“અમે અમારું ભોજન અમારી સાથે લાવ્યા છીએ”, ખેડુતોએ મીટિંગમાં સરકારી લંચ જમવા માટે કર્યો ઇનકાર

  • કૃષિ બિલનાં કારણે ખેડૂતો કરી રહ્યાં આંદોલન
  • છેલ્લા 7 દિવસથી આ આંદોલને જોર પકડ્યું છે
  • આજે ખેડૂત અને કેન્દ્ર સરકારનાં મંત્રીમંડળની બેઠક હતી

નેશનલ: કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા કૃષિ બિલનો વિરોધ ખેડૂતો કરી રહ્યાં છે. ત્યારે આજે સરકાર દ્વારાં વાટાઘાટો કરવા માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વાતચિત માટે સરકારે ખેડૂતોને વિજ્ઞાન ભવનમાં આમંત્રિત કર્યા હતા. જ્યાં ખેડૂતો એ પોતનાં મુદ્દા સામે મૂક્યા હતા. આ બાબતે સરકારે અને ખેડૂતોએ ઘણી વાતો કરી હતી. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને રેલ્વે મંત્રી પિયુષ ગોયલ પણ હાજર છે. નરેન્દ્ર તોમારે બેઠક પૂર્વે કહ્યું હતું કે તેમને આશા છે કે વાતચીતમાંથી સકારાત્મક પરિણામો બહાર આવવા જોઈએ.

આ પણ વાંચો: પંજાબ-હરિયાણામાં કૃષિ આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે જાણો શું છે આ ખેડૂતોની માંગણીઓ!

ચર્ચાની વચ્ચે લંચનાં વિરામ દરમિયાન સરકારે આપેલી બપોરની ચા અને જમવાનું પણ ખેડુતોએ સ્વીકાર્યું ન હતું. બપોરનાં સમયે ખેડુતો તેમની સાથે લાવેલો ખોરાક જ ખાધો હતો. ખેડુતોએ કહ્યું, “બપોરનો લંચ બ્રેક થયો છે. સરકારે અમને જમવાનું અને ચાની ઓફર કરી છે. પરંતુ અમે ના પાડી છે અને અમે માત્ર જે લંગરનો ખોરાક છે જે અમે અમારી સાથે લીધો હતો તે જ ગ્રહણ કરવાનાં છીએ.”

Related posts

Leave a Comment