‘દિલ્લી પોલીસે સીએમ કેજરીવાલને કર્યા નજરકેદ’, AAPનો ગૃહ મંત્રાલય પર આરોપ

  • CM અરવિંદ કેજરીવાલને કરવામાં આવ્યા છે નજરકેદ
  • આ આરોપ લાગવ્યો છે આમ આદમી પાર્ટીનાં નેતાઓએ
  • CM કેજરીવાલે ખેડૂતોને આપ્યું હતું સમર્થન

નેશનલ: ખેડુતોનાં આંદોલન અને ભારત બંધને ધ્યાનમાં રાખીને દિલ્લી પોલીસે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને નજરકેદ કરી દીધા છે. આ આરોપ આમ આદમી પાર્ટી (AAP)એ લગાવ્યો છે. AAPનું કહેવું છે કે સીએમ અરવિંદ કેજરીવાલ સિંધુ બોર્ડરથી પરત ફર્યા હતા ત્યારથી તેના માટે નજરકેદ જેવી પરિસ્થિતિઓ બનાવવામાં આવી છે. સીએમ અરવિંદ કેજરીવાલની તમામ બેઠક રદ કરવામાં આવી છે.

AAPનો આરોપ છે કે, ગૃહ મંત્રાલયનાં આદેશથી પોલીસે દિલ્લી મહાનગર પાલિકાનાં ત્રણ મેયરને CM અરવિંદ કેજરીવાલનાં ઘરનાં મુખ્ય દરવાજાની બહાર ધરણા કરવા કહ્યું છે. અને આ બહાને પોલીસે મુખ્યમંત્રીનાં ઘરની બહાર બેરિકેડ ઊભા કરી દીધા છે. જેથી કોઈ પણ કેજરીવાલને મળવા ન આવે. અને ન તો સીએમ ક્યાંય બહાર જઇ શકે.

AAPનાં ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે જણાવ્યું હતું કે, CM જ્યારે સિંધુ બોર્ડર ખેડુતોને મળવા અને ખેડુતોને ટેકો આપવા માટે ગયા છે ત્યારથી કેન્દ્રીય ગૃહ મંત્રાલયનાં કહેવા પર, દિલ્લી પોલીસે લગભગ મુખ્યમંત્રીને તેમના જ ઘરે બેરિકેડ મૂકીને નજરકેદ રાખ્યા છે. કોઈ પણ તેમને મળી શકશે નહીં, અને તેઓ બહાર આવી શકશે નહીં.

સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે અમે ખેડૂતોની દરેક માંગને સમર્થન આપીએ છીએ, ખેડૂતોનો મુદ્દો અને સંઘર્ષ ન્યાયપૂર્ણ છે. ખેડૂતનાં સંઘર્ષમાં દિલ્લી સરકાર અને અમારી પાર્ટી એક સાથે છે. જ્યારે ખેડૂતો સરહદ પર આવ્યા ત્યારે કેન્દ્ર અને દિલ્લી પોલીસે અમને દિલ્લીનાં 9 સ્ટેડિયમમાં જેલ બનાવવા માટે પરવાનગી માંગી હતી. સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે અમારા પર દબાણ કરવામાં આવ્યું હતું. પરંતુ અમે કોઈ મંજૂરી આપી ન હતી. AAPની સરકાર અને પાર્ટી સતત ખેડૂતોની સેવા માટે હાજર છે. હું એક સર્વિસમેન તરીકે આવ્યો છું અને ખેડૂતોની સેવા કરવા આવ્યો છું. ખેડૂત સતત અન્નની ખેતી કરે છે, તેથી ખેડૂતોની સેવા કરવી એ અમારી ફરજ છે.


આ પણ વાંચો: પંજાબ-હરિયાણામાં કૃષિ આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે જાણો શું છે આ ખેડૂતોની માંગણીઓ!


આ પણ વાંચો: “અમે અમારું ભોજન અમારી સાથે લાવ્યા છીએ”, ખેડુતોએ મીટિંગમાં સરકારી લંચ જમવા માટે કર્યો ઇનકાર


 

Related posts

Leave a Comment