ભારત બંધ એલાનનાં પગલે દેશભરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

  • ખેડૂત સંગઠનો દ્વારા અપાયું ભારત બંધનું એલાન
  • પ્રકાશ જાવડેકરે બંધને સમર્થન આપવા બદલ વિપક્ષોની કડક શબ્દોમાં ટીકા કરી

નેશનલ: ખેડૂત સંગઠનો દ્વારા આજે અપાયેલા ભારત બંધ આહવાનને પગલે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સુરક્ષા કડક બનાવવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાનીની સરહદે નવા ફાર્મ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત સંઘોએ આજે સવારે 11 થી સાંજનાં 3 દરમિયાન દેશવ્યાપી હડતાલની હાકલ કરી છે. જો કે બંધના એલાનને મિશ્ર પ્રતિભાવ મળ્યો છે.

માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે કૃષિધારાઓ અંગે ખેડૂતોમાં ગેરસમજ ફેલાવવા માટે તથા આજના ભારત બંધને સમર્થન આપવા બદલ વિપક્ષોની કડક શબ્દોમાં ટીકા કરી છે. આજે દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કૃષિધારાઓ ખેડૂતોના હિતમાં છે અને વિપક્ષો આ મુદ્દે રાજકારણ કરી રહ્યા હોવાનું શ્રી જાવડેકરે આક્ષેપ કર્યો હતો.

તેમણે કહ્યું કે, કોંગ્રેસ, NCP, DMK, અને અન્યપક્ષો જ્યારે સત્તામાં હતા ત્યારે તેમણે કોન્ટ્રાક્ટ ખેતી અંગેનો ધારો મંજૂર કર્યો હતો. જાવડેકરે કહ્યું કે, ખેડૂતો ઉત્પાદન ખર્ચ અને થોડીક વધુ કિંમત માંગી રહ્યા હતા જ્યારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર તેમને ખર્ચ કરતાં 50 ટકા વધુ આપી રહી છે.


આ પણ વાંચો: પંજાબ-હરિયાણામાં કૃષિ આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે જાણો શું છે આ ખેડૂતોની માંગણીઓ!


આ પણ વાંચો: “અમે અમારું ભોજન અમારી સાથે લાવ્યા છીએ”, ખેડુતોએ મીટિંગમાં સરકારી લંચ જમવા માટે કર્યો ઇનકાર


Related posts

Leave a Comment