તહેવારોની વચ્ચે અમદાવાદમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું

  • અમદાવાદમાં કોરોના કેસોમાં અચાનક આવ્યો ઉછાળો સરકાર એક્શનમાં
  • કેસેમાં વધરો થતાં નિતિન પટેલે બોલાવી બેઠક

ગુજરાત: દિવાળીના તહેવારો દરમિયાન અમદાવાદની અનેક બજરોમાં ભારે ભીડનાં નજરા જોવા મળ્યા હતા. આ ભીડમાં સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળી રહ્યો હતો. ત્યારે જ એંધાણ આવી ગયા હતા કે અમદાવાદમા કોરનાનાં કેસોમાં વધારો જોવા મળશે. ત્યારે છેલ્લા બે-ત્રણ દિવસથી ફરી કેસ વધતાં સરકાર માટે ચિંતાનું કારણ બન્યું છે. કોરોના ફરી ફેલાઈ નહીં તે માટે રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી એવા નિતિન પટેલે સિવિલ હોસ્પીટલમાં બેઠકનું આયોજન કરવા તેમજ જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલમાં કરેલી બેઠક બાદ નીતિન પટેલે કહ્યું કે,

જે કેસો વધી રહ્યા છે. તેમાં ICUમાં દાખલ કરવા પડે તેવા કેસોની સંખ્યા જો વધે તો તાત્કાલિક તેમને બેડ ઉપલબ્ધ થાય, વેન્ટિલેટર સહિતની સુવિધા મળે તે અંગેની ચર્ચા બેઠકમાં કરી છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં આવેલી 1200 બેડ હોસ્પિટલમાં કોરોનાના કુલ 581 દર્દીઓ દાખલ છે, જેમાંથી 170 દર્દીઓ ICUમાં વેન્ટિલેટર પર છે. જેમની 24 કલાક સારવાર કરવામાંઆવી રહી છે


આ સાથે મીડિયા રિપોર્ટ્સ મુજબ બેઠકમાં એવો પણ નિર્ણય લેવાયો છે કે 108ને સૂચના આપવામાં આવી છે કે દર્દીઓને અસારવાની હોસ્પિટલની જગ્યા પર સોલા હોસ્પિટલ લઈ જવામાં આવે.

Related posts

Leave a Comment