બિહારનાં શિક્ષણ પ્રધાન મેવાલાલ ચૌધરીએ શપથ લીધાનાં ત્રણ દિવસમાં રાજીનામું આપ્યું

  • બિહારમાં શિક્ષણ મંત્રીએ આપ્યું રાજીનામું
  • શપથ લીધાનાં 3 દિવસમાં આપ્યું રાજીનામું

નેશનલ: બિહાર નીતિશ કુમારની સરકારમાંથી એક મંત્રીનું મંત્રીપદ પરથી રાજીનામું. મંત્રી મંડળની રચના બાદ અનેક લોકો સરકારની ટીકા કરી રહ્યા હતા. કારણ હતું કે નીતિશની સરકારનાં મંત્રી મંડળમાં શિક્ષણ પ્રધાન પોતના પર લાગેલા ભ્રષ્ટાચારનાં આરોપોનો સામનો કરી રહ્યાં હતા. માટે શપથ લીધાના ત્રણ જ દિવસમાં નેતાએ મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે.

બિહારમાં નીતિશ કુમારનાં શપથ ગ્રહણ કર્યા બાદ મંગળવારે કરી ખાતાઓની વહેંચણી જાણો કોને મળ્યું ક્યું ખાતું

શપથ ગ્રહણ બાદ તરત જ નીતિશ કુમાર પ્રધાનમંડળ પસંદગીના કારણે ટીકાઓથી ઘેરાયેલા હતાં. નીતીશ કુમારે તેમના શિક્ષણ પ્રધાન તરીકે ભ્રષ્ટાચારનાં આરોપોનો સામનો કરી રહેલા રાજનેતા મેવાલાલ ચૌધરીની પસંદગી કરી હતી. પરંતુ તે જ મેવાલાલે પણ પદના શપથ લીધાનાં ત્રણ દિવસમાં જ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

Related posts

Leave a Comment