- બિહાર વિધાસભાના અંતિમ પરિણામમાં NDAનો વિજય
- નિતિશકુમાર બનશે સાતમી વખત મુખ્યમંત્રી
- RJDને મળી સૌથી વધુ 75 બેઠક
નેશનલ: બિહાર વિધાનાસભાના અંતિમ પરિણામો જાહેર થઈ ગયા છે. NDAને 125 બેઠકો સાથે પૂર્ણ બહુમત મળ્યું છે. જ્યારે મહાગઠબંધનને 110 બેઠકો મળી. ચૂંટણી પંચ પાસેથી મળેલી જાણકારી મુજબ બિહારમાં સત્તાધારી એનડીએમાં સાનમેલ ભાજપને 74 બેઠકો, જેડીયુને 43 બેઠકો, વિકાસશીલ ઈન્સાન પાર્ટી (VIP)ને 4 બેઠકો અને હિન્દુસ્તાની અવામ મોર્ચા (HAM)ને 4 બેઠકો મળી છે. આ સાથે જ રાજ્યમાં આરજેડી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની છે. વિપક્ષી મહાગઠબંધનમાં સામેલ રાષ્ટ્રીય જનતા પાર્ટી (RJD)એ 75 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસે 19 બેઠકો પર, ભાકપા માલેએ 12 બેઠકો પર, ભાકપા અને માકપા બંનેએ 2-2 બેઠકો પર જીત મેળવી છે.
બિહાર ચૂંટણી પરિણામ
NDA (BJP+JD(U)+ અન્ય) | 125 |
મહાગઠબંધન(RJD+CONGRESS+અન્ય) | 110 |
અન્ય પક્ષ + અપક્ષ | 8 |