ફેમશ કોમેડિયન ભારતી સિંઘના ઘરે NCBના દરોડા, પૂછપરછ બાદ કરવામાં આવી ધરપકડ

  • NCB પહોંચ્યું કોમેડિયન ભારતી સિંઘના ઘરે
  • NCBને પ્રતિબંધિત દવાઓની જાણકારી મળી હતી
  • આ પહેલા ગયા અઠવાડિયામાં અર્જુન રામપાલના ઘરે NCBએ દરોડો પડ્યો હતો

મનોરંજન: મુંબઈમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા પૂછપરછ બાદ હાસ્ય કલાકાર ભારતી સિંહની ધરપકડ કરવામાં આવી છે. ભરતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાને એનસીબીની મુંબઇ ઑફિસમાં પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે આજે સવારે એન્ટી ડ્રગ એજન્સીએ તેમના ઘરની તલાશી લેતા દરમિયાન એક “નાના જથ્થામાં ગાંજો” મળ્યો હતો.

એન્ટી ડ્રગ ઇન્વેસ્ટિગેશન એજન્સી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ શનિવારે સવારે પ્રખ્યાત હાસ્ય કલાકારો ભારતી સિંહ અને હર્ષ લિંબાચીયાના મુંબઇ નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા. એનસીબી સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતી સિંહ અને તેના પતિ પર પ્રતિબંધિત દવાઓ લેવાનો આરોપ છે. આ દરોડા એવા સમયે લેવામાં આવ્યા છે જ્યારે એનસીબી ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગમાં ડ્રગ્સના કથિત ઉપયોગ અંગે તેની તપાસનો વિસ્તાર વધારી રહી છે. આ તપાસ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુથી શરૂ થઈ હતી.

આ મહિનાની શરૂઆતમાં એનસીબીએ(NCB) અભિનેતા અર્જુન રામપાલના ઘરે દરોડા પાડ્યા હતા. તેમને અને તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલાની પૂછપરછ માટે સમન્સ મોકલ્યું હતું. અર્જુન રામપાલ લિવિંગ પાર્ટનર ગેબ્રિએલાની 2 દિવસ સતત 6-6 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. જ્યારે ગયા અઠવાડિયે અર્જુન રામપાલની 6 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. એનસીબીએ ગેબ્રિએલાના ભાઈ એગીસ ધરપકડ પહેલા જ કરી લીધી હતી.

ડેક્કન હેરાલ્ડ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે કે ભારતીએ સ્વીકાર્યું છે કે તેને આવેધ ડ્રગ્સનું સેવન કર્યું હતું.

Related posts

Leave a Comment