તમે ક્યારેય સાંભળ્યુ છે કે પ્લેનનું રોડ પર થયું એક્સિડેંટ? તો જોઈ લો હાઇવે પર પ્લેન અને કારનું થયું એક્સિડેંટ

  • દુર્ઘટના ટાળવા જતા સર્જાઈ બીજી જ દુર્ઘટના
  • પ્લેન અથડાયો SUV કાર સાથે
  • પ્લેન ક્રેશનો આ વિડીયો થયો વાયરલ

ઇન્ટરનેશનલ: યુ.એસ.ના મિનીપોલિસ શહેરમાં એક સિંગલ એન્જિન વિમાને ઇમર્જન્સી લેન્ડિંગ કર્યું હતું અને ત્યારબાદ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રમાણમાં શેર કરવામાં આવ્યો છે. સીબીએસ(CBS)ના એક સ્થાનિક અહેવાલ મુજબ બેલાન્કા વાઇકિંગ વિમાન હાઇવે પર ઉતર્યું હતું અને ત્યારબાદ તે SUV સાથે અથડાયું હતું. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈને ઈજા પહોંચી ન હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

SUVમાં એકલા જઈ રહેલા બ્રિટ્ટેની યૂરીકે જણાવ્યું હતું કે તેણે વિમાનને ક્ષણભર પહેલા જ તૂટી પડતા જોયું હતું અને ઘટના પછી પાઇલટ સાથે પણ વાત કરી હતી.

યુરિકે કહ્યું,”તે ખૂબ જ દયાળુ છે. તે ખૂબ જ માફી માંગી રહ્યો હતો. તેણે મને સમજાવ્યું કે શું થયું, અને હું વિશ્વાસ કરી શકતો નથી કે આપણે બધા ઠીક છીએ. મને લાગે છે કે તે પણ આવી જ અનુભૂતિ કરી રહ્યો હતો,”

Leave a Comment