલમાં 400 થી વધુ પથારીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં હજુ પણ 2 હજાર 637 પથારીઓ ખાલી…
ગુજરાતમાં એક જ દિવસમાં વડોદરા અને સુરેન્દ્રનગમાં અકસ્માત જેમાં 14 લોકો એ જીવ ગુમાવ્યાં..
રાજયમાં એક જ દિવસમાં 2 મોટા અકસ્માત વડોદરા અને સુરેન્દ્રનગરમાં બની ઘટના 14લોકોએ જીવ ગુમાવ્યા ગુજરાત: સામાન્ય રીતે લોકોનાં કાનમાં એક્સિડેંટ શબ્દ શંભળતા જ ચોંકી જાય છે. એમાં પણ રોડ અકસ્માત (એક્સિડેંટ) આપણાં દેશમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. વાત કરીએ આજનાં દિવસની તો આજનાં જ દિવસમાં ગુજરતમાં વડોદરા અને સુરેન્દ્રનગરમાં ભયંકર રોડ એક્સિડેંટ થયા છે જેમાં 14 જેટલા લોકો એ પોતાનો જીવ ગુમાવ્યો છે. વડોદરા એક્સિડેંટ: આજે વહેલી સવારે વડોદરાનાં વાઘોડિયા નજીક એક મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેમ્પો અને ડમ્પર આથડયાં હતા, 10 લોકોના દૂ:ખદ મોત થયા છે.…
તહેવારોની વચ્ચે અમદાવાદમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું
અમદાવાદમાં કોરોના કેસોમાં અચાનક આવ્યો ઉછાળો સરકાર એક્શનમાં કેસેમાં વધરો થતાં નિતિન પટેલે બોલાવી બેઠક ગુજરાત: દિવાળીના તહેવારો દરમિયાન અમદાવાદની અનેક બજરોમાં ભારે ભીડનાં નજરા જોવા મળ્યા હતા. આ ભીડમાં સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળી રહ્યો હતો. ત્યારે જ એંધાણ આવી ગયા હતા કે અમદાવાદમા કોરનાનાં કેસોમાં વધારો જોવા મળશે. ત્યારે છેલ્લા બે-ત્રણ દિવસથી ફરી કેસ વધતાં સરકાર માટે ચિંતાનું કારણ બન્યું છે. કોરોના ફરી ફેલાઈ નહીં તે માટે રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી એવા નિતિન પટેલે સિવિલ હોસ્પીટલમાં બેઠકનું આયોજન કરવા તેમજ જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં…