અક્ષય કુમારે સારા અલી ખાન સાથે ફિલ્મ ‘અતરંગી રે’ની શૂટિંગ શરૂ કરી

  • આ વર્ષનાં ઓક્ટોબર મહિનામાં ફિલ્મનાં અન્ય 2 મુખ્ય કલાકાર એકટ્રેસ ‘સારા’ અને એક્ટર ‘ધનુષ’ સાથે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે
  • આાનંદ એલ.રાય’ની ફિલ્મ ‘અતરંગી રે’ મદુરાઇ, દિલ્હી અને મુંબઇમાં શૂટ કરવામાં આવશે
  • હિમાંશુ શર્મા’ દ્વારા લખાયેલ ‘અતરંગી રે’ 2021માં આવવાની છે

મનોરંજન: બોલિવૂડ સુપરસ્ટાર ‘અક્ષય કુમાર’એ તેમની આગામી ફિલ્મ ‘અતરંગી રે’ નું શૂટિંગ ‘સારા અલી ખાન’ સાથે શરૂ કરી દીધું છે. આ વર્ષનાં ઓક્ટોબર મહિનામાં ફિલ્મના અન્ય 2 મુખ્ય કલાકાર ‘સારા’ અને ‘ધનુષ’ સાથે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું હતું. હવે ‘અક્ષય કુમાર’ પણ ફિલ્મની શૂટિંગમાં જોડાઈ ગયા છે. અક્ષય કુમારે તેમનાં ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સારા સાથે એક ફોટો શેર કરીને કૅપ્શનમાં લખ્યું, “આ ત્રણ જાદુઈ શબ્દોથી મળતી ખુશી અનમેચેબલ છે: ‘લાઇટ્સ, કેમેરા, એક્શન’ @aanandlrai દ્વારા #Atrangire નું શુટિંગ શરૂ. તમારા બધાનાં પ્રેમ અને શુભેચ્છાઓની જરૂર છે.”

બીજી તરફ ‘સારા અલી ખાને’ પણ આ જ ફોટો શેર કર્યો અને લખ્યું કે, “અતરંગી રે વધુ રંગીન બની જાય છે! @akshaykumar વિશેષાધિકૃત, ઉત્સાહિત અને તમારી સાથે કામ કરવા બદલ આભારી!”

ડાયરેક્ટર ‘આાનંદ એલ.રાય’ની ફિલ્મ ‘અતરંગી રે’ મદુરાઇ, દિલ્હી અને મુંબઇમાં શૂટ કરવામાં આવશે. આનંદ રાયએ કહ્યું હતું, “આ લોકડાઉન દરમિયાન, મેં ‘અતરંગી રે’ નાં આગામી શિડ્યુલની તૈયારી માટે ઘણો સમય કાઢ્યો છે. ઓક્ટોબર પછી મધુરાઇમાં શૂટિંગ શિડ્યુલ શરૂ કરવા માટે હું ખરેખર ઉત્સાહિત છું.”

આ પણ વાંચો: અનુષ્કા શર્માએ પ્રૅગનન્સિ દરમિયાન પતિ વિરાટ કોહલીની મદદથી કર્યું શીર્ષાસન

આ પહેલા ફિલ્મનાં બે અભિનેતાઓ ધનુષ અને સારા અલી ખાનનો પહેલો લુક જાહેર કરવામાં આવ્યો હતો. ફોટામાં બંને અભિનેતા મિશ્રિત અભિવ્યક્તિઓ(mixed expressions) સાથે કંઈક જોતા નજરે પડ્યા હતા.

‘હિમાંશુ શર્મા’ દ્વારા લખાયેલ ‘અતરંગી રે’ 2021 માં આવાની છે. આ પ્રોજેક્ટ, ‘કલર યલો ​​પ્રોડક્શન્સ’, ‘ટી-સિરીઝ’ અને ‘કેપ ઑફ ગુડ ફિલ્મ્સ’ નું સંયુક્ત નિર્માણ છે.

Related posts

Leave a Comment