CM અરવિંદ કેજરીવાલને કરવામાં આવ્યા છે નજરકેદ આ આરોપ લાગવ્યો છે આમ આદમી પાર્ટીનાં નેતાઓએ CM કેજરીવાલે ખેડૂતોને આપ્યું હતું સમર્થન નેશનલ: ખેડુતોનાં આંદોલન અને ભારત બંધને ધ્યાનમાં રાખીને દિલ્લી પોલીસે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને નજરકેદ કરી દીધા છે. આ આરોપ આમ આદમી પાર્ટી (AAP)એ લગાવ્યો છે. AAPનું કહેવું છે કે સીએમ અરવિંદ કેજરીવાલ સિંધુ બોર્ડરથી પરત ફર્યા હતા ત્યારથી તેના માટે નજરકેદ જેવી પરિસ્થિતિઓ બનાવવામાં આવી છે. સીએમ અરવિંદ કેજરીવાલની તમામ બેઠક રદ કરવામાં આવી છે. AAPનો આરોપ છે કે, ગૃહ મંત્રાલયનાં આદેશથી પોલીસે દિલ્લી મહાનગર પાલિકાનાં ત્રણ મેયરને…
Category: રાજનીતિ
“અમે અમારું ભોજન અમારી સાથે લાવ્યા છીએ”, ખેડુતોએ મીટિંગમાં સરકારી લંચ જમવા માટે કર્યો ઇનકાર
કૃષિ બિલનાં કારણે ખેડૂતો કરી રહ્યાં આંદોલન છેલ્લા 7 દિવસથી આ આંદોલને જોર પકડ્યું છે આજે ખેડૂત અને કેન્દ્ર સરકારનાં મંત્રીમંડળની બેઠક હતી નેશનલ: કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા કૃષિ બિલનો વિરોધ ખેડૂતો કરી રહ્યાં છે. ત્યારે આજે સરકાર દ્વારાં વાટાઘાટો કરવા માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વાતચિત માટે સરકારે ખેડૂતોને વિજ્ઞાન ભવનમાં આમંત્રિત કર્યા હતા. જ્યાં ખેડૂતો એ પોતનાં મુદ્દા સામે મૂક્યા હતા. આ બાબતે સરકારે અને ખેડૂતોએ ઘણી વાતો કરી હતી. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને રેલ્વે મંત્રી પિયુષ ગોયલ પણ હાજર છે. નરેન્દ્ર તોમારે બેઠક…
રજનીકાંત 31 ડિસેમ્બરે પોતાના નવા રાજકીય પક્ષની જાહેરાત કરશે
સુપરસ્ટાર રાજનીકાંતે આ જાહેર કર્યું છે કે તેઓ 31 ડિસેમ્બરનાં રોજ પોતાની નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરશે. વર્ષોથી આ પ્રકારનાં અટકળો ચાલી રહ્યાં હતા કે રજનીકાંત રાજકારણમાં એન્ટ્રી કરી શકે છે. આખરે આ અટકળોનો અંત આવ્યો છે. રાજનીકાંતે તેમની પાર્ટીનાં વરિષ્ઠ પદાધિકારીઓ સાથે મુલાકાત બાદ આ જાહેરાત કરી છે કે, તેઓ 31 ડિસેમ્બરનાં રોજ પોતાની નવી પાર્ટીની જાહેરાત કરશે અને ત્યાર બાદ જાન્યુઆરીનાં માહિનામાં ચૂંટણીલક્ષી રાજકારણ માટેની યોજનાની જાહેરાત કરશે. ગયા મહિને સુપર સ્ટાર રાજનીકાંતે સંકેતો આપ્યા હતા કે તેઓ ટૂંક સમયમાં ચૂંટણીલક્ષી રાજકરણમાં આવી શકે છે. તેમણે તેમ પણ…
પોલીસે કોરોના ગાઇડલાઇનનાં ભંગ બદલ રાજ્યનાં પૂર્વ મંત્રી કાંતિ ગામિત અને પુત્ર સહિત 18 વ્યક્તિઓની ધરપકડ કરી
રાજ્યનાં સોનગઢ પોલીસે કોરોના ગાઇડલાઇનનાં ભંગ બદલ રાજ્યનાં પૂર્વ મંત્રી કાંતિ ગામિત અને તેમના પુત્ર સહિત 18 વ્યક્તિઓની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ સોનગઢમાં પૂર્વમંત્રી કાંતિભાઇ ગામિતની પૌત્રીની સગાઇનો વિડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. જેમાં કોવિડ ગાઇડલાઇનનો ભંગ થતો હતો. જેથી સોનગઢ પોલીસે એપેડેમિક એક્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને રાજ્યના પૂર્વ મંત્રી કાંતિ ગામિત સહિત 18 વ્યક્તિની ધરપકડ કરી છે.
