બિહારમાં નીતિશ કુમારનાં શપથ ગ્રહણ કર્યા બાદ મંગળવારે કરી ખાતાઓની વહેંચણી જાણો કોને મળ્યું ક્યું ખાતું

  • સોમવારે શપથવિધી બાદ મંગળવારે કરાઇ ખાતાની વહેંચણી
  • નાયબ મુખ્ય પ્રધાન રેણુ દેવીને મહિલા વિકાસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી
  • તારકિશોર પ્રસાદને શુશીલ મોદી વાળા દરેક ખાતા સોંપાયા

બિહાર: બિહારમાં JDU પ્રમુખ નીતીશ કુમારના નેતૃત્વ હેઠળ NDAની સરકાર બનાવવામાં આવી છે. નીતીશ કુમાર અને બે ઉપમુખ્યમંત્રી તારકિશોર પ્રસાદ અને રેનુ દેવી સહીત અન્ય મંત્રીઓએ સોમવારે પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા. શપથ ગ્રહણ બાદ મંગળવારે વિભાગો વહેંચવામાં આવ્યા હતા. ત્યારે જાણો ક્યાંને ક્યું ખાતું મળ્યું.

કોને કયો વિભાગ મળ્યો તે જુઓ:


નેતા વિભાગ
મુખ્યમંત્રી નીતિશ કુમાર ગૃહ મંત્રાલય, સામાન્ય પ્રશાસન, કેબિનેટ, વિજિલેન્સ, અન્ય ખાતા જે કોઈ પાસે ન હોય તે બધા
તારકિશોર પ્રસાદ

વિત્ત મંત્રાલય, વાણિજ્યિક કર, પર્યાવરણ અને વન, માહિતી ટેકનોલોજી, આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ વિભાગ.

રેણુ દેવી

પંચાયતી રાજ, પછાત જાતિનું ઉત્થાન અને ઇબીસી કલ્યાણ, ઉદ્યોગ.

વિજય ચૌધરી

ગ્રામીણ ઇજનેરી વિભાગ, ગ્રામીણ વિકાસ વિભાગ, જળ સંપત્તિ, માહિતી અને પ્રસારણ, સંસદીય બાબતો.

બીજેન્દ્ર યાદવ

ઉર્જા, નિષેધ, આયોજન, ખાદ્ય અને ગ્રાહક બાબતોનું મંત્રાલય.

મેવાલાલ ચૌધરી શિક્ષા
શીલા કુમારી પરિવહન
સંતોષ માંજી  લઘુ સિંચાઇ, SC/ST કલ્યાણ
મુકેશ સાહની પશુપાલન તેમજ મત્સ્ય ઉદ્યોગ

Related posts

Leave a Comment