બાળકે કટિંગ કરાવતી વખતે હદ કરી, રડતાં-રડતાં કહ્યું – ‘મને ગુસ્સો આવે છે, હું તમારા બધા વાળ કાપી નાખીશ …’ – વિડિઓ જોઈને તમે બોલી ઉઠસો “how cute!”

સોશિયલ મીડિયા ઉપર એક બાળકનો વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે તમારું હસવાનું રોકી નહીં શકો. સામાન્ય રીતે દરેક જગ્યાઓ પર જોવામાં આવે છે કે બાળકના હેર કટ કરાવતી વખતે મા-બાપના પસીના છૂટી જતાં હોય છે. બાળકો સલૂનની ખુરસી પર બેસતાની સાથેજ કઈકને કઈક તોફાન મસ્તી કે પછી ન બેસવાની જીદ શરૂ કરે છે. અહીં પણ એક એવો જ વિડિયો છે જેમાં એક બાળક પોતાના હેર કટ કરવવા માટે બેસી તો જાય છે પણ પછી રડવાનું શરૂ કરી દે છે. અને વાળ કપનાર વ્યક્તિને ધમકી પણ આપે છે.…

કેન્દ્ર સરકારે પ્રદૂષણ ઘટાડવા 69 હજાર પેટ્રોલપંપ ઉપર ઇ-કિઓસ્ક શરૂ કરવાનું આયોજન કર્યું

પ્રદૂષણ ઘટાડવા અને ઇલેક્ટ્રીક વાહનોના વપરાશને પ્રોત્સાહન દેશભરના 69 હજાર પેટ્રોલપંપ ઉપર ઇ-કિઓસ્ક શરૂ કરાશે ઇલેક્ટ્રીક વાહન ઉપરનો GST ઘટાડીને પાંચ ટકા નેશનલ: કેન્દ્ર સરકારે પ્રદૂષણ ઘટાડવા અને ઇલેક્ટ્રીક વાહનોના વપરાશને પ્રોત્સાહન આપવા દેશભરના 69 હજાર પેટ્રોલપંપ ઉપર ઇ-કિઓસ્ક શરૂ કરવાનું આયોજન કર્યું છે. કેન્દ્રીય માર્ગ પરિવહનમંત્રી નીતિન ગડકરીએ વર્ચ્યુઅલ બેઠકને સંબોધતાં જણાવ્યું હતું કે, પ્રદૂષણ ઘટાડવાની ઝૂંબેશમાં સહકાર વધારવા ઓટોમોબાઇલ ઉદ્યોગે આગળ આવવું જોઈએ. તેમણે ઇલેક્ટ્રીક વાહન ઉપરનો GST ઘટાડીને પાંચ ટકા કરવા સહિત સરકરે ઇલેક્ટ્રીક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા લીધેલા પગલાંની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે, કેન્દ્ર…

રાજસ્થાનની એક ગૌશાળમાં એવું તે શું થયું કે અચાનક 100 ગાયનું મૃત્યુ થયું!

રાજસ્થાનના ચુરુ જિલ્લો અહીં બિલયુબાસ રામપુર નામનું એક ગામ છે. ત્યાં શ્રી રામ નામની એક મોટી ગૌશાળા આવેલી છે. ત્યાં રહેતી 100થી વધુ ગાય કાળનો કોળિયો બની છે. હજુ પણ અમુક ગાયમાં બીમારીના લક્ષણો જોવા મળી રહયા છે. વાત 20 નવેમ્બરની છે અચાનક ગાયની તબિયત બગડી હતી અને ધીમે ધીમે મૃત્યુ થવા લાગ્યા. એક જ દિવસમાં આ શ્રી રામ ગૌશાળાની 75 ગાય રામ ચરણ પામી હતી. જોકે આ ઘટના બનતાની સાથે પશુપાલન વિભાગ અને પશુ ડોક્ટરએ ફટાફટ કામગીરી શરૂ કરી હતી. સારવાર બાદ પણ આ મોતનો સિલસિલો રોકાતો ન હતો.…