ગુજરાત રાજ્યસભાનાં સાંસદ અભય ભારદ્વાજનું નિધન, પીએમ મોદીએ તેમના નિધન પર વ્યક્ત કર્યો શોક
કોવિડ સામે લાંબી લડાઈ બાદ થયું નિધન ચેન્નઈની હોસ્પીટલમાં લીધા અંતિમ શ્વાસ PM મોદીએ ટ્વીટ કરીને શોક કર્યો વ્યક્ત ગુજરાત: રાજ્યસભાનાં સાંસદ અભય ભારદ્વાજનું કોરોનાની સારવારનાં 40 દિવસ બાદ થયું નિધન. ભારદ્વાજે 31 ઓગસ્ટનાં રોજ રાજકોટ ખાતે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો. ત્યારે રાજકોટની પંડિત દીનદયાલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ઑક્સીજનનું સ્તર ઘટ્યું હતું જેથી 15 સપ્ટેમ્બરથી તમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા. તબિયતમાં સુધારો ન દેખાતા એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નઈ લઈ જવામાં આવ્યા હતા. hardvaj na
કોંગ્રેસનાં મુંજાલનો અરુણ અસ્ત, ભરુચથી દિલ્હીનાં સલાહકાર સુધીની સફર
ચારે’ય બાજુ હરાવવાની જંગ – પટેલ એકલા આ વાત 2017ની ચૂંટણીની છે. અહેમદ પટેલને હરાવવા ચારે’ય બાજુ રાજકારણનું ગણિત રમાતું રહ્યું અને આ વખત ભાજપ પણ એના ગણિતમાં રમતું રહ્યુ. 176 વિધાયકોનાં મત, ભાજપમાંથી ઉભા રહેલ ત્રણ દાવેદાર અમિત શાહ, સ્મૃતિ ઈરાની અને બળવંતસિંહ રાજપૂત અને કોંગ્રેસનાં ઉમેદવાર અહેમદ પટેલને મળવાનાં હતા. 46-46 મત અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીએ મેળવી લીધા. આ બાદ ભાજપનાં ત્રીજા ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતને 38 મત મળ્યા અને અહેમદ પટેલને 44 મત મળ્યા. જીતવા માટે મહત્તમ 45 મતની આવશ્યકતા અને એવે વખતે કોંગ્રેસનાં બે મતદાર એક-રાઘવજી…
બિહારનાં શિક્ષણ પ્રધાન મેવાલાલ ચૌધરીએ શપથ લીધાનાં ત્રણ દિવસમાં રાજીનામું આપ્યું
બિહારમાં શિક્ષણ મંત્રીએ આપ્યું રાજીનામું શપથ લીધાનાં 3 દિવસમાં આપ્યું રાજીનામું નેશનલ: બિહાર નીતિશ કુમારની સરકારમાંથી એક મંત્રીનું મંત્રીપદ પરથી રાજીનામું. મંત્રી મંડળની રચના બાદ અનેક લોકો સરકારની ટીકા કરી રહ્યા હતા. કારણ હતું કે નીતિશની સરકારનાં મંત્રી મંડળમાં શિક્ષણ પ્રધાન પોતના પર લાગેલા ભ્રષ્ટાચારનાં આરોપોનો સામનો કરી રહ્યાં હતા. માટે શપથ લીધાના ત્રણ જ દિવસમાં નેતાએ મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે. બિહારમાં નીતિશ કુમારનાં શપથ ગ્રહણ કર્યા બાદ મંગળવારે કરી ખાતાઓની વહેંચણી જાણો કોને મળ્યું ક્યું ખાતું શપથ ગ્રહણ બાદ તરત જ નીતિશ કુમાર પ્રધાનમંડળ પસંદગીના કારણે ટીકાઓથી…
બિહારમાં નીતિશ કુમારનાં શપથ ગ્રહણ કર્યા બાદ મંગળવારે કરી ખાતાઓની વહેંચણી જાણો કોને મળ્યું ક્યું ખાતું
