- અમીરગઢ બન્ને ભાગોને જોડતો ફુટબ્રિજ અલગ કરતા લોકોને ભારે પરેશાની વેઠવી પડી રહી છે
ગુજરાત: અમીરગઢ ઇસ્ટ અને વેસ્ટ આમ બે ભાગોમાં વેહચાતું ગામ છે. બંન્ને ભાગોની મધ્ય ભાગમાં રેલવેટ્રેક આવેલી છે. ઉગમણા વાસ અને આથમણાં વાસને જોડતા વચ્ચે રેલવે ટ્રેક પર થઈને પાસર થવું પડે છે. ત્યારે હાલ રેલવેનું કામ ચાલુ હોઈ આ બે ભાગોને જોડવા માટે બન્ને બાજુ અલગ અલગ પુલોની બનાવટ કરવામાં આવી છે. જેથી લોકોને એક બાજુથી બીજી બાજુ આવવા માટે 2 વાર ઉતરવું અને ચડવું પડે છે. તેથી ગામ લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
અમીરગઢ બે ભાગોમાં વહેચાયેલું ગામ હીવથી બન્ને ભાગોને જોડતા વચ્ચે રેલવે ટ્રેક આવેલી છે ત્યારે હાલમાં રેલવે લાઈનનું કામ ચાલુ હોવાથી બન્ને ભાગોને જોડવા માટે અને એક બાજુથી બીજી બાજુ જવા માટે રેલવે ઓવેરબ્રિજ બમવવામાં આવ્યો છે. પરંતુ આ બ્રિજને બે ભાગોમાં વહેચવામાં આવ્યો છે. તેથી લોકોને એક બાજુથી બીજી બાજુ જાવા માટે 1 બ્રિજ પાર કરીને ફરી બીજો બ્રિજ ચડવો પડે છે. ત્યારે એવામાં ઉમર લાયક માણસો અને હારીબીમારીમાં પણ આજ રીતે અને અન્ય વાર તહેવારમાં પણ આજ રીતે ઉતરચઢમાં મુશ્કેલીઓ વેઠવી પડે તેમ છે. રેલવેનાં બીજા ભાગમાં મંદિર અને મસ્જિદ આવેલા છે. રોજ સાંજે અને સવારે પૂજા અને દર્શન માટે લોકો ને દરરોજ બે વાર બ્રિજ પાર કરવામાં ઘણી મુશ્કેલીઓ ઉઠાવવી પડી રહી છે. તેમજ રેલવેની બીજી બાજુનાં લોકોને બજાર આવવા માટે અને કોઈ પણ માલ સમાનની ખરીદી માટે અને અન્ય સરકારી કચેરીનાં કામ કાજ અર્થે આ બાજુ આવવા વારમવાર આ બ્રિજ ઉતરચઢ ના કરવો પડે માટે અને બન્ને ભાગોને જોડતો એક જ બ્રિજ બમવાઆ આવે તે માટે આજ રોજ એકઠા થયા હતા. ત્યારે આજ રોજ ગ્રામજનોએ આ વિસ્તારના ધારાસભ્ય અને સ્ટેશનમાસ્ટરને લેખિત માં રજુઆત કરીને આ સમસ્યાનું નિવારણ લાવવા માટે વિનંતી કરી હતી અને વેહલી તકે આ સમસ્યા નું સમાધાન થાય તેવી માંગણી કરી હતી.
આ અંગે ધારાસભ્ય એ શું કહ્યું?
આ અંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, અગાઉ પણ આ રીતે ઈકબાલગઢ ખાતે બ્રિજ અંગે રજુઆત કરવામાં આવી હતી તેનું પણ ટૂંક સમયમાં નિવારણ આવી ગયું છે. ત્યાંરે અમે આ રજુઆતનું પણ જલ્દી નિવારણ લાવવા પ્રયત્નો કરીશું.
આ અંગે સ્ટેશન માસ્ટરે શુ કહ્યું?
આ અંગે સ્ટેશન માસ્ટરે જણાવ્યું હતું કે તમારી અરજી મેં સ્વીકાર કરી છે. અને આ અંગે હું મારા ઉપરનાં અધિકારીઓને જાણ કરીશ. અને તમારી રજુઆતને ઉપરના લેવલ સુધી પોહચાડીશ.