મેજર બનીને મહિલાઓને લગ્નના નામે ઠગતો વ્યક્તિ નીકળ્યો 9 પાસ

લગ્નના નામે કરતો ઠગાઇ પોતાને બોલતો હતો આર્મી મેજર, નીકળ્યો 9 પાસ 17 મહિલાઓ પાસેથી ઠગી ચૂક્યો છે 6.61 કરોડ હૈદરાબાદ: ઠગાઈની વાત આવે એટ્લે દરેકના મનમાં એક મોટા ઠગ નટવરલાલનું નામ જરૂર આવે. એ માણસ જે કોઈને કોઈ નવી યુક્તિ કરી અને ઠગાઇ કરતો હતો. આવી જ એક ઘટના હૈદરાબાદમાં સામે આવી છે જ્યાં એક વ્યક્તિ વિચિત્ર ઠગાઇ કરતો. જેની ધરપકડ પોલીસે કરી છે. હૈદરાબાદ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. જે પોતાને સેનાનો ઓફિસર બોલતો હતો અને મહિલાઓ સાથે લગ્નનું પ્રોમિસ કરી અને તેને ઠગતો હતો. આમ તે…

એક વ્યક્તિ જેને મલેરિયા બાદ થયો કોરોના અને હવે કોબ્રા કરડી ગયો!

“જેને રામ રાખે તેને કોણ ચાખે!” આવું બન્યું છે બ્રિટિશ નાગરિક ઇયાન જોનાસ સાથે. જોનાસ એક સોશિયલ વોર્કર છે. એ પોતાના સોશિયલ વર્ક માટે રાજસ્થાન આવ્યા હતા અને લોકડાઉન અને કોરોનાના કારણે અહી ફસાઈ ગયા હતા. અહી તેને પહેલા મલેરિયા થયો હતો અને બાદમાં તે ડેન્ગ્યુના શિકાર થયા હતા. તેને આ બન્ને બીમારીને હરાવી હતી. અને તેમાથી રિકવર થયા જ હતા કે તેને COVID-19 પોતાનો શિકાર બનાવ્યા હતા. તેને કોરોનાને પણ ટૂંક જ સમયમાં માત આપી હતી. પરંતુ હાલમાં તેને એક જેરી કોબ્રાએ કરડી લીધું હતું અને તેને પણ માત…

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય હવે આયુર્વેદિક ડોક્ટર પણ કરી શકશે સર્જરી

આયુર્વેદિક ડોક્ટર કરી શકશે સર્જરી દેશમાં સર્જનની અછત મહદઅંશે થશે દૂર માસ્ટર્સના અભ્યાસક્રમમાં કરાશે થોડો ફેરફાર નેશનલ: સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં આયુર્વેદિક ડોક્ટરોને સર્જરી કરવાની પરવાનગી આપવામાં આવી છે. અત્યાર સુધી આયુર્વેદિક કોલેજના વિદ્યાર્થીઓને સર્જરી અભ્યાસક્રમનો ભાગ હતી પરંતુ તે લોકો સર્જરી કરી શકે કે નહીં તે માટે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી ન હતી. પરંતુ સરકારના આ નિર્ણય બાદ સ્પષ્ટતા મળી છે કે કોણ સર્જરી કરી શકશે અને કોન નહીં. કેન્દ્ર સરકારે આયુર્વેદ ડોક્ટરને લઈને મોટો નિર્ણય લીધો છે. આયુર્વેદ…

ગુજરાત આવેલી કેન્દ્રીય ટીમના સભ્યો સાંજે 4 વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક યોજશે

ગુજરાતમાં કોરોનનું સંક્રમણ વધ્યું છે કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ ગુજરાતમાં પરિસ્થિતિના પરીક્ષણ માટે આવી છે ટીમ આજે મુખ્યમંત્રી સાથે બેઠક કરશે ગુજરાત: ગુજરાતમાં કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરી અને સારવાર તેમજ આરોગ્ય લક્ષી પગલાંઓની સમીક્ષા અને માર્ગદર્શન માટે ગુજરાત આવેલી કેન્દ્રીય ટીમના સભ્યો આજે સાંજે 4 વાગ્યે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી સાથે ગાંધીનગર માં મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક યોજશે. આ કેન્દ્રીય ટીમ CM ડેશ બોર્ડ દ્વારા કોરોના સંદર્ભે કરવામાં આવતા મોનીટરીંગ તેમજ સારવાર ફોલોઅપ વગેરેથી માહિતગાર થવા માટે CM ડેશ બોર્ડ ની કામગીરીની સમીક્ષા પણ કરશે.