સોમવારે શપથવિધી બાદ મંગળવારે કરાઇ ખાતાની વહેંચણી નાયબ મુખ્ય પ્રધાન રેણુ દેવીને મહિલા વિકાસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી તારકિશોર પ્રસાદને શુશીલ મોદી વાળા દરેક ખાતા સોંપાયા બિહાર: બિહારમાં JDU પ્રમુખ નીતીશ કુમારના નેતૃત્વ હેઠળ NDAની સરકાર બનાવવામાં આવી છે. નીતીશ કુમાર અને બે ઉપમુખ્યમંત્રી તારકિશોર પ્રસાદ અને રેનુ દેવી સહીત અન્ય મંત્રીઓએ સોમવારે પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા. શપથ ગ્રહણ બાદ મંગળવારે વિભાગો વહેંચવામાં આવ્યા હતા. ત્યારે જાણો ક્યાંને ક્યું ખાતું મળ્યું. કોને કયો વિભાગ મળ્યો તે જુઓ: નેતા વિભાગ મુખ્યમંત્રી નીતિશ કુમાર ગૃહ મંત્રાલય, સામાન્ય પ્રશાસન, કેબિનેટ, વિજિલેન્સ,…
નીતિશ કુમારે સાતમી વખત લીધા મુખ્યમંત્રી પદ માટેના શપથ, સાથે બે નાયબ મુખ્યમંત્રીએ પણ શપથ લીધા
નીતિશ કુમાર ફરી બન્યાં બિહારના મુખ્યમંત્રી ભાજપના બે નેતા બન્યાં નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદ અને રેણુ દેવી બન્યાં નાયબ મુખ્યમંત્રી બિહાર: શ્રી નીતિશ કુમારે આજે બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ ફાગુ ચૌહાણે રાજભવનમાં નીતિશ કુમારને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યાં હતાં. ભાજપના નેતા તારકિશોર પ્રસાદ અને રેણુ દેવીને નાયબ મુખ્યમંત્રીના શપથ લેવડાવ્યાં. નીતિશ કુમારને ગઈ કાલે પટનામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠકમાં NDAના સર્વસંમતિથી નેતા ચૂંટી કાઢવામાં આવ્યાં હતાં. NDA એ તાજેતરમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણીમાં 125 બેઠકો જીતીને બહુમતી મેળવી છે.
બિહાર પરિણામ NDAને મળ્યું બહુમત ફરી બનાવશે સરકાર “અંત ભલા તો સબ ભલા”
બિહાર વિધાસભાના અંતિમ પરિણામમાં NDAનો વિજય નિતિશકુમાર બનશે સાતમી વખત મુખ્યમંત્રી RJDને મળી સૌથી વધુ 75 બેઠક નેશનલ: બિહાર વિધાનાસભાના અંતિમ પરિણામો જાહેર થઈ ગયા છે. NDAને 125 બેઠકો સાથે પૂર્ણ બહુમત મળ્યું છે. જ્યારે મહાગઠબંધનને 110 બેઠકો મળી. ચૂંટણી પંચ પાસેથી મળેલી જાણકારી મુજબ બિહારમાં સત્તાધારી એનડીએમાં સાનમેલ ભાજપને 74 બેઠકો, જેડીયુને 43 બેઠકો, વિકાસશીલ ઈન્સાન પાર્ટી (VIP)ને 4 બેઠકો અને હિન્દુસ્તાની અવામ મોર્ચા (HAM)ને 4 બેઠકો મળી છે. આ સાથે જ રાજ્યમાં આરજેડી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની છે. વિપક્ષી મહાગઠબંધનમાં સામેલ રાષ્ટ્રીય જનતા પાર્ટી (RJD)એ 75 બેઠકો પર…