દેશમાં નાના રાજ્યોમાં કોરોનાનાં કેસ વધતાં કેન્દ્ર સરકારની ચિંતામાં વધારો, જાણો તે 6 રાજ્યનાં નામ

નેશનલ: દેશમાં કોરોના કેસની સંખ્યા ચોક્કસપણે ઘટી છે. પરંતુ કેન્દ્ર સરકારનાં કામકાજમાં ઢીલાઈ જરાઈ કરી નથી. તાજેતરનાં સમયમાં નાના રાજ્યોમાં ખાસ કરીને પૂર્વોત્તર રાજ્યોમાં કોરોનાનાં નવા કેસોની સંખ્યામાં વધારો થયો છે. ત્યાર પછી કેન્દ્ર સરકારે છ રાજ્યોમાં ટીમો મોકલી છે.

કોવિડ -19નાં નિયંત્રણ અને નિવારણ હેઠળ આ ટીમો અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, મણિપુર, ઓડિશા, કેરળ અને છત્તીસગ સહિતનાં છ રાજ્યોમાં મોકલવામાં આવી છે. આ ઉચ્ચ સ્તરીય ટીમમાં ક્લિનિશિયન અને જાહેર આરોગ્ય નિષ્ણાત શામેલ હશે. મળતી માહિતી મુજબ આ ટીમ કોવિડ -19 મેનેજમેન્ટ, મોનિટરિંગ, કન્ટેન્ટ ઓપરેશન અને ત્યાંનાં પરીક્ષણ જેવા કામોની દેખરેખ રાખશે.covid 19 test

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કેન્દ્રિય ટીમ આ રાજ્યોમાં કોવિડની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરશે અને જરૂરી પગલાં સૂચવશે.

Related posts

Leave a Comment