ફેમશ કોમેડિયન ભારતી સિંઘના ઘરે NCBના દરોડા, પૂછપરછ બાદ કરવામાં આવી ધરપકડ

NCB પહોંચ્યું કોમેડિયન ભારતી સિંઘના ઘરે NCBને પ્રતિબંધિત દવાઓની જાણકારી મળી હતી આ પહેલા ગયા અઠવાડિયામાં અર્જુન રામપાલના ઘરે NCBએ દરોડો પડ્યો હતો મનોરંજન: મુંબઈમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા પૂછપરછ બાદ હાસ્ય કલાકાર ભારતી સિંહની ધરપકડ કરવામાં આવી છે. ભરતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાને એનસીબીની મુંબઇ ઑફિસમાં પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે આજે સવારે એન્ટી ડ્રગ એજન્સીએ તેમના ઘરની તલાશી લેતા દરમિયાન એક “નાના જથ્થામાં ગાંજો” મળ્યો હતો. એન્ટી ડ્રગ ઇન્વેસ્ટિગેશન એજન્સી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ શનિવારે સવારે પ્રખ્યાત હાસ્ય કલાકારો ભારતી સિંહ અને હર્ષ…

GPSCની પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ…

GPSCની પરીક્ષાઓ મોકૂફ આગામી તારીખો મેસેજ અને ઈમેલ દ્વારા જાણ કરાશે ગુજરાત: ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે સાથે સાથે અમદાવાદમાં રાત્રિ કરફ્યુ અને ત્યાર બાદ 2 દિવસનું કરફ્યુ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે 23 તારીખથી શરૂ થતી શાળા કોલેજોનો નિર્ણય પણ પાછો બદલવામાં આવ્યો છે. હાલમાં GPSC દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તરીખ 22, 24, 26, 28 અને 29ના રોજ મેડિકલ ટીચર ભરતી પ્રક્રિયાની પરીક્ષાઓ લેવાની હતી. આ પરીક્ષાઓ હાલ પૂરતી રદ કરવામાં આવી છે અને હવે આવનારી તારીખો વિશે પરિક્ષાર્થીઓને SMS અને email દ્વારા જણા કરવામાં આવશે.…

ગુજરાતમાં લોકડાઉનની વાતો અંગે શું નિવેદન આપ્યું CM રૂપાણીએ!

અમદાવાદમાં બે દિવસનું કરફ્યુ લાગુ કરાયું તો ગુજરાતમાં લાગશે લોકડાઉની અફવા ફરવાલાગી “ગુજરાતમાં લોકડાઉનનો કોઈ પ્લાન નથી” CM વિજય રૂપાણી ગુજરાત: કોરોનાનાં કેસોમાં વધરો જોવા મળતા અમદાવામાં પહેલા રાત્રિ કરફ્યુ અને તે જાહેરતનાં થોડા જ કલાકમાં શુક્રવાર સાંજે 9 વાગ્યાથી સોમવાર સવાર 6 વાગ્યા સુધીનું સંપૂર્ણ કરફ્યુ જાહેર કરવામાં આવ્યું હતું. આ કરફ્યુની જાહેરાતથી લોકોમાં ભય ઊભો થયો હતો. આ વાતોની વચ્ચે અફવાઓ શરૂ થઈ હતી કે ગુજરાતમાં ફરી લોકડાઉન આવશે જેથી લોકો પેનિક થયા હતા અને પેનિક શોપિંગ (ભયમાં આવી અને જરૂર કરતાં વધુ ખરીદી) કરી રહ્યા હતા. ત્યારે…