સમાચાર

દિવ્ય ભાસ્કરનાં પત્રકારો સામે રાજકોટનાં હેડકોન્સ્ટેબલે કરી FIR, કોણ સાચુ પત્રકારો કે પોલીસ?

દિવ્ય ભાસ્કરનાં ૪ પત્રકારો સામે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન, કાલાવડ રોડ, રાજકોટ શહેર ખાતે FIR નોંધવામાં આવી છે અને FIR કરનાર છે ત્યાંનાં જ હેડ પોલીસ કોન્સ્ટેબલ. હવે વાતમાં તો એવું શું બન્યું કે પત્રકાર સામે ત્યાંનાં જ પોલીસકર્મીને FIR કરવી પડી! કેમકે ઘણી વાર સત્યને બહાર લાવવા પોલીસ અને પત્રકાર ભેગા મળીને, મિત્રતા ભાવ રાખીને સત્યતાને બહાર લાવે છે.દિવ્ય ભાસ્કરનાં તંત્રી દેવેન્દ્ર ભટનાગર કહે છે કે.. ” અમે ‘ગુનો’ કર્યો છે, સાડી સત્તરવાર ‘ગુનો’ કર્યો છે. જેમના માથા પર કોરોનાના પાંચ દર્દીઓના મોતનું કલંક છે એવા હોસ્પિટલનાં માલેતુજાર સંચાલકો…

પાનખરની જિંદગી

પાનખરની જિંદગી આવ તું પણ જોઈ લે તારા વગરની જિંદગી, હું વસંતોમાં જીવ્યો  છું  પાનખરની  જિંદગી. આંખમાં આંજીને અંધાપો મરણનો આખરે, ભેટ આપું  છું  તને  મારા  વગરની  જિંદગી. ધૂળનાં ઝરણાં ધસીને ઘર સુધી આવી ગયાં, કેટલી  રેતાળ  છે   તારા   નગરની  જિંદગી! હું મરણને બાદ પણ જીવીશ નભની જિંદગી. તુંય જીવી  જો ખુદા  ધરતી  ઉપરની જિંદગી. ખૂબ ઓછા શ્વાસનાં સપના વધારે છે ‘રકીબ’ આપણી તો જિંદગી પણ કરકસરની જિંદગી. -‘રકીબ’ અમદાવાદી

પેટ્રોલ-ડીઝલનાં ભાવોમાં સતત વધારો

પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં આજે 25થી લઈને 33 પૈસા સુધીનો વધારો છેલ્લા 6 દિવસથી સતત વધી રહ્યાં છે ભાવ મુંબઈમાં પેટ્રોલનાં ભાવ આસમાને નેશનલ: સરકારી ઓઇલ કંપનીઓએ વધુ એક વખત આજે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો કર્યો છે. આજે સોમવારે સવારે 6 વાગ્યે ડીઝલનાં ભાવમાં દેશભરમાં 25 પૈસાથી માંડીને 31 પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે પેટ્રોલનાં ભાવોમાં પણ આજે સવારે પ્રતિ લિટર 30 પૈસાથી લઇને 33 પૈસાનો નોંધપાત્ર પ્રમાણમાં મોટો કહી શકાય તેવો ભાવ વધારો કરવામાં આવ્યો છે. આજે સોમવારે થયેલા આ ભાવ વધારા પછી મુંબઇમાં ડીઝલનો ભાવ…

સાપ્તાહિક રાશિફળ

સાપ્તાહિક રાશિ ફળ એટલે કે આખા અઠવાડિયા અથવા અઠવાડિયાનાં ભાવિની ગણતરી. તમારી રાશિનું સાપ્તાહિક રાશિ ફળ જોવા માટે નીચે આપેલી રાશિઓમાંથી પોતાની રાશિ પસંદ કરો- સપ્તાહ દરમિયાન ચંદ્ર, કર્કરાશિ, સિંહરાશિ, કન્યારાશિ, તુલારાશિ માં પરિભ્રમણ કરશે.બાકીનાં ગ્રહોની સ્થિતિ નીચે પ્રમાણે રહેશે. સૂર્ય-   વૃશ્ચિક રાશિ મંગળ- મીન રાશિ બુધ-   વૃશ્ચિક રાશિ ગુરુ-   મકર રાશિ શુક્ર-   તુલા રાશિ, વૃશ્ચિક[11 તારીખથી] શની-  મકર રાશિ રાહુ-   વ્રુષભ રાશિ કેતુ-   વૃશ્ચિક રાશિ. મેષ રાશિ વૃષભ રાશિ મિથુન રાશિ કર્ક રાશિ સિંહ રાશિ કન્યા રાશિ તુલા રાશિ વૃશ્ચિક રાશિ ધન રાશિ મકર રાશિ કુંભ રાશિ મીન રાશિ…

