રજનીકાંત 31 ડિસેમ્બરે પોતાના નવા રાજકીય પક્ષની જાહેરાત કરશે

સુપરસ્ટાર રાજનીકાંતે આ જાહેર કર્યું છે કે તેઓ 31 ડિસેમ્બરનાં રોજ પોતાની નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરશે. વર્ષોથી આ પ્રકારનાં અટકળો ચાલી રહ્યાં હતા કે રજનીકાંત રાજકારણમાં એન્ટ્રી કરી શકે છે. આખરે આ અટકળોનો અંત આવ્યો છે.

રાજનીકાંતે તેમની પાર્ટીનાં વરિષ્ઠ પદાધિકારીઓ સાથે મુલાકાત બાદ આ જાહેરાત કરી છે કે, તેઓ 31 ડિસેમ્બરનાં રોજ પોતાની નવી પાર્ટીની જાહેરાત કરશે અને ત્યાર બાદ જાન્યુઆરીનાં માહિનામાં ચૂંટણીલક્ષી રાજકારણ માટેની યોજનાની જાહેરાત કરશે.

ગયા મહિને સુપર સ્ટાર રાજનીકાંતે સંકેતો આપ્યા હતા કે તેઓ ટૂંક સમયમાં ચૂંટણીલક્ષી રાજકરણમાં આવી શકે છે. તેમણે તેમ પણ જણાવ્યુ હતું કે આ કોરોનાની મહામારીના કારણે થોડું મોડું થઈ શકે છે પરંતુ થશે જરૂર.

Leave a Comment