નહેરુબ્રિજ પર કારની અડફેટે આવતા સાઇકલ ચાલકનું ઘટના સ્થળે જ મોત

પ્રતિકાત્મક તસવીર
  • અમદાવાદમાં રોડ એક્સિડેંટનાં બે બનાવ
  • નહેરુબ્રિજ પર કારની અડફેટે સાઇકલ
  • ભાણાનું બાઇક સ્લીપ થવાથી મોત નિપજતા મામાએ યોગ્ય પોલીસ તાપસની કરી માંગ

અમદાવાદ: નહેરુબ્રિજ પરથી સાયકલ લઈને પસાર થતા સાયકલ ચાલકને એક અજાણ્યા કાર ચાલકે પોતાની કાર બેદરકારી અને પુરઝડપે ચલાવી આવી ટક્કર મારતા સાયકલ ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બી. ટ્રાફિક પોલીસે અજાણ્યા કાર ચાલક સામે એમ. વી. એક્ટ અંતર્ગત ગુનો નોંથી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે હાસોલનાં કડીયાકામ કરતા મામાએ પોતાના ભાણાનું બાઇક સ્લીપ થવાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હોય તેની યોગ્ય પોલીસ તપાસની માંગની ફરિયાદ નોંધાવી છે.

નહેરુબ્રિજ પર કારની અડફેટે સાઇકલ


ગત ગુરૂવારના રોજ બી. ટ્રાફિક પોલીસ સ્ટેશનના ઇન્વે. સ્કોડના પોલીસ કર્મચારી નહેરુબ્રિજ ખાતે ફરજ બજાવતા હતા. આ દરમિયાન સવારના ૮:૩૦ વાગ્યે એક સાયકલ ચાલક નહેરુબ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે એક અજાણ્યો શખ્સ પોતાના કબ્જાની કાર પુર ઝડપે અને બેદરકારીથી ચલાવી આવી સાયકલ ચાલકને પાછળથી ટક્કર મારી હતી. સાયકલ ચાલકને કારની ટક્કર વાગતા શરીરના માથાના ભાગે, મોઢાના ભાગે અને કાનના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જેથી સાયકલ ચાલકને પી.એમ. કરવા માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતા. ત્યારબાદ સાયકલ ચાલકને ટક્કર મારનાર અજાણ્યો કાર ચાલક ઘટના સ્થળે હાજર હોવાથી પોલીસે તેની સામે મોટર વિહ્કલ એક્ટ અને ઈ. પી. કો. ની લાગતી વળતી કલમો લગાવી કાર્યવાહી હાથ ધરી છે.

મહારથી સોસાયટી ગેટ નં.૨ પાસે સ્લીપ થઈ જતા માથાના ભાગે વાગતા મોત


સરદારનગરના હાસોલ ખાતે રહેતા જશવંત સવધાનજી ઠાકોર કડીયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જશવંતભાઈના મોટા બહેન વિધવા હોય તેમના ચાર સંતાનો સાથે તેમના ભાઈની જોડે રહે છે. જશવંતભાઈનો ભાણિયો ભાવેશ કાંતિભાઈ ઠાકોર (ઉ.વ. ૨૩) રિલીફ રોડ ખાતે આવેલી ઇલેક્ટ્રિકની દુકાનમાં નોકરી કરે છે.

ગત રવિવારે બપોરના સાડા ત્રણેક વાગ્યે જશવંતભાઈને તેમના મિત્ર દિલીપભાઈ ઠાકોરે જાણ કરી હતી કે, ભાવેશનું બાઇક મહારથી સોસાયટી ગેટ નં.૨ પાસે સ્લીપ થઈ જતા તે રોડ સાઈડમાં પડતા માથાના ભાગે વાગ્યું હતું. એટલે જશવંતભાઈ તેમના પરિવાર સાથે ત્યાં જતા સોસાયટીના ચેરમેન દ્વારા જાણવા મળ્યું કે, તેમનો ભાણિયો ભાવેશ બપોરના અઢી થી ત્રણ વાગ્યે વચ્ચે મોટરસાયકલ બેદરકારીથી ચલાવી બ્રેક મારતા બાઇક સ્લીપ થઇ જતા માથાના ભાગે ઇજા થઈ હતી. એટલ ચેરમેને ૧૦૮ ને ફોન કરી ભાવેશને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. ત્યારબાદ જશવંતભાઈ હોસ્પિટલે જઇ તપાસ કરતા ભાવેશને માથાના ભાગે વગેલું હતું અને તે બેભાન અવસ્થામાં હોવાથી આઈ. સી. યુ. વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. આમ ગુરુવારના રોજ બપોરના ૨ થી ૩:૪૦ વાગ્યે ભાવેશનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેથી જશવંતભાઈ એ તેમના ભાણીયા ભાવેશની કાયદેસર તપાસ થાય તેવી ફરિયાદ જી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કરી હતી.

Related posts

Leave a Comment