મળો રિયલ લાઈફ મોગલીને જે પોતાનાં જીવનનાં મોટાભાગનો સમય જંગલમાં વિતાવે છે

  • આફ્રિકાના જંગલમાં મળ્યો રિયલ મોગલી
  • અન્ય લોકો દ્વારા તેને કરવામાં આવતો હેરાન પરેશાન
  • 21વર્ષીય યુવક જંગલમાં રહીને ઘાસ ખાવા બન્યો મજબુર

ઇન્ટરનેશનલ: જંગલ બુક – મોગલીની વાર્તા તો આપણે બધાએ સાંભળી છે. પણ શું તમે ખરેખર આવું કોઈ સત્યઘટના ક્યાંય જોઈ કે સાંભળી છે? તો ચાલો આજે આપણે લઇ જઈએ આફ્રિકાના જંગલમાં જ્યાં જોવા મળ્યો રિયલ લાઈફ મોગલી..

આફ્રિકાના જંગલમાં રહેતો અને દરરોજ લગભગ 30 કિલોમીટર ચાલતો એક માણસ, ‘અલગ’ હોવાના કારણે તેને તેના ગામમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને ભીડની સહાય મળી હતી. રવાન્ડાના ઝાંઝિમાન એલી, ઘણીવાર ‘રીઅલ-લાઇફ મૌગલી’ તરીકે ઓળખાતા, જંગલમાં તેઓ તેમનો મોટાભાગનો સમય વિતાવે છે, કારણ કે સ્થાનિક લોકો તેમના અલગ દેખાવના કારણે ઘણી વાર તેની પર દાદાગીરી કરે છે.

1999 માં જન્મેલા 21 વર્ષીય એલીને માઇક્રોસેફલી (એક એવી સ્થિતિમાં કે જ્યાં બાળકનું માથું અપેક્ષા કરતા ખૂબ નાનું હોય છે) નામના ડિસઓર્ડરથી પીડાય છે, જેણે તેને બાળપણથી જ નોન વરબલ(એટલે કે શબ્દો ઉચ્ચારી કે બોલી ના શકે-બિન-મૌખિક) છે. તેણે જીવનના મોટાભાગમાં સ્થાનિકોની કઠોરતા સહન કરવી પડી છે. તેની માતા, જેમણે તાજેતરમાં એક પ્રાદેશિક ચેનલ સાથે પોતાનો અનુભવ શેર કર્યો અને કહે છે કે એલીના જન્મ પહેલાં તેણે તેના પાંચ બાળકો ગુમાવ્યા હતા. તેમણે કહ્યું કે તેણીએ આશા છોડી દીધી હતી પણ તેમની પ્રાર્થનાના ફળસ્વરૂપે એલીનો જન્મ થયો.

માતાએ કહ્યું કે એલીનો ચહેરો અસામાન્ય હોવાના કારણે સ્થાનિક લોકો દ્વારા વારંવાર તેને ધમકાવવામાં આવે છે અને તેનો પીછો કરીને તેને હેરાન કરવામાં આવે છે. દુઃખની વાત છે કે, સાંભળવામાં અને બોલવામાં મુશ્કેલીઓ હોવાને કારણે તે ક્યારેય શાળામાં પણ ગયો નથી.

પરંતુ, હવે એરીની માતાની મુલાકાત લીધેલ ચેનલ, આફ્રીમેક્સ ટીવી દ્વારા એક ક્રાઉડફંડિંગ પહેલ ગોઠવવામાં આવી છે. ચેનલે એલી અને તેના પરિવારને સહાય કરવા માટે GoFundMe પેજ શરૂ કર્યું છે. “ચાલો આ એકલી માતાને આ બાળકને ઉછેરવામાં મદદ કરીએ, કારણ કે તેઓ બેરોજગાર છે,તેમનું કુટુંબ ચલાવવાનું અઘરું થઈ પડ્યું છે અને આ યુવાન છોકરાને જંગલમાં જઈને ઘાસ ખાવાની ફરજ પડે છે. ચાલો ફાળો આપીએ અને આ છોકરા અને તેની માતાના જીવનને બચાવીએ.” , “GoFundMe” પેજ ના માધ્યમથી”.

Leave a Comment