ગુજરાત યુનિવર્સિટીની એડમિશન પ્રક્રિયામાં ગોટાળો, કે પછી કોલેજની ભૂલ? વિધાર્થીઓ ઉમટયા

ગુજરાત યુનિવર્સિટીની એડમિશન પ્રક્રિયામાં છબરડા

યુનિવર્સિટીએ જાહેર કરી ઓનલાઈન પ્રક્રિયા, કોલેજે કરી ઓફલાઇન પ્રક્રિયા

ગુજરાત યુનિવર્સિટીનાં એડમિશનની પ્રક્રિયાનો અંતિમ રાઉન્ડ (7મો રાઉન્ડ) ચાલી રહ્યો છે સાથે વિધાર્થીઓ એમને ફાળવેલી કોલેજમાં એડમિશન મેળવી રહ્યા છે. પરંતું અમુક કોલેજોએ એમને ઓનલાઇન પ્રક્રિયામાં ભાગ લીધેલ હોવા છતાં અને યુનિવર્સિટીએ ફાળવેલ ઓનલાઇન એડમિશનની જાણ હોવા છતા ઓફલાઇન એડમિશન આપ્યાની માહિતી બહાર આવી છે.

આજ રોજ ભારત બંધનાં એલાન અને કોરોનાની મહામારી વચ્ચે સવારથી વિધાર્થીઓની લાંબી ભીડ જોવા મળી હતી. ઘણા વિધાર્થી ઓનલાઇન લેક્ચર પણ ભરી રહ્યાં હોવા છતાંય વિધાર્થીઓએ આજરોજ જાણ થઈ હતી કે હજુ સુધી એમના એડમિશન કન્ફર્મ થયા નથી જેથી વિધાર્થીઓએ ગુજરાત યુનિવર્સિટીનાં હેલ્પ સેન્ટર ખાતે કોલેજનાં હુકમ હેઠળ વિધાર્થીઓને મોકલી દેવામાં આવેલા.

વિધાર્થીઓએ હેલ્પ સેન્ટર ખાતે અરજીપત્ર જમા કરાવ્યા હતા અને એમાં લખ્યું હતું કે
“અમને કોઈ કોલેજ ફાળવવામાં આવી નથી અને અમને અમારી નજીકની કોલેજ (કોલેજનાં નામ સહિત) ફાળવવા વિનંતી.”

વિધાર્થીઓ અને કોમર્સની જે-તે કોલેજનાં સત્તાધારીઓની મનમાની વચ્ચે બી.કોમનાં વિધાર્થીઓ કોરોનાની મહામારી વચ્ચે યુનિવર્સિટી આવવા મજબૂર બન્યા હતા.

Related posts

Leave a Comment