ગુજરાતમાં લોકડાઉનની વાતો અંગે શું નિવેદન આપ્યું CM રૂપાણીએ!

  • અમદાવાદમાં બે દિવસનું કરફ્યુ લાગુ કરાયું
  • તો ગુજરાતમાં લાગશે લોકડાઉની અફવા ફરવાલાગી
  • “ગુજરાતમાં લોકડાઉનનો કોઈ પ્લાન નથી” CM વિજય રૂપાણી

ગુજરાત: કોરોનાનાં કેસોમાં વધરો જોવા મળતા અમદાવામાં પહેલા રાત્રિ કરફ્યુ અને તે જાહેરતનાં થોડા જ કલાકમાં શુક્રવાર સાંજે 9 વાગ્યાથી સોમવાર સવાર 6 વાગ્યા સુધીનું સંપૂર્ણ કરફ્યુ જાહેર કરવામાં આવ્યું હતું.

આ કરફ્યુની જાહેરાતથી લોકોમાં ભય ઊભો થયો હતો. આ વાતોની વચ્ચે અફવાઓ શરૂ થઈ હતી કે ગુજરાતમાં ફરી લોકડાઉન આવશે જેથી લોકો પેનિક થયા હતા અને પેનિક શોપિંગ (ભયમાં આવી અને જરૂર કરતાં વધુ ખરીદી) કરી રહ્યા હતા. ત્યારે આ બધાની વચ્ચે CM વિજય રૂપાણીનું નિવેદન આવ્યું છે કે આ એક અફવા છે. સરકારનો આવો કોઈ ઈરાદો નથી અને આવી કોઈ પણ અફવાથી દોરવાઈ ના જવું.

આ પણ વાંચો: અમદાવાદમાં 20મી નવેમ્બર રાત્રિના 9 થી સોમવાર સવારનાં 6 વાગ્યા સુધી કફર્યુ લાગુ

આજે CM વિજય રૂપાણી અંબાજી ખાતે છે ત્યાં વાત કરતા તેમણે જણાવ્યું હતું કે,

અમદાવાદમાં બે દિવસનાં કરફ્યુ ઉપરાંત, રાત્રી કરફ્યુનો નિર્ણય માત્ર તકેદારીના ભાગરુપે જ લેવામાં આવ્યો છે. કોરોના સંક્રમણમાં થોડો વધારો જોવા મળ્યો છે ત્યારે લોકોને આરોગ્યની સેવાઓ પૂરતા પ્રમાણમાં અને સારા પ્રમાણમાં મળી રહે તે માટે તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ બનાવાઈ છે. લોકોની સલામતી અને સાવચેતીના ભાગરૂપે અમદાવાદમાં શનિ-રવિ એમ બે દિવસો માટે કરફ્યુ નાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શાળા-કોલજો વિશે પણ વાત કરી હતી જેમાં તે જણાવે છે કે, વિદ્યાર્થીઓનાં શિક્ષણનાં હિતને ધ્યાનમાં રાખી તારીખ ૨૩ નવેમ્બરથી ધોરણ ૯ થી ૧૨ અને કોલેજ શરૂ કરવાનાં હતા પરંતુ વર્તમાન પરિસ્થિતિ ધ્યાને લઈ હમણાં કોઈ શાળા કોલેજ શરૂ કરાશે નહીં.


 

Related posts

Leave a Comment