મળો રિયલ લાઈફ મોગલીને જે પોતાનાં જીવનનાં મોટાભાગનો સમય જંગલમાં વિતાવે છે

આફ્રિકાના જંગલમાં મળ્યો રિયલ મોગલી અન્ય લોકો દ્વારા તેને કરવામાં આવતો હેરાન પરેશાન 21વર્ષીય યુવક જંગલમાં રહીને ઘાસ ખાવા બન્યો મજબુર ઇન્ટરનેશનલ: જંગલ બુક – મોગલીની વાર્તા તો આપણે બધાએ સાંભળી છે. પણ શું તમે ખરેખર આવું કોઈ સત્યઘટના ક્યાંય જોઈ કે સાંભળી છે? તો ચાલો આજે આપણે લઇ જઈએ આફ્રિકાના જંગલમાં જ્યાં જોવા મળ્યો રિયલ લાઈફ મોગલી.. આફ્રિકાના જંગલમાં રહેતો અને દરરોજ લગભગ 30 કિલોમીટર ચાલતો એક માણસ, ‘અલગ’ હોવાના કારણે તેને તેના ગામમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને ભીડની સહાય મળી હતી. રવાન્ડાના ઝાંઝિમાન એલી, ઘણીવાર ‘રીઅલ-લાઇફ…

તમે ક્યારેય સાંભળ્યુ છે કે પ્લેનનું રોડ પર થયું એક્સિડેંટ? તો જોઈ લો હાઇવે પર પ્લેન અને કારનું થયું એક્સિડેંટ

દુર્ઘટના ટાળવા જતા સર્જાઈ બીજી જ દુર્ઘટના પ્લેન અથડાયો SUV કાર સાથે પ્લેન ક્રેશનો આ વિડીયો થયો વાયરલ ઇન્ટરનેશનલ: યુ.એસ.ના મિનીપોલિસ શહેરમાં એક સિંગલ એન્જિન વિમાને ઇમર્જન્સી લેન્ડિંગ કર્યું હતું અને ત્યારબાદ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રમાણમાં શેર કરવામાં આવ્યો છે. સીબીએસ(CBS)ના એક સ્થાનિક અહેવાલ મુજબ બેલાન્કા વાઇકિંગ વિમાન હાઇવે પર ઉતર્યું હતું અને ત્યારબાદ તે SUV સાથે અથડાયું હતું. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈને ઈજા પહોંચી ન હોવાનું અહેવાલમાં જણાવાયું છે. SUVમાં એકલા જઈ રહેલા બ્રિટ્ટેની યૂરીકે જણાવ્યું હતું કે તેણે વિમાનને ક્ષણભર પહેલા જ તૂટી…

5 ડિસેમ્બરથી નેટફ્લિક્સ ભારતમાં બધાં લોકો માટે ફ્રી, જાણો કેવી રીતે મળશે આ ઓફરનો લાભ..

netflix stream fest

નેટફ્લિક્સ(Netflix) પોતાનાં ભારતીય યુઝર્સ માટે લઈને આવ્યું છે ફ્રી ઓફર 5 ડિસેમ્બરથી મળશે આ ઓફરનો લાભ આ ઓફરમાં રજીસ્ટ્રેશન કરનાર દરેકને મળશે ફ્રીમાં નેટફ્લિક્સ મનોરંજન: નેટફ્લિક્સ(Netflix) ઇન્ડિયાએ એક જાહેરાત કરી છે જેમાં જણાવ્યું છે કે, 5 ડિસેમ્બરથી ભારતમાં નેટફ્લિક્સની એક ફ્રી ઓફર લોન્ચ કરવામાં આવશે. જેની વેલીડિટી બે દિવસની હશે. આ બે દિવસને નેટફ્લિક્સ(Netflix)એ “સ્ટ્રીમફેસ્ટ”(streamfest) તરીકે જાહેર કર્યા છે. આ સ્ટ્રીમફેસ્ટ(streamfest) બે દિવસ માટે એટલે કે 5 ડીસેમ્બર અને 6 ડિસેમ્બર એમ બે દીવસ સુધી ચાલશે. જે દરમિયાન ભારતનાં દરેક લોકોને આ બે દિવસ માટે ફ્રીમાં નેટફ્લિક્સ(Netflix) જોવા મળશે. સ્ટ્રીમફેસ્ટ(streamfest)…

મહારાષ્ટ્રનાં શિક્ષકે 1 મિલિયન ડોલરનું ઇનામ જીત્યું

મહારાષ્ટ્રનાં શિક્ષકે ઉત્કૃષ્ટ શિક્ષણ કાર્ય માટે મેળવ્યું 1 મિલિયન ડોલરનું ઈનામ ઈનામ મળતાની સાથે અડધી રકમ શેર કરી દીધી વાર્ષિક વૈશ્વિક શિક્ષક પુરસ્કાર-2020નાં વિજેતા તરીકે જાહેર કરાયા મનોરંજન: ભારતનાં એક પ્રાથમિક શાળાનાં શિક્ષકને બાળ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટેનાં પ્રયત્નો અને દેશમાં પાઠયપુસ્તક ક્રાંતિમાં મોટા પાયે પ્રયત્નો કરવા બદલ વાર્ષિક વૈશ્વિક શિક્ષક પુરસ્કાર-2020નાં વિજેતા તરીકે જાહેર કરવામાં આવયા છે. દેશમાં ક્વિક એક્શન (QR) કોડ. અંતિમ રાઉન્ડમાં પહોંચેલા દસ સ્પર્ધકોમાં મહારાષ્ટ્રનાં સોલાપુર જિલ્લાના પરદેવદી ગામનો રણજીતસિંહ ડીસાલે વિજેતા તરીકે ઉભરી આવ્યા છે. વારકે ફાઉન્ડેશન દ્વારા અસાધારણ શિક્ષકોને તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ પુરસ્કાર…

અક્ષય કુમારે સારા અલી ખાન સાથે ફિલ્મ ‘અતરંગી રે’ની શૂટિંગ શરૂ કરી

આ વર્ષનાં ઓક્ટોબર મહિનામાં ફિલ્મનાં અન્ય 2 મુખ્ય કલાકાર એકટ્રેસ ‘સારા’ અને એક્ટર ‘ધનુષ’ સાથે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે આાનંદ એલ.રાય’ની ફિલ્મ ‘અતરંગી રે’ મદુરાઇ, દિલ્હી અને મુંબઇમાં શૂટ કરવામાં આવશે હિમાંશુ શર્મા’ દ્વારા લખાયેલ ‘અતરંગી રે’ 2021માં આવવાની છે મનોરંજન: બોલિવૂડ સુપરસ્ટાર ‘અક્ષય કુમાર’એ તેમની આગામી ફિલ્મ ‘અતરંગી રે’ નું શૂટિંગ ‘સારા અલી ખાન’ સાથે શરૂ કરી દીધું છે. આ વર્ષનાં ઓક્ટોબર મહિનામાં ફિલ્મના અન્ય 2 મુખ્ય કલાકાર ‘સારા’ અને ‘ધનુષ’ સાથે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું હતું. હવે ‘અક્ષય કુમાર’ પણ ફિલ્મની શૂટિંગમાં જોડાઈ ગયા છે.…

તમે ક્યારેય ભૂલા પડ્યા છો??

તમે ક્યારેય ભૂલા પડ્યા છો?? હવે તમે કહેશો કે હા… આતો કૈ પૂછવાનો વિષય છે. બધા ભૂલા પડતા જ હોય છે અથવા પડેલા જ હોય છે, આપણી ગુજરાતી ભાષાના કવિ ભાવિન ગોપાણી લખે છે કે “અજાણી છોકરી પુછી ગઈ સરનામું આવીને પછી શું? છોકરો ભૂલો પડ્યો રસ્તો બતાવીને” તો હા ભુલું પડવું માનવનો સહજ સ્વભાવ છે પણ અહીયાં જે વાત છે જે જરા અલગ સ્વભાવની છે Englishમાં કહીએ તો Grey shaded . જરા ધ્યાનથી .. સાચવીને સમજવાં જેવી વાત. સત્યનાં 2 પ્રકાર છે, એક સામાન્ય સત્ય અને એક મહાસત્ય. સામાન્ય…