પેટ્રોલ-ડીઝલનાં ભાવોમાં સતત વધારો

  • પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં આજે 25થી લઈને 33 પૈસા સુધીનો વધારો
  • છેલ્લા 6 દિવસથી સતત વધી રહ્યાં છે ભાવ
  • મુંબઈમાં પેટ્રોલનાં ભાવ આસમાને

નેશનલ: સરકારી ઓઇલ કંપનીઓએ વધુ એક વખત આજે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો કર્યો છે. આજે સોમવારે સવારે 6 વાગ્યે ડીઝલનાં ભાવમાં દેશભરમાં 25 પૈસાથી માંડીને 31 પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે પેટ્રોલનાં ભાવોમાં પણ આજે સવારે પ્રતિ લિટર 30 પૈસાથી લઇને 33 પૈસાનો નોંધપાત્ર પ્રમાણમાં મોટો કહી શકાય તેવો ભાવ વધારો કરવામાં આવ્યો છે.

આજે સોમવારે થયેલા આ ભાવ વધારા પછી મુંબઇમાં ડીઝલનો ભાવ પ્રતિ લિટર 80.51 રૂપિયા અને પેટ્રોલનો ભાવ 90.34 રૂપિયા થયો છે. નોંધનિય છે કે, ડીઝલનો સૌથી ઓછો ભાવ દેશનાં 4 મહાનગરો પૈકી દિલ્હીમાં જોવા મળે છે અને સૌથી વધુ ભાવ મુંબઇ ખાતે જોવા મળે છે. એ જ રીતે પેટ્રોલમાં પણ દિલ્હી અને મુંબઇમાં લઘુત્તમ અને મહત્તમ ભાવ જોવા મળે છે.

દેશના મુખ્ય મેટ્રો સિટિમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ નીચે પ્રમાણે છે:

શહેર પેટ્રોલ ડીઝલ
મુંબઈ 90.34 80.51
દિલ્લી 83.71 73.87
ચેન્નઈ 86.51 79.21
કલકત્તા 85.19 77.44
અમદાવાદ 81.09 79.53

કેવી રીતે જાણી શકો છો તમે તમારા શહેરનાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ?

તમે SMS દ્વારા તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલનાં દૈનિક દરને પણ જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો 9224992249 પર ‘RSP’ લખી શકે છે અને BPCL ગ્રાહકો ‘RSP’ લખીને 9223112222 પર SMS મોકલી શકે છે. HPCLનાં ગ્રાહકો ‘HPprice’ લખીને અને 9222201122 પર SMS મોકલીને ભાવ શોધી શકે છે. અહી તમારે RSP પછી એક સ્પેસ અને ત્યાર બાદ પેટ્રોલ પંપનો ડીલર કોડ લખવાનો રહેશે. જેમકે, RSP 218671 અને આ SMS 9224992249 પર મોકલવો.
(આ ડીલર કોડ IOCLની વેબ સાઇટ પર આપેલો છે જે ગાંધીનગરનાં એક પેટ્રોલ પંપનો છે)

નોંધનિય છે કે, આજે પેટ્રોલ-ડીઝલમાં નોંધાયેલા વધારા પછી આ બંને ઇંધણોનાં ભાવો પાછલા બે વર્ષની ટોચે પહોંચ્યા છે

Related posts

Leave a Comment