અમદાવાદમાં 20મી નવેમ્બર રાત્રિના 9 થી સોમવાર સવારનાં 6 વાગ્યા સુધી કફર્યુ લાગુ

  • અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતાં કરફ્યુ જાહેર
  • રાત્રિ કરફ્યુની જાહેરતનાં થોડા સમય બાદ બે દિવસનાં કરફ્યુની કરી જાહેરાત

ગુજરાત: અમદાવાદ મહાનગરપાલિકાના કમિશ્નર ડોકટર રાજીવ કુમાર ગુપ્તાએ જણાવ્યું છે કે, અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે અમદાવાદ શહેરમાં આવતીકાલ 20મી નવેમ્બરથી દરરોજ રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારનાં 6 વાગ્યા સુધી કરફ્યુ લાગુ કરવામાંઆવ્યું છે.

રાજીવ ગુપ્તાએ વધુમાં જણાવ્યું છે કે, અમદાવાદ શહેરમાં સરકારી હોસ્પિટલોમાં કુલ 900વધુ પથારીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ખાનગી હોસ્પિટલમાં 400 થી વધુ પથારીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં હજુ પણ 2 હજાર 637 પથારીઓ ખાલી છે. 108 એમ્બ્યુલન્સની સંખ્યા 20 થી વધારીને 40 કરવામાં આવી.  300 ડોકટર અને 300 મેડિકલના વિદ્યાર્થીઓની ફાળવણી કરવામાં આવી છે.

Related posts

Leave a Comment