नज़रें मिलाके, खुद से पूछो – क्यूं? સોનાક્ષી સિંહા

અનેક વિદેશી હસ્તીઓએ દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને પોતાનું સમર્થન આપ્યું હતું. તે જ સમયે ફક્ત મુખ્ય પ્રવાહની કેટલીક ભારતીય હસ્તીઓ હતી જેઓ ખેડૂતોને ટેકો આપવા આગળ આવ્યા હતા. સોનાક્ષી સિંહા તેમાંથી એક છે, સતત તેનાં સોશિયલ મીડિયા પર ખેડૂતોને ટેકો આપતી પોસ્ટ કરે છે. તાજેતરમાં જ તેમણે ફરી એકવાર પોતાનો અવાજ ખેડૂતોને આપ્યો હતો. એક કવિતા દ્વારા. જેનું નામ ‘કયું’ છે.

પોસ્ટનાં કેપ્શનમાં લખ્યું કે,

नज़रें मिलाके, खुद से पूछो – क्यूं? एक ट्रिब्यूट उन हाथों को जो हमें खिलाते हैं. वरद भटनागर की लिखी हुई एक खूबसूरत कविता. शूट और कनसैप्चुलाइज़ किया है गुरसंजाम पुरी ने. मैने नेरेशन दिया है. #FarmersProtest

એક મિનિટ અને 20 સેકન્ડનો આ વીડિયો ખેડૂતોના વિઝ્યુઅલથી શરૂ થાય છે. પછી આવે છે સોનાક્ષીનું નરેશન,

क्यूं, सब पूछते हैं क्यूं. क्यूं हम सड़कों पर उतर आए हैं. खेत-खलिहान के मंज़र छोड़, क्यूं बंजर शहरों में घुस आए हैं

 

View this post on Instagram

 

A post shared by Sonakshi Sinha (@aslisona)

તેમણે ખેડૂતો પર ઉઠાવવામાં આવતા પ્રશ્નો પર દેશને વધુ સવાલ કર્યા. તમે આ ખેડૂત થકી જ સરસવનાં સાગ અને મકાઈનાં રોટલનાં સ્વાદ માણી શકો છો. હવે જ્યારે ખેડુતો તેમનાં ખાતર કંઇક કરી રહ્યા છે ત્યારે શું તે ખોટું છે? શું તમારા  હકની માંગણી કરવું ખોટું છે? જે પોતાનાં હકની માટે ઊભા છે તેને દંગા કરતાં કહી દીધા કેમ? ખેડૂતોની પ્રશંસા નથી કરી પરંતુ બસ આરામથી ઘરે બેઠેલા લોકોને સવાલ કર્યો છે, કે ખુદને આ બાબતે એક વખત તો સવાલ કરો કે આખરે કેમ?

કેટલાક લોકો કહે છે કે આ કવિતા પોસ્ટ સોનાક્ષીએ ગડબડી કરી છે. હવે તેની ટ્રોલિંગ શરૂ થશે. પણ આ વાત તો હવે સમય જતાં જ ખબર પડશે પરંતુ હાલ આ ખેડૂતનો મુદ્દો લોકોમાં મતભેદ ઊભા કરી રહ્યો છે.

જણાવી દઈએ કે વિદેશી હસ્તીઓનાં ખેડુતોનાં આંદોલન પર ટ્વીટ કર્યા પછી દેશનાં અનેક સેલિબ્રિટીઝ પણ મેદાનમાં આવી ગયા હતા. ટ્વીટ કરવાનું શરૂ કર્યું કે વિદેશી લોકો પ્રચારનાં હેઠળ ન આવે. ભારતની અખંડિતતા જાળવવી. જે પછી તપસી પન્નુ અને અર્જુન માથુર જેવા કલાકારોએ પણ આ સ્ટાર્સનાં આવા ટ્વિટની ટીકા કરી હતી.

Related posts

Leave a